શાહરૂખ ખાનના ‘મન્નત’ બંગ્લોની બહાર વિરોધ પ્રદર્શન, પોલીસે વધારી સુરક્ષા, જાણો શું છે વિવાદ

બોલિવુડના ‘જવાન’ શાહરૂખ ખાનના વિરોધમાં મુંબઈમાં ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે. આ કારણે મુંબઈ પોલીસે શાહરૂખ ખાનના મન્નત બંગ્લોની બહાર સુરક્ષા વધારી દીધી છે. કેટલાક લોકોએ 24 ઓગષ્ટના રોજ, શનિવારે શાહરૂખ ખાનના મન્નત બંગ્લોની બહાર એકઠા થઈને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. આ કારણે સ્થિતિને કાબૂમાં લેવા મુંબઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. […]

Share:

બોલિવુડના ‘જવાન’ શાહરૂખ ખાનના વિરોધમાં મુંબઈમાં ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે. આ કારણે મુંબઈ પોલીસે શાહરૂખ ખાનના મન્નત બંગ્લોની બહાર સુરક્ષા વધારી દીધી છે.

કેટલાક લોકોએ 24 ઓગષ્ટના રોજ, શનિવારે શાહરૂખ ખાનના મન્નત બંગ્લોની બહાર એકઠા થઈને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. આ કારણે સ્થિતિને કાબૂમાં લેવા મુંબઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટના બાદ શાહરૂખની આગામી ફિલ્મ ‘જવાન’ના વિરોધમાં આ પ્રદર્શનો થયા હોવાની અટકળો લગાવાઈ રહી હતી. જોકે આ ઘટના પાછળ શાહરૂખની આગામી ફિલ્મ નહીં પણ અન્ય એક કારણ જવાબદાર છે. 

જાણો શા કારણે થઈ રહ્યો છે શાહરૂખ ખાનનો વિરોધ

કેટલાક લોકોએ શાહરૂખ ખાનના મન્નત બંગ્લોની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા કારણ કે, શાહરૂખ ખાન તાજેતરમાં જ એક ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે. શાહરૂખ ખાને આ માટે એક પ્રોમો પણ શૂટ કર્યો છે જેમાં તે ‘ચલો સાથ ખેલે’ એમ કહેતા સંભળાય છે. 

વિરોધ શરૂ કરતા પહેલા પ્રદર્શનકારીઓના સંગઠન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, “અભિનેતા અને અભિનેત્રીઓ આવી જાહેરાતોમાં કામ કરે છે અને તેઓ સમાજને ગુમરાહ કરવાની દિશામાં કામ કરી રહ્યા છે. સામાજીક સંગઠન દ્વારા શાહરૂખ ખાનના બંગ્લો મન્નતની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.”

સંગઠનના અધ્યક્ષ કૃષ્ણચંદ્ર અદલે જણાવ્યું હતું કે, “નવી પેઢી જંગલી રમી રમવામાં વ્યસ્ત છે. અને જો કોઈ બહાર જુગાર રમે છે તો પોલીસ તેમની ધરપકડ કરી લે છે. પરંતુ બોલિવુડના દિગ્ગજ કલાકારો ઓનલાઈન ગેમિંગને પ્રોત્સાહન આપી રહ્યા છે. યુવા પેઢીને ગુમરાહ કરી રહ્યા છે.”

કલાકારો સમાજને ગુમરાહ કરે છે

વિરોધ પ્રદર્શન શરૂ થયું તે પહેલા સંગઠનના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “પ્રસિદ્ધ અભિનેતાઓ અને અભિનેત્રીઓ આવી જાહેરાતોમાં કામ કરે છે અને તેઓ સમાજને ગુમરાહ કરવાની દિશામાં કામ કરી રહ્યા છે. અનટચ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા શાહરૂખ ખાનના મન્નત બંગ્લો બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.”

તેમણે જણાવ્યું હતું કે, “બોલિવુડના કલાકારો પણ જાણે છે કે, આ ખોટું છે પરંતુ તેમને પૈસા મળી રહ્યા છે માટે તેઓ આને પ્રોત્સાહન આપી રહ્યા છે. આપણે આ કલાકારોની ફિલ્મો જોઈને અને તેમના પર આપણાં રૂપિયા ખર્ચ કરીને તેમને પ્રસિદ્ધ બનાવીએ છીએ. અમે આવી જાહેરાતો બંધ કરવાની માગણી કરીએ છીએ.”

રિપોર્ટ્સ પ્રમાણે મુંબઈ પોલીસે મન્નત બહાર પ્રદર્શન કરી રહેલા 4-5 લોકોને કસ્ટડીમાં લીધા હતા. સાથે જ જૂહુના બેન્ડસ્ટેન્ડમાં અભિનેતાના નિવાસ સ્થાનની બહાર તૈનાત પોલીસના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.