Priyanka Chopra: અચાનક ભારત આવેલી દેશી ગર્લનો સ્ટનિંગ એરપોર્ટ લુક જોઈ ક્રેઝી થયા ચાહકો

Priyanka Chopra: આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલ, 2023માં સહભાગી બનવા માટે મુંબઈ પહોંચી હતી. દેશી ગર્લ પ્રિયંકા એરપોર્ટની બહાર નીકળી તે સાથે જ પાપારાઝીઓ તેને ઘેરી વળ્યા હતા. જોકે પ્રિયંકાના અચાનક ભારત આગમનની સાથે જ તેનો એરપોર્ટ લુક (Airport Look) પણ ચર્ચાનું કારણ બન્યો છે.  ટીમ સાથે […]

Share:

Priyanka Chopra: આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલ, 2023માં સહભાગી બનવા માટે મુંબઈ પહોંચી હતી. દેશી ગર્લ પ્રિયંકા એરપોર્ટની બહાર નીકળી તે સાથે જ પાપારાઝીઓ તેને ઘેરી વળ્યા હતા. જોકે પ્રિયંકાના અચાનક ભારત આગમનની સાથે જ તેનો એરપોર્ટ લુક (Airport Look) પણ ચર્ચાનું કારણ બન્યો છે. 

ટીમ સાથે એકલી જ આવી Priyanka Chopra

પ્રિયંકા ચોપરા અમેરિકા શિફ્ટ થઈ ત્યારથી તેનું ભારત આવવાનું ખૂબ જ ઘટી ગયું છે. તેની કઝિન સિસ્ટર પરિણીતિ ચોપરાએ તાજેતરમાં જ આપ નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા હતા. ત્યારે પણ પ્રિયંકા ભારત નહોતી આવી શકી. જોકે જિયો મામી ફેસ્ટિવલ માટે અચાનક ભારત આવેલી પ્રિયંકા ચોપરાએ ફરી એક વખત પોતાના ચાહકોને ખુશ કરી દીધા છે. આ ટ્રિપમાં પ્રિયંકા ચોપરા પોતાના પતિ નિક જોનસ અને દીકરી માલતી મૈરીને મુકીને પોતાની ટીમ સાથે એકલી જ ભારત આવી છે. 

વધુ વાંચો: બીજી વખત પ્રેગનેન્ટ હોવાની અફવાઓ વચ્ચે શેર કર્યો બેબી બમ્પ ફોટો

પ્રિયંકા ચોપરાનો એરપોર્ટ લુક જોઈ ચાહકો ખુશ

બોલિવુડની દેશી ગર્લ હવે ગ્લોબલ સ્ટાર બની ગઈ છે પરંતુ તેની અચાનક ભારત વિઝિટની સાથે જ તેનો એરપોર્ટ લુક (Airport Look) પણ ચર્ચાનું કારણ બન્યો છે. આ વખતનો લુક તેના અત્યાર સુધીના લુકની સરખામણીએ ખૂબ સાદો લાગી રહ્યો છે. જોકે હંમેશાની જેમ તે ચહેરા પર એક સુંદર સ્મિત સાથે પોતાનું ન્યૂલી ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

એરપોર્ટ લુક માટે ડાર્ક શેડ પર પસંદગી

પ્રિયંકા ચોપરાએ આ વખતે પોતાના એરપોર્ટ લુક માટે ડાર્ક શેડના કપડા પસંદ કર્યા હતા. તેણે ગ્રે કલરના સ્ટ્રેટ કટ પજામા સાથે બ્લેક કલરની સ્પોર્ટ્સ બ્રા પેર કરી હતી અને ઉપર ની લેન્થ શ્રગ પહેર્યું હતું જે ફ્લાઈટ દરમિયાન ઠંડીથી બચવા પરફેક્ટ ચોઈસ કહી શકાય. 

આ વખતે પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)ની ફુટવેર ચોઈસ ખૂબ જ સિમ્પલ રહી હતી. તેણે એથલીઝર કપડાં સાથે બ્લેક સ્નીકર્સ પહેર્યા હતા. આ લુકને સ્ટાઈલિશ બનાવવાનું કામ પ્રિયંકાની ફંકી લુકિંગ જુલરીએ કર્યું હતું. તેણે કલરફુલ ચોકર નેકપીસ સાથે હાથમાં મલ્ટીપલ રિંગ્સ પહેરી હતી જેમાં એક તેની વેડિંગ રિંગ હતી. ઉપરાંત તેણે એક હાથમાં પોતાનો આઈફોન પકડ્યો હતો જેનું કવર ખૂબ જ ટ્રેન્ડી હતું. 

વધુ વાંચો: Shahid Kapoorએ તેની આગામી ફિલ્મ ‘દેવા’ નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો

પ્રિયંકાનો મેકઅપ

પ્રિયંકાએ પોતાનો મેકઅપ ખૂબ સટલ રાખ્યો હતો અને નેચરલ લુકિંગ ફાઉન્ડેશન અને પાવડર સાથે તેણે આંખોને આઈલાઈનરથી હાઈલાઈટ કરી હતી. સાથે જ પોતાના સિલ્કી હેરને મિડલ પાર્ટ કરીને ઓપન રાખ્યા હતા.