Rashmika Mandannaએ રણબીર કપૂરને એનિમલ ફિલ્મના પ્રમોશન દરમિયાન તેલુગુ શીખવી

એનિમલ ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે

Courtesy: Image: Twitter

Share:

 

Rashmika Mandanna: અભિનેતા રણબીર કપૂર અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) તેમની આગામી ફિલ્મ એનિમલના પ્રમોશનમાં વ્યસ્ત છે. બુધવારે, બંને ઈન્ડિયન આઈડલના સેટની બહાર જોવા મળ્યાં હતાં. પાપારાઝી સાથે વાતચીત કરતી વખતે રણબીર કપૂરે તેલુગુમાં વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. રશ્મિકા મંદાનાએ રણબીર કપૂરને તેલુગુમાં વાત કરતા શીખવ્યું હતું. 

રણબીર કપૂર- Rashmika Mandanna એનિમલ ફિલ્મને પ્રમોટ કરવા ઈન્ડિયન આઈડલના સેટ પર પહોંચ્યા હતા 

રણબીર કપૂર અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) 22 નવેમ્બરે તેમની ફિલ્મ એનિમલને પ્રમોટ કરવા માટે ઈન્ડિયન આઈડલના સેટ પર પ્રવેશ્યા ત્યારે રણબીર કપૂરે આકસ્મિકપણે એક પાપારાઝીને પૂછ્યું, "તમે તેલુગુ કેવી રીતે જાણો છો?” કેમેરામેને તરત જ જવાબ આપ્યો, "તે મારી માતૃભાષા છે." આના કારણે રણબીર કપૂર અને પાપારાઝી વચ્ચે વાતચીત થઈ અને અભિનેતાએ તેને તેલુગુ ભાષામાં 'નમસ્કારમ' કહ્યું હતું. ત્યારબાદ રશ્મિકા મંદાનાએ તેલુગુમાં નેનો બગુનાનુ મીરા બાગુનારુ (હું ઠીક છું અને તમે કેમ છો) બોલવાનું શિખવાડ્યું હતું. કેમેરાની સામે બંનેની વાતચીત સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

 

રણબીર કપૂર અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) બંને શાનદાર લૂકમાં જોવા મળ્યા હતા. તે બંને અગાઉ ઈન્ડિયન આઈડલના સેટ પર પણ જોવા મળ્યાં હતાં. રણબીર કપૂર બ્લુ કલરના સૂટ અને બ્લેક કલરના સનગ્લાસમાં રશ્મિકા મંદાના સાથે જોવા મળ્યો હતો. રશ્મિકા મંદાના પીન્ચ કલરની સાડીમાં જોવા મળી હતી. રશ્મિકા મંદાના સાડીમાં ખૂબ સુંદર લાગી રહી હતી. મિનિમમ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે ગળામાં હેવી નેકલેસ પહેર્યું હતું.

 

રણબીર કપૂર અને એનિમલની ટીમ તાજેતરમાં બાલકૃષ્ણના ટોક શો અનસ્ટોપેબલમાં જોવા મળ્યા હતા. ત્યાં, બોલિવૂડ અભિનેતાએ ટોલીવુડ અભિનેતાની ફિલ્મ લિજેન્ડનો એક પ્રખ્યાત સંવાદ રજૂ કર્યો. તેણે શોમાં કહ્યું હતું કે, "બંસુરી જીંકે મુંડુ ઉડુ, સિંઘમ મુંડુ કડુ." રણબીર કપૂરે શોમાં પૈસા વસૂલ ગીત પર ડાન્સ પણ કર્યો હતો. 

એનિમલ ફિલ્મ વિશેની માહિતી 

અર્જુન રેડ્ડી અને કબીર સિંહ ફેમ સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત, એનિમલ સ્ટાર્સ રણબીર કપૂર, રશ્મિકા મંદાના (Rashmika Mandanna), અનિલ કપૂર અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર 23મી નવેમ્બરે રિલીઝ થશે અને તે આ વર્ષે 1લી ડિસેમ્બરે અનેક ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મ પછી સંદીપ રેડ્ડી વાંગા પ્રભાસ સાથે સ્પિરિટમાં ફિલ્મમાં કામ કરશે. 

રશ્મિકા મંદાનાના આગામી પ્રોજેક્ટ્સ

રશ્મિકા મંદાના (Rashmika Mandanna) પાસે પાસે ઘણા પ્રોજેક્ટ્સ પાઈપલાઈનમાં છે, જેમાં પુષ્પાની બહુપ્રતિક્ષિત સિક્વલનો સમાવેશ થાય છે. હિન્દી પ્રોજેક્ટ સિવાય તે ટૂંક સમયમાં રેઈન્બો અને ગર્લફ્રેન્ડ નામની ફિલ્મોમાં જોવા મળશે. હાલમાં રેઈન્બો અને પુષ્પા બંનેનું શૂટિંગ ચાલી રહ્યું છે.