Rajinikanthની ભવિષ્યવાણી, 100 ટકા ભારત જ જીતશે વર્લ્ડ કપ

રજનીકાંતની આગામી ફિલ્મ લાલ સલામમાં પણ ક્રિકેટને આવરી લેવાઈ છે અને તેમાં કપિલ દેવનો કેમિયો પણ છે

Courtesy: Image: Twitter

Share:

 

Rajinikanth: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી રવિવારના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડ કપ 2023નો ફિનાલે રમાવા જઈ રહ્યો છે. ક્રિકેટના આ સંગ્રામને લઈ સૌ કોઈ ઉત્સુક છે.ત્યારે સેમીફાઈનલ મેચ જોયા બાદ સુપર સ્ટાર રજનીકાંતે (Rajinikanth) સ્પષ્ટ શબ્દોમાં આ વખતનો વર્લ્ડ કપ ભારત જીતશે તેમ જણાવ્યું છે. 

 

ગત 15 નવેમ્બરના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાયેલા સેમીફાઈનલ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. તે સમયે સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા આડવાણી, શાહિદ કપૂર, રણબીર કપૂર સહિતના કલાકારોએ સ્ટેડિયમમાં જઈને ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું. આ યાદીમાં રજનીકાંતનું નામ પણ સામેલ હતું. ત્યારે હવે થલાઈવરે ફાઈનલ મેચના વિનર અંગે પણ ભવિષ્યવાણી કરી છે. 

Rajinikanthની ભવિષ્યવાણી

સેમીફાઈનલ મેચ જોયા બાદ હવે થલાઈવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ વખતે વર્લ્ડ કપ ભારતનો જ થવાનો છે. જાણવા મળ્યા મુજબ, રજનીકાંતે કહ્યું હતું કે, "સેમી ફાઈનલ દરમિયાન પહેલા હું નર્વસનેસ અનુભવતો હતો, પરંતુ બાદમાં જ્યારે વિકેટો પડતી રહી તો બધું બરાબર થઈ ગયું. તે દોઢ કલાક દરમિયાન હું ખૂબ નર્વસ હતો, પરંતુ મને 100% ખાતરી છે કે વર્લ્ડ કપ આપણો છે."

ફાઈનલ માટે થલાઈવા અમદાવાદ આવે તેવી શક્યતા

સેમીફાઈનલ મેચ જોયા બાદ હવે થલાઈવા 19મી નવેમ્બરની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રવિવારે બપોરે 2 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, અભિનેતા રજનીકાંત (Rajinikanth) આ મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજરી આપશે. પરંતુ હજુ સુધી તેમના તરફથી આવું કોઈ નિવેદન બહાર આવ્યું નથી. હવે જોવાનું એ રહે છે કે તે મેચ જોવા સ્ટેડિયમ પહોંચશે કે નહીં.

રજનીકાંતની ફિલ્મનું ટીઝર રીલિઝ

દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતની આગામી ફિલ્મ ‘લાલ સલામ’નું ટીઝર રીલિઝ થઈ ગયું છે. આ સ્પોર્ટ્સ એક્શન ડ્રામા ફિલ્મની અદ્ભુત ઝલક દેખાડતું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું છે. રજનીકાંતની દીકરી ઐશ્વર્યા રજનીકાંત દ્વારા આ ફિલ્મનું સ્ક્રીન પ્લે અને ડિરેક્શન કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિષ્ણુ વિશાલ અને વિક્રાંતની પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

 

લાલ સલામના ટીઝરમાં દર્શાવ્યું છે કે, એક ગામમાં ક્રિકેટ મેચના લીધે તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ છે. ટીઝર શરૂ થતાં કોમેન્ટેટર કહે છે આ માત્ર એક રમત નથી પણ યુદ્ધ છે. ટીઝરમાં રજનીકાંત (Rajinikanth)ની મોઈદીનભાઈના રોલમાં ઝલક જોવા મળી રહી છે. આ ફિલ્મમાં ભારતને સૌપ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ અપાવનારા ક્રિકેટ લિજન્ડ કપિલ દેવનો પણ એક ખાસ કેમિયો જોવા મળે છે.

Tags :