Raha First Photo: રણબીર કપૂર-આલિયા ભટ્ટે દુનિયાને પહેલીવાર બતાવી પોતાની દીકરી, ક્યૂટ છે એકદમ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પહેલીવાર દુનિયા સમક્ષ પોતાની દીકરીની ઝલક રજૂ કરી હતી. ખૂબ જ સુંદર અને ક્યૂટ લાગી રહી હતી તેમની દીકરી.

Share:

હાઈલાઇટ્સ

  • રણબીર કપૂર અને આલિયાની દીકરી પહેલીવાર આવી સામે
  • કપલે પહેલીવાર પોતાની દીકરીને દુનિયા સમક્ષ બતાવી
  • દાદાની જેવી જ આંખો તેના ક્યૂટનેસમાં વધારો કરે છે

નવી મુંબઈઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જ્યારથી મા-બાપ બન્યા છે ત્યારેથી તેમનો પ્રયાસ એવો છે કે પોતાની દીકરીને મીડિયાથી દૂર રાખે. પરંતુ સોમવારે ક્રિસમસની ઉજવણી પર આ કપલે પોતાની દીકરી રહાનો ઈન્ટ્રો આખી દુનિયા સામે કરાવ્યો હતો. રણબીર અને આલિયા ભટ્ટે પહેલીવાર પોતાની ક્યૂટ દીકરી રહાને મીડિયા સમક્ષ પ્રેઝન્ટ કરી હતી. પોતાના દાદા રાજકપૂરની જેમ સુંદર લીલા રંગની આંખો રહાની ક્યૂટનેસમાં વધારો કરતી હતી. 

એકદમ ક્યૂટ છે રહા 
રહાની ક્યૂટનેસ જોઈને ફેન્સ પણ તેના પર પોતાનો પ્રેમ લૂંટાવી રહ્યા હતા. રણબીર કપૂર અને આલિયા પોતાની દીકરીના જન્મ બાદ મુંબઈના પાપારાઝીઓને બોલાવીને તેમની દીકરીની તસવીરો લેવાની ના પાડી હતી. આ કપલે પોતાની દીકરી સાથે તમામને મળાવ્યા હતા પણ તેની તસવીર ન લેવા માટે રિક્વેસ્ટ કરી હતી. એ પછી ક્યારેય મીડિયામાં રહાની તસવીર શેર થઈ નથી. 
 
એક વર્ષ પછી મીડિયાને બતાવી 


પરંતુ હવે તેમની દીકરી એક વર્ષની થઈ ગઈ છે અને ક્રિસમસ જેવા અવસર પર બંને સ્ટાર પહેલીવાર પોતાની દીકરી સાથે મીડિયા સામે આવ્યા હતા. તસવીરમાં રહાની ક્યૂટનેસ પર તમારુ દિલ પણ આવી જશે. પોતાની ક્યૂટ દીકરીને આલિયાએ પિંક ફ્રોક પહેરાવ્યું હતું. રહાએ બે નાની ચોટીઓ પણ બાંધી હતી. સામે આવેલા વીડિયોથી એ સાબિત થાય છે કે, કપલ પોતાની દીકરીને કેટલો પ્રેમ કરે છે.