Ranbir Kapoor: એનિમલનું કેરેક્ટર પિતાથી ઈન્સ્પાયર્ડ, કહ્યું- પપ્પા ખૂબ અગ્રેસિવ હતા

આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે અને તેની ટક્કર વિકી કૌશલની સામ બહાદુર સાથે થશે

Courtesy: Image: Twitter

Share:

 

Ranbir Kapoor: બોલિવુડના ચોકલેટી હીરો તરીકે છવાઈ ગયેલા રણબીર કપૂર (Ranbir Kapoor) સ્ટારર ફિલ્મ 'એનિમલ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં રણબીર એક અલગ જ અવતારમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર એક્શનથી ભરપૂર છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક અદભુત છે.

 

સાડા ​​3 મિનિટના આ ટ્રેલરમાં રણબીર અને અનિલ વચ્ચેની તીવ્ર વાતચીત, વિસ્ફોટક એક્શન સીન, ઈમોશનલ સીન અને બોબી દેઓલનો ડર જોવા મળે છે.

Ranbir Kapoor જોવા મળશે એક્શન અવતારમાં

એનિમલમાં રણબીર કપૂર ઉપરાંત અનિલ કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરી જોવા મળશે. આ ફિલ્મ શરૂઆતમાં 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ પોસ્ટ-પ્રોડક્શનને લગતી સમસ્યાઓને કારણે તેની તારીખ 1 ડિસેમ્બર કરવામાં આવી હતી.

 

નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ આ ફિલ્મમાં રણબીર કપૂર (Ranbir Kapoor)ની પ્રતિભાનો ખૂબ જ સુંદર ઉપયોગ કર્યો છે. આ પહેલીવાર છે જ્યારે રણબીર એક્શન અવતારમાં જોવા મળ્યો છે અને તે ખરેખર અદ્ભુત લાગી રહ્યો છે. જાણકારી મળી છે કે આ ફિલ્મમાં તે નાની ઉંમરથી લઈને 50 વર્ષ સુધીના રોલમાં જોવા મળશે.

ટ્રેલર લોન્ચિંગમાં કર્યા પિતાને યાદ 

ગુરુવારે રણબીર કપૂર અને રશ્મિકા મંદાના ફિલ્મ એનિમલની ટ્રેલર લોન્ચ ઈવેન્ટ માટે દિલ્હી પહોંચ્યા હતા. આ ઈવેન્ટમાં બોબી દેઓલ, ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા અને પ્રોડ્યુસર ભૂષણ કુમાર પણ જોવા મળ્યા હતા. રણબીર ફુલ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. જ્યારે રશ્મિકા શિફોન પ્રિન્ટેડ સાડી પહેરેલી જોવા મળી હતી.

 

ઈવેન્ટમાં જ્યારે રણબીર કપૂર (Ranbir Kapoor)ને તેના રોલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, એનિમલના શૂટિંગ દરમિયાન તે ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાને પોતાને રેફરન્સ આપવા માટે કહેતો હતો. આ રોલ દરમિયાન અર્ધજાગૃતપણે તેણે પિતા ઋષિ કપૂરને યાદ કર્યા હતા. 

 

રણબીર કપૂરે એમ પણ કહ્યું હતું કે, તેના પિતા ખૂબ જ પેશનેટ અને અગ્રેસિવ હતા અને તેમને ધ્યાનમાં રાખીને તેણે ફિલ્મનું પાત્ર ભજવ્યું હતું. રણબીરે જણાવ્યું કે, તેના પિતા ખૂબ ભાવુક અને ઈમાનદાર વ્યક્તિ હતા માટે જ તેણે પોતાના પાત્રમાં પિતાના એ વારસાને ઉતારવા પ્રયત્ન કર્યો હતો. 

ફિલ્મને 'A' સર્ટિફિકેટ મળ્યું 

એનિમલને સેન્સર બોર્ડ તરફથી 'A' પ્રમાણપત્ર મળ્યું છે. આ માહિતી આપતાં ડિરેક્ટર સંદીપ રેડ્ડીએ હાલમાં જ એક ટ્વીટ શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, આ ફિલ્મ 3 કલાક 21 મિનિટની છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે અને તેની ટક્કર વિકી કૌશલની સામ બહાદુર સાથે થશે.