Ranbir Kapoor: કોલર બોન પર કરાવ્યું પત્ની આલિયા નહીં પણ એક ખાસ વ્યક્તિના નામનું ટેટૂ

બોલિવુડના ચોકલેટી હીરો તરીકે છવાઈ ગયેલા રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'એનિમલ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે

Courtesy: Twitter

Share:

Ranbir Kapoor: બોલિવુડ અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) આજકાલ પોતાની આગામી ફિલ્મ એનિમલને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ આગામી 1 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આવી સ્થિતિમાં રણબીર ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે. ફિલ્મ સિવાય રણબીર તેના નવા ટેટૂને લઈને પણ સોશિયલ મીડિયા પર સેન્સેશન બન્યો છે. જેની એક ઝલક હાલમાં જ ફિલ્મ એનિમલની પ્રમોશન ઈવેન્ટમાં જોવા મળી હતી.


Ranbir Kapoorનું ટેટૂ છે ખાસ
તાજેતરમાં જ રણબીર કપૂર પોતાની આગામી ફિલ્મની હિરોઈન રશ્મિકા મંદાના સાથે ચેટ શો અનસ્ટોપેબલ વિથ એનબીકેમાં પહોંચ્યો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેતા પોતાની ગરદન પર એક નવું ટેટૂ ફ્લોન્ટ કરતો જોવા મળ્યો હતો. રણબીર કપૂરે આ ટેટૂ પોતાના કોલર બોન પર કરાવ્યું છે. અભિનેતાએ ટેટૂમાં પોતાની પુત્રી રાહાનું નામ લખાવ્યું છે. એટલા માટે આ ટેટૂ ખૂબ જ ખાસ છે.


એક વર્ષની થઈ ગઈ રાહા
આલિયા અને રણબીરે તાજેતરમાં જ ખૂબ જ મસ્ત અંદાજ અને હટકે રીતે દીકરી રાહની ફર્સ્ટ બર્થ ડેનું સેલિબ્રેશન કર્યુ હતું. સેલિબ્રેશનની કેટલીક તસવીરો આલિયાએ સોશિયલ મિડીયામાં શેર કરી છે. જોકે આ તસવીરોમાં રાહાનો ફેસ દેખાતો નથી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે (Ranbir Kapoor) એપ્રિલ 2022માં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં તેમના ઘરે ઈન્ટિમેટ વેડિંગ કરી હતી. આ પછી, દંપતીએ તે જ વર્ષે નવેમ્બરમાં તેમની પુત્રી રાહાનું સ્વાગત કર્યું હતું. 


એનિમલનું ટ્રેલર રિલીઝ
બોલિવુડના ચોકલેટી હીરો તરીકે છવાઈ ગયેલા રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'એનિમલ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં રણબીર એક અલગ જ અવતારમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર એક્શનથી ભરપૂર છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક અદભુત છે.

સાડા ​​3 મિનિટના આ ટ્રેલરમાં રણબીર અને અનિલ વચ્ચેની તીવ્ર વાતચીત, વિસ્ફોટક એક્શન સીન, ઈમોશનલ સીન અને બોબી દેઓલનો ડર જોવા મળે છે.


રણબીર જોવા મળશે એક્શન અવતારમાં
એનિમલમાં રણબીર કપૂર ઉપરાંત અનિલ કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરી જોવા મળશે. આ ફિલ્મ શરૂઆતમાં 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ પોસ્ટ-પ્રોડક્શનને લગતી સમસ્યાઓને કારણે તેની તારીખ 1 ડિસેમ્બર કરવામાં આવી હતી.

નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ આ ફિલ્મમાં રણબીર કપૂર (Ranbir Kapoor)ની પ્રતિભાનો ખૂબ જ સુંદર ઉપયોગ કર્યો છે. આ પહેલીવાર છે જ્યારે રણબીર એક્શન અવતારમાં જોવા મળ્યો છે અને તે ખરેખર અદ્ભુત લાગી રહ્યો છે. જાણકારી મળી છે કે આ ફિલ્મમાં તે નાની ઉંમરથી લઈને 50 વર્ષ સુધીના રોલમાં જોવા મળશે.