રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ આપવા અંગે મૌન તોડયું

અભિનેત્રી રિયા ચક્રવર્તીએ ઈન્ડિયા ટુડે સાથેના એક ઈન્ટરવ્યુમાં તેના દિવંગત બોયફ્રેન્ડ-એક્ટર સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ આપવા અંગેના પ્રશ્ન વિશે મૌન તોડયું હતું. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને ત્રણ વર્ષ થઈ ગયા છે. તેણે 2020 માં પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનું નામ તેને ડ્રગ્સ આપવાના કેસમાં સામે આવ્યું હતું. રિયા […]

Share:

અભિનેત્રી રિયા ચક્રવર્તીએ ઈન્ડિયા ટુડે સાથેના એક ઈન્ટરવ્યુમાં તેના દિવંગત બોયફ્રેન્ડ-એક્ટર સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ આપવા અંગેના પ્રશ્ન વિશે મૌન તોડયું હતું. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને ત્રણ વર્ષ થઈ ગયા છે. તેણે 2020 માં પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનું નામ તેને ડ્રગ્સ આપવાના કેસમાં સામે આવ્યું હતું. રિયા ચક્રવર્તીએ એ પણ કહ્યું કે લોકો તેને જોઈને કેવી પ્રતિક્રિયા આપે છે.

રિયા ચક્રવર્તી વિશે લોકોની પ્રતિક્રિયા 

રિયા ચક્રવર્તીએ કહ્યું, “સાચું કહું તો, જ્યારે હું એક રૂમમાં પ્રવેશ કરું છું, ત્યારે હું જોઈ શકું છું કે લોકો મારી તરફ દયાભરી નજરે જોઈ રહ્યાં છે કે તે કેવી રીતે જીવિત છે. જયારે અન્ય લોકો એવા પણ છે જે કહે છે કે અમે તેને સમર્થન આપી રહ્યા છીએ અને તેણે આગળ વધવું જોઈએ. જ્યારે હું લોકો સાથે વાતચીત કરું છું, ત્યારે હું તેમના મનમાંના વિચારો સાંભળી શકું છું. તેઓ મારી તરફ જુએ છે અને વિચારે છે કે હું ગુનેગાર દેખાઉં છું કે નહીં. હું તેમના વિચારને અનુભવી શકું છું. જોકે હવે આ બધી બાબતોથી મને કોઈ ફરક પડતો નથી.”

સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ આપવા અંગે રિયા ચક્રવર્તીએ આપી પ્રતિક્રિયા

રિયા ચક્રવર્તીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેણે સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ આપ્યું હતું, તો રિયા ચક્રવર્તીએ ઈનકાર કર્યો હતો. તેણે કહ્યું કે હું આ બધી વાતો સાંભળીને કંટાળી ગઈ છું. તેથી જ હું ડ્રગ્સ વિશે વાત કરવા માંગતી નથી. હું NCB વિશે વાત કરવા માંગતી નથી અને ન તો હું CBI વિશે વાત કરીશ.  રિયા ચક્રવર્તીએ જણાવ્યું હતું કે લોકોએ તેના માનસિક સ્વાસ્થ્ય વિશે અને સુશાંતના મૃત્યુ પછી તેણે કેવી પરિસ્થિતિનો સામનો કર્યો તે વિશે વાત કરવી જોઈએ. 

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો કેસ

સુશાંત સિંહ રાજપૂતનું અવસાન 14 જૂન, 2020ના રોજ થયું હતું. તે તેના મુંબઈ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના માતા-પિતા દ્વારા રિયા ચક્રવર્તી વિરુદ્ધ કથિત રીતે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

NCBએ રિયા ચક્રવર્તી પર નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની કલમ 27-A હેઠળ આરોપ મૂક્યો હતો, જે “ગેરકાયદે ડ્રગ્સ હેરફેરને ધિરાણ અને આશ્રય આપવા” સાથે સંબંધિત છે. સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલ ડ્રગ્સ સંબંધિત તપાસના સંદર્ભમાં તેની સામે નોંધાયેલા કેસોમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા રિયા ચક્રવર્તીને જામીન આપવામાં આવ્યા હતા.