આદિપુરુષ બાદ રામાયણનાં નિર્માતા હવે સાવચેતીપૂર્વક આગેકૂચ કરશે

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ આદિપુરુષને જે રીતે લોકોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે તે બાબતનું પુનરાવર્તન ટાળવા રામાયણ આધારિત ફિલ્મ બનાવી રહેલા નિર્માતાઓ વધારે સાવચેતી વર્તી રહ્યા છે.  રણબીર કપૂર અને આલિયા ભટ્ટની રામાયણ પર આધારિત આગામી ફિલ્મ રામાયણના  નિર્માતાઓ આદિપુરુષને નિંદાને ધ્યાનમાં રાખી આ સાવધાની રાખતા હોવાનું ચર્ચા થઈ રહી છે.  નિતેશ તિવારીની […]

Share:

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ આદિપુરુષને જે રીતે લોકોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે તે બાબતનું પુનરાવર્તન ટાળવા રામાયણ આધારિત ફિલ્મ બનાવી રહેલા નિર્માતાઓ વધારે સાવચેતી વર્તી રહ્યા છે. 

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની રામાયણ પર આધારિત આગામી ફિલ્મ રામાયણના  નિર્માતાઓ આદિપુરુષને નિંદાને ધ્યાનમાં રાખી આ સાવધાની રાખતા હોવાનું ચર્ચા થઈ રહી છે. 

નિતેશ તિવારીની રામાયણ પર આધારિત ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રામ અને સીતાની ભૂમિકામાં જોવા મળશે. આ મહિનાની શરૂઆતમાં થિયેટરોમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની આદિપુરુષ સામેના વિરોધ પછી ભારતીય મહાકાવ્ય પર આધારિત આગામી ફિલ્મના નિર્માતાઓ કેવી રીતે આ ફિલ્મને આગાળ વધારે છે જોવું રહેશે. તેઓ આ બાબતએ વધારે સાવધાની વર્તી રહ્યા છે.

ફિલ્મ દંગલના નિર્દેશક હવે ફિલ્મ રામાયણની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મને લઈને એક મોટી અપડેટ આવી છે. ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રામ-સીતા અને સાઉથના સુપરસ્ટાર યશ રાવણના રોલમાં હશે તેવી માહિતી સામે આવી હતી. જોકે, KGFના યશે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની રામાયણમાં રાવણની ભૂમિકા કરવાની ઑફર નકારી કાઢી, ચાહકો કહે છે કે તેણે ‘શ્રેષ્ઠ નિર્ણય’ લીધો છે. 

ઓમ રાઉતના આદિપુરુષની તેના સંવાદો માટે નિંદા કરવામાં આવી હતી અને બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો. નિર્માતાઓને ફિલ્મના VFX તેમજ કોસ્ચ્યુમ માટે પણ ટીકાઓ મળી હતી. આદિપુરુષમાં મુખ્ય પાત્રો પ્રભાસ કે જેણે રાઘવનું રામ આધારિત , સૈફ અલી ખાને લંકેશ (રાવણ) અને કૃતિ સેનન જાનકી (સીતા)ની ભૂમિકામાં હતા. 

નિતેશ તિવારીની રામાયણ પરની ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આદિપુરુષના પ્રતિભાવ જોઈને અને તેની કેવી રીતે ટીકા કરવામાં આવી છે તે જોતાં, ‘નિતેશ તિવારી અને તેમની ટીમ રામાયણ બનાવવા કેવો અભિગમ અપનાવવો તે બાબતે સાવધ રહેવા માંગે છે. સૂત્રો એ જણાવ્યું કે, 

મેકર્સ ફિલ્મને શક્ય તેટલું અધિકૃત રાખવા માંગે છે. તેઓ સંવાદોમાં પણ સાવચેતી રાખશે. આદિપુરુષના કેટલાક ડાયલોગ વાયરલ થઈ રહ્યા છે જેને ટીકાનો સામનો કરવો પડ્યો છે. 

ટ્રેડ વિશ્લેષક રમેશ બાલાએ પણ તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે, નિતેશ તિવારની ફિલ્મ આદિપુરૂષની જેમ એક મોશન કેરિકેચર નહીં, પરંતુ એક વાસ્તવિક કલાકારોની ફિલ્મ બનશે. નિતેશ ફિલ્મમાં દેખાવનું ધ્યાન રાખશે, પાત્રને આદરણીય બનાવવા પર ધ્યાન આપશે. ફિલ્મમાં વિવાદાસ્પદ ગીતો નહીં મૂકે પરંતુ તેને કોઈ વિવાદ સર્જે નહીં તેવા બનાવશે. તેઓ સ્ક્રીન પર ભગવાનને બતાવશે તેથી કોઈ સમકાલીન પોશાક કે મેકઅપનો ઉપયોગ નહીં થાય. મૂળભૂત રીતે, તેઓએ દરેક પાસાઓ વિશે સાવચેત રહેશે.  ફિલ્મને એવી બનાવવી જોઈએ જેને પ્રેક્ષકોની સ્વીકૃતિ મળી રહે.