રશ્મિકા મંદાનાએ તેની આગામી ફિલ્મ ‘એનિમલ’ નો ફર્સ્ટ લુક શેર કર્યો

અભિનેતા રણબીર કપૂર અને અનિલ કપૂર બાદ હવે અભિનેત્રી રશ્મિકા મંદાનાએ તાજેતરમાં જ બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘એનિમલ’ માંથી તેનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. જેમાં રશ્મિકા મંદાના શાનદાર લૂકમાં જોવા મળી રહી છે. રશ્મિકા મંદાનાએ ઈન્સ્ટાગ્રામ પર તેના પાત્ર ગીતાંજલિનો તેના ફોલોઅર્સ સાથે પરિચય કરાવ્યો હતો. ‘એનિમલ’ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. […]

Share:

અભિનેતા રણબીર કપૂર અને અનિલ કપૂર બાદ હવે અભિનેત્રી રશ્મિકા મંદાનાએ તાજેતરમાં જ બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘એનિમલ’ માંથી તેનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. જેમાં રશ્મિકા મંદાના શાનદાર લૂકમાં જોવા મળી રહી છે. રશ્મિકા મંદાનાએ ઈન્સ્ટાગ્રામ પર તેના પાત્ર ગીતાંજલિનો તેના ફોલોઅર્સ સાથે પરિચય કરાવ્યો હતો. ‘એનિમલ’ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રશ્મિકા મંદાનાના ફર્સ્ટ લુકનું પોસ્ટર

પોસ્ટરમાં રશ્મિકા મંદાના જમીન તરફ જોઈને હસતી જોવા મળી રહી છે. રશ્મિકા મંદાનાએ મરૂન ચેક સાડી પહેરી છે. રશ્મિકા મંદાનાએ પોસ્ટને કેપ્શન આપ્યું, “તમારી ગીતાંજલિ.” 

એક ચાહકે કમેન્ટમાં લખ્યું, “ગીતાંજલિ એક રસપ્રદ પાત્રનું નામ લાગે છે.” અન્ય એક વ્યક્તિએ લખ્યું, “આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમારાથી શ્રેષ્ઠ કોઈ નથી, તમે સૌથી સુંદર અને ખૂબસૂરત છો.”

બલબીર સિંહ તરીકે અનિલ કપૂર

તાજેતરમાં, ફિલ્મની ટીમે અભિનેતા અનિલ કપૂરનું ફર્સ્ટ લૂક રિલીઝ કર્યું હતું. તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટર શેર કર્યું અને તેને કેપ્શન આપ્યું, “એનિમલનો પિતા બલબીર સિંહ!” પોસ્ટરમાં અનિલ કપૂર તેની છાતી પર પટ્ટી બાંધીને અને ચહેરા પર ગંભીર હાવભાવ સાથે ખુરશી પર બેઠો હતો. તે બલબીર સિંહનું પાત્ર ભજવશે.

એનિમલ ફિલ્મ વિશેની માહિતી 

સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મમાં રણબીર કપૂર, તૃપ્તિ ડિમરી અને બોબી દેઓલ, રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે. મેકર્સ 28 સપ્ટેમ્બરે રણબીર કપૂરના જન્મદિવસ પર ફિલ્મનું ટીઝર રિલીઝ કરશે. તાજેતરમાં જ ફિલ્મની ટીમે રણબીર કપૂરનું ફર્સ્ટ લૂક રિલીઝ કર્યું હતું. પોસ્ટરમાં રણબીર કપૂર સિગારેટ પીતો અને વાદળી સૂટમાં લાઈટર પકડેલો જોવા મળ્યો હતો.  

એનિમલ ફિલ્મનું પ્રી-ટીઝર

અગાઉ, નિર્માતાઓએ ફિલ્મનું પ્રી-ટીઝર રિલીઝ કર્યું હતું. વીડિયોમાં, ઘણા લોકોએ સ્કલ માસ્ક, સફેદ શર્ટ અને ટાઈ પહેરી હતી. તેઓ કુહાડીનો પણ ઉપયોગ કરતા હતા. ટીઝરમાં રણબીર કપૂરે હાથમાં કુહાડી લઈને ઘણા લોકોને મારી નાખ્યા, જેમાંથી ઘણા લોકો ભાગી જવામાં સફળ થયા. 

રણબીર કપૂરે સફેદ ધોતી અને કુર્તો પહેર્યો હતો. તેણે દાઢી અને વાળ લાંબા રાખ્યા હતા. ટીઝરમાં અભિનેતાના ચહેરાનો માત્ર એક ભાગ દર્શાવવામાં આવ્યો હતો પરંતુ તેના ચહેરા પર કેટલાક નિશાન દેખાતા હતા. ફિલ્મ 1 ડિસેમ્બરે હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ એમ પાંચ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ગત વર્ષે રણબીર કપૂર બ્રહ્માસ્ત્ર ફિલ્મના કારણે ચર્ચામાં હતો જેમાં તેણે સારુ કામ કર્યું હતું. ફિલ્મમાં રણબીર કપૂરના એકશન અંદાજને ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો અને ફિલ્મ બ્લોકબ્લસ્ટર સાબિત થઈ હતી. એવામાં હવે ફેન્સ રણબીર કપૂરની આગામી ફિલ્મને લઈને ખુબ જ ઉત્સાહિત છે.