ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી: શું વિક્કી કૌશલની આ ફિલ્મ ગ્રેટ બનશે?

‘મસાન’, ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ જેવી ફિલ્મો આપનારા વિક્કી કૌશલ હાલ ફેમિલી ઓડિયન્સ માટે ફિલ્મો બનાવવામાં વ્યસ્ત છે. ‘ગોવિંદા નામ મેરા’ અને ‘જરા હટકે જરા બચકે’ બાદ વિક્કી કૌશલ હવે ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’ (TGIF) લઈને આવ્યા છે. તાજેતરમાં રીલિઝ થયેલી ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીને ધૂમ સીરિઝ ડાયરેક્ટ કરનારા ડાયરેક્ટર વિજય કૃષ્ણ આચાર્યે ડાયરેક્ટ કરી […]

Share:

‘મસાન’, ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ જેવી ફિલ્મો આપનારા વિક્કી કૌશલ હાલ ફેમિલી ઓડિયન્સ માટે ફિલ્મો બનાવવામાં વ્યસ્ત છે. ‘ગોવિંદા નામ મેરા’ અને ‘જરા હટકે જરા બચકે’ બાદ વિક્કી કૌશલ હવે ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’ (TGIF) લઈને આવ્યા છે. તાજેતરમાં રીલિઝ થયેલી ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીને ધૂમ સીરિઝ ડાયરેક્ટ કરનારા ડાયરેક્ટર વિજય કૃષ્ણ આચાર્યે ડાયરેક્ટ કરી છે.  ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીમાં વિક્કી કૌશલ, માનુષી છિલ્લર, મનોજ પાહવા, કુમુદ મિશ્રા અને યશપાલ શર્મા જોવા મળે છે. 

ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીની વાર્તા 

ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીને નાના શહેરની પૃષ્ઠભૂમિ પર તૈયાર કરવામાં આવી છે. તેમાં દેશીપણું અને નાના શહેરોની વાતો પરોવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉપરાંત ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીમાં હિન્દુ-મુસ્લિમ સંબંધો અંગે પણ મેસેજ આપવા પ્રયત્ન કરાયો છે. જોકે આખી ફિલ્મમાં આ પ્રકારના વિષયને બનાવવા માટે જરૂરી મજબૂત વાર્તા અને મજબૂત મેસેજ સાથે દર્શકોનું મનોરંજન કરવાની આવડત જ મિસ થઈ ગઈ છે. 

ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી ખૂબ લંબાવી દીધી હોય એમ લાગે છે અને વધુ પડતો ઉપદેશ આપવા પ્રયત્ન થયો હોય તેમ લાગે છે કેમકે જો મેસેજને એન્ટરટેઈનમેન્ટના ડોઝ સાથે આપવામાં આવે તો દર્શકોના ગળે ઉતારવો આસાન થઈ જાય છે. જોકે ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી મેસેજ અને એન્ટરટેઈનમેન્ટનું કોકટેઈલ બનવામાં સાવ નબળી બની ગઈ છે. 

જાણો ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીની સ્ટોરી

ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીની કહાની વેદ વ્યાસ ત્રિપાઠીની છે જે પોતાના ભજનોના કારણે ભજન કુમાર તરીકે પ્રખ્યાત છે. ભજન કુમારના પિતાનું નામ સિયારામ ત્રિપાઠી છે અને સમગ્ર બલરામપુરમાં તેમની નામના છે. દરેક ધાર્મિક કાર્યક્રમમાં તેમને બોલાવવામાં આવે છે. તેમને પંડિત મિશ્રા સાથે વેરભાવ હોય છે. 

ભજન કુમારનો પરિવાર ખૂબ મોટો છે અને તેઓ તેને પોતાના જીવનના સાપ સમાન માને છે. ત્યાર બાદ અચાનક એક ચિઠ્ઠી આવે છે અને બધું બદલાઈ જાય છે. પંડિતજીનો દીકરો મુસ્લિમ બની જાય છે. જોકે એવું શા માટે બને છે અને ભજન કુમાર તમામ પરિસ્થિતિને કઈ રીતે સરખી કરે છે તે આ ફિલ્મમાં દર્શાવ્યું છે. 

આશરે 2 કલાકની ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી ફિલ્મમાં અનેક હળવી પળો આવરી લેવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. જોકે ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીના ડાયરેક્ટર જે મેસેજ આપવા ઈચ્છે છે તે મેસેજ ભલે સારો છે પણ ફિલ્મની વાર્તા તે મેસેજને સપોર્ટ નથી કરી શકી. આ કારણે ફિલ્મનો મૂળ ઉદ્દેશ્ય એન્ટરટેઈનમેન્ટ જ મિસ થઈ જાય છે અને મેસેજ વધુ પડતો હાવી થઈ જાય છે.