પ્રિયંકા ચોપરાની હેર કેર બ્રાન્ડ, અનોમલી સેલેબ્સ બ્યુટી બ્રાન્ડમાં દ્વિતીય સ્થાન પર

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરાએ તાજેતરના કેટલાક વર્ષોમાં ચોક્કસપણે તેને ખૂબ નામના મેળવી છે અને પોતાને એક ઓલરાઉન્ડર તરીકે સાબિત કરી  છે. વર્ષ ૨૦૨૧માં, તેણીએ યુ.એસ.માં તેની પ્રથમ હેરકેર બ્રાન્ડ, અનોમલી લોન્ચ કરી, જે ગયા વર્ષે ભારતમાં આવી હતી. અત્યંત સ્પર્ધાત્મક બજારમાં પગ મૂકવા છતાં તેની હેરકેર બ્રાન્ડ 2023ની બીજી સૌથી ધનાઢ્ય […]

Share:

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરાએ તાજેતરના કેટલાક વર્ષોમાં ચોક્કસપણે તેને ખૂબ નામના મેળવી છે અને પોતાને એક ઓલરાઉન્ડર તરીકે સાબિત કરી  છે. વર્ષ ૨૦૨૧માં, તેણીએ યુ.એસ.માં તેની પ્રથમ હેરકેર બ્રાન્ડ, અનોમલી લોન્ચ કરી, જે ગયા વર્ષે ભારતમાં આવી હતી. અત્યંત સ્પર્ધાત્મક બજારમાં પગ મૂકવા છતાં તેની હેરકેર બ્રાન્ડ 2023ની બીજી સૌથી ધનાઢ્ય સૌંદર્ય બ્રાન્ડ તરીકે સ્થાપિત થઈ છે અને એક વિશ્લેષણ અનુસાર અનોમલી બ્રાન્ડ હાલમાં બજારમાં સૌથી શ્રેષ્ઠ બ્રાન્ડ્સમાં ગણાય છે. 

યુકે સ્થિત બ્યુટી કમ્પેરિઝન પ્લેટફોર્મ Cosmetify એ તેમની તાજેતરની વાર્ષિક આવકના આધારે સૌથી ધનાઢ્ય સેલિબ્રિટી બ્યુટી બ્રાન્ડ્સની યાદી એકસાથે મૂકી છે અને જાહેર કર્યું છે કે પ્રિયંકાની અનોમલી હેરકેરે કાઈલી જેનરની કાઈલી કોસ્મેટિક્સ, એલએલસી અને સેલેના ગોમેઝની રેર બ્યુટીને પાછળ છોડી દીધી છે અને આ વર્ષેની બીજી સૌથી ધનિક સેલિબ્રિટી બ્યુટી બ્રાન્ડ બની ચુકી છે. કોસ્મેટીફાય એ તેમના અહેવાલમાં સમજાવ્યું કે તેઓ કેવી રીતે મૂલ્યાંકન કરતા હોય છે,  “બ્રાંડની સફળતાને માપવા માટે ઘણી બધી રીતો છે, પરંતુ આવક સૌથી મહત્વપૂર્ણ છે. આને કારણે, અમે તમામ બ્રાન્ડ્સની તાજેતરની વાર્ષિક આવકના આધારે સૌથી ધનાઢ્ય સેલિબ્રિટી બ્યુટી બ્રાન્ડ્સનું મૂલ્યાંકન કરતા હોઈએ છે.” અહેવાલ મુજબ, ગાયિકા અને અભિનેત્રી બાર્બાડિયન અને બિઝનેસવુમન રીહાનાની ફેન્ટી બ્યુટી ટોચની ત્રણ સૌથી સફળ બ્યુટી બ્રાન્ડ્સમાં સ્થાન પામી છે અને તે સૌથી ધનાઢ્ય સેલિબ્રિટી બ્યુટી બ્રાન્ડ તરીકે પણ ઓળખાય છે.રિહાન્નાની ફેન્ટી બ્યુટી હાલમાં સૌથી ધનિક સેલિબ્રિટી બ્યુટી બ્રાન્ડ છે, ત્યારબાદ પ્રિયંકાની અનોમલી આવે છે. કાઈલી જેનરની કાઈલી કોસ્મેટિક્સ £301.4 મિલિયનની આવક સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે, ગાયિકા એરિયાના ગ્રાન્ડેની R.E.M. સૌંદર્ય £70.3 મિલિયન સાથે ચોથા સ્થાને છે અને સેલેના ગોમેઝની રેર બ્યુટી £50.2 મિલિયનની આવક સાથે ટોચના પાંચમાં સ્થાન મેળવે છે.

વોગ ઈન્ડિયા સાથે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું હતું કે, “મેં તાજેતરમાં જ બ્યુટી અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી બંનેની બિઝનેસ સાઇડ લીધી છે. આનાથી મને સ્ટાઈલિશની ખુરશી પર બેસવા અને ઉત્પાદનોના ઉપયોગ કરવા વચ્ચેના તફાવત જાણવો હતો અને મારા વાળમાં જતા ઉત્પાદનો વિશે કહેવું હતું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા છેલ્લી વખત ધ મેટ્રિક્સઃ રિસ્યુરેક્શન્સમાં કીનુ રીવ્સ અને અન્ય સાથે જોવા મળી હતી. અભિનેત્રી હવે એમેઝોન પ્રાઇમ વિડીયો પર તેની આગામી વેબ-સિરીઝ, સિટાડેલ જે રુસો બ્રધર્સ દ્વારા બનાવવામાં આવી છે તેનું પ્રમોશન શરૂ કરશે.