IPLનાં અંતે JioCinema તેનાં કન્ટેન્ટ માટે પૈસા વસુલશે 

JioCinema ઉપર હાલમાં IPL દર્શાવાઈ રહી છે અને તેને તેનાં વ્યુઅરશિપના રેકોર્ડ તોડી રહી છે ત્યારે રિલાયન્સની માલિકીની JioCinema ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સમાપ્તિ પછી તેની સામગ્રી માટે ચાર્જ લેવાનું શરૂ કરે તેવી શક્યતા છે.  રિલાયન્સની માલિકીની Viacom18 ની JioCinema નેટફ્લિક્સ અને વોલ્ટ ડિઝની જેવી વૈશ્વિક મોટી કંપનીઓનો સામનો કરવા માટે તેના પ્લેટફોર્મ પર 100 […]

Share:

JioCinema ઉપર હાલમાં IPL દર્શાવાઈ રહી છે અને તેને તેનાં વ્યુઅરશિપના રેકોર્ડ તોડી રહી છે ત્યારે રિલાયન્સની માલિકીની JioCinema ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સમાપ્તિ પછી તેની સામગ્રી માટે ચાર્જ લેવાનું શરૂ કરે તેવી શક્યતા છે. 

રિલાયન્સની માલિકીની Viacom18 ની JioCinema નેટફ્લિક્સ અને વોલ્ટ ડિઝની જેવી વૈશ્વિક મોટી કંપનીઓનો સામનો કરવા માટે તેના પ્લેટફોર્મ પર 100 થી વધુ ફિલ્મો અને ટીવી શ્રેણીઓ સાથેના કન્ટેન્ટને મૂકવાની યોજના બનાવી રહ્યું છે. જેનાં માટે તે કિંમત વસૂલ કરશે. 

પરંતુ સાથે જ ક્રિકેટ લીગના સત્તાવાર ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનર IPLનું  ફ્રી પ્રસારણ ચાલુ રાખશે.  જે આ વર્ષે દર્શકોના રેકોર્ડ તોડી રહ્યું છે. 

રિલાયન્સના મીડિયા અને કન્ટેન્ટ બિઝનેસના પ્રમુખ જ્યોતિ દેશપાંડેએ જણાવ્યું હતું કે JioCinemaનાં વિસ્તરણ સાથે જ તેનાં  કન્ટેન્ટ માટે ચાર્જ વસૂલવાની શરૂઆત કરાશે. જોકે કિંમતની ચોક્કસ વ્યૂહ રચના હજુ નક્કી કરવામાં આવી રહી છે.

નવા કન્ટેન્ટ 28 મેના રોજ IPLના અંત પહેલા ઉમેરવાનું  શરૂ કરવામાં આવશે. દર્શકો ત્યાં સુધી મેચ મફતમાં જોઈ શકશે, એમ તેણીએ જણાવ્યું હતું. દર્શકો માટે ચેનલના દર અત્યંત સરળ રાખવાનું ધ્યેય છે. હાલમાં વિવિધ સ્તરે આવનારા કાર્યક્રમોમાં પાશ્ચાત્ય સામગ્રીનું પ્રભુત્વ છે અને અમે આ પ્લેટફોર્મ દ્વારા બને તેટલી ભારતીય કન્ટેન્ટ દર્શાવવા માંગી છીએ. 

ભારત દેશ ચૂકવાતી કિંમત અંગે ઘણું સભાન બજાર છે અને તેને ધ્યાનમાં લઈ 

Netflix ને પ્રવેશ કરવા માટે કિંમતોમાં ઘટાડો કરવાની ફરજ પાડી હતી, જ્યારે  ઘણા પ્રાદેશિક OTTs છે તેમનો પણ સારો સબ્સ્ક્રાઇબર બેઝ છે કારણ કે તેઓ સ્થાનિક પીકચર પોવા જતા લોકોને આકર્ષે છે. જોકે, JioCinemaના વિસ્તારણને ધ્યાનમાં રાખી તેનાં ભાવ અને અપાતાં કન્ટેન્ટનો નિર્ણય લેવામાં આવશે. 

હાલમાં, આઇપીએલ જીઓ, એરટેલ, વીઆઈ, અને એરટેલ તમામ વપરાશકર્તાઓ માટે મફત રાખવામાં આવશે તેમ પણ JioCinemaએ એક ટ્વિટમાં જણાવ્યું હતું. 

JioCinemaએ હાલમાં દાવો કર્યો હતો કે, પ્રથમ સપ્તાહમાં આ પ્લેટફોર્મ દ્વારા 5.5 બિલિયન યુનિક વિડીયો જોવામાં આવ્યા હતા અને ચેન્નાઈ સુપર કિંગ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની 12 એપ્રિલ 2023 ની  મેચ રેકોર્ડતોડ 22 મિલિયન લોકોએ જોઈ હતી.

ટેલિવિઝન માટે પણ IPL જોનારાના આંકડા  રેકોર્ડ – તોડનારા છે, કારણ કે 20 થી વધુ ચેનલો પર મેચોનું પ્રસારણ કરતી ડિઝની સ્ટારે જણાવ્યું હતું કે પ્રથમ 10 IPL રમતોનો જોવાનો સમય 62.3 અબજ મિનિટનો છે.