Randeep Hoodaએ મૈતેઈ પરંપરા પ્રમાણે ખૂબ જ અલગ રીતે લિન લેશરામ સાથે લગ્ન કર્યા

રણદીપને દુલ્હનના ટ્રેડિશનમાં લગ્ન કરવાં વધુ રિસ્પેક્ટફુલ લાગ્યું અને તેના મતે આ કલ્ચરલ એક્સચેન્જ છે

Courtesy: Image: Twitter

Share:

 

Randeep Hooda: બોલિવુડ અભિનેતા રણદીપ હુડા (Randeep Hooda)એ બુધવારે પોતાની ગર્લફ્રેન્ડ લિન લેશરામની સાથે મણિપુરના ઈમ્ફાલમાં પારંપરિક રિત-રિવાજો પ્રમાણે લગ્ન કર્યા હતા. રણદીપે સોશિયલ મીડિયા પર પોતાનીા મણિપુરી લગ્નની સુંદર તસવીરો પણ શેર કરી છે. 

Randeep Hoodaના મૈતઈ પરંપરાથી લગ્ન

રણદીપ હુડા અને તેની ગર્લફ્રેન્ડ મણિપુરી પહેરવેશમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. લિનનો પહેરવેશ અને ઘરેણા એકદમ અલગ છે. તસવીરો અને વીડિયોમાં તે તેના પરિવાર અને સંબંધીઓથી ઘેરાયેલો જોવા મળ્યો હતો. લગ્ન સમારોહના અન્ય એક વીડિયો અને તસવીરોમાં લિનને પરંપરાગત મણિપુરી દુલ્હનના પોશાકમાં જોઈ શકાય છે.

 

મણિપુરી વરરાજાના પરંપરાગત પોશાકમાં સફેદ સુતરાઉ ધોતી અથવા રોલ્ડ અપ પેન્ટ, કુર્તા અને પાઘડી, જેને સ્થાનિક રીતે કોકિત તરીકે ઓળખાય છે તેનો સમાવેશ થાય છે. ટિપિકલ વરરાજાની જેમ રણદીપ પણ સફેદ રંગની સાદી શાલમાં જોવા મળ્યો હતો. 

 

લિને પોટલોઈ અથવા પોલોઈ નામનો ડ્રેસ પહેર્યો હતો. જે જાડા કાપડ અને સખત વાંસથી બનેલો સ્કર્ટ જેવો હોય છે. તેને ઘણીવાર સાટિન અને વેલ્વેટ ફેબ્રિકથી શણગારવામાં આવે છે અને ઝવેરાત અને ઝગમગાટથી સજાવવામાં આવે છે.

બોલિવુડ સેલેબ્સથી અલગ રીતે લગ્ન

અલગ પહેરવેશ અને રીતરિવાજોને લીધે અન્ય બોલીવુડ સેલિબ્રિટી કરતા રણદીપ હુડા (Randeep Hooda)નાં લગ્ન જુદા જ લાગે છે. વળી તેમણે અન્ય સેલિબ્રિટીની જેમ માર્કેટિંગ પણ ન કર્યું હોવાથી ખૂબ શાંતિથી તેમના લગ્ન થઈ ગયા હોવાનું લાગી રહ્યું છે. તેમની તસવીરો અને વીડિયોને ફેન્સ પસંદ કરી રહ્યા છે અને વધામણાં આપી રહ્યા છે.

લાઈફ પાર્ટનરના કલ્ચરનો અનુભવ

તેમણે લગ્ન પહેલાં મંગળવારે ઈમ્ફાલમાં આવેલા મંદિરની પણ મુલાકાત લીધી હતી. લગ્ન પહેલાં રણદીપે કહ્યું હતું કે, "હું ખૂબ જ ખુશ છું. દુલ્હનના ટ્રેડિશનમાં લગ્ન કરવાં મને વધુ રિસ્પેક્ટફુલ લાગ્યું. મેં સાંભળ્યું છે કે મૈતેઈ લવ મૅરેજિસમાં દુલ્હાએ લાંબા સમય સુધી લગ્નમાં બેસવું પડે છે. જોકે એમ છતાં હું સેરેમની અને ટ્રેડિશન્સ માટે આતુર છું. મારે મારી લાઈફ-પાર્ટનરના કલ્ચરનો એક્સ્પીરિયન્સ કરવો હતો અને એથી હું અહીં છું.” 

 

વધુમાં જણાવ્યું હતું કે, “આશા રાખું છું કે હું કોઈ ભૂલ નહીં કરું. અમે ખૂબ જ લાંબા સમયથી તેમના કલ્ચર અને મણિપુરના કલ્ચર વિશે વાત કરી રહ્યાં છીએ. આશા રાખું છું કે બધું સારી રીતે પતે. અમારા માટે આ કલ્ચરલ એક્સચેન્જ છે. અમે ખૂબ જ લાંબા સમયથી ફ્રેન્ડ્સ છીએ. અમે થિયેટર્સમાં હતાં ત્યારે મળ્યાં હતાં. અમે ત્યારથી સારા ફ્રેન્ડ્સ હતા અને હવે ફૅમિલી બની રહ્યા છીએ."