69મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં જોવા મળ્યો RRR, ગંગુબાઈ કાઠિયાવાડીનો દબદબો

નવી દિલ્હી ખાતે ગુરૂવારે સાંજે 69મા નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતાઓના નામની જાહેરાત કરાઈ હતી. આ વખતના નેશનલ એવોર્ડ્સમાં એસએસ રાજામૌલીની RRR, સંજય લીલા ભંસાલીની ગંગુબાઈ કાઠિયાવાડી અને શૂજિત સરકારની સરદાર ઉધમ સિંહ છવાઈ ગઈ હતી. તે સિવાય અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ પુષ્પાનો પણ જલવો જોવા મળ્યો હતો.  69મા નેશનલ એવોર્ડમાં RRRના નામે 6 એવોર્ડ ફિલ્મ […]

Share:

નવી દિલ્હી ખાતે ગુરૂવારે સાંજે 69મા નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતાઓના નામની જાહેરાત કરાઈ હતી. આ વખતના નેશનલ એવોર્ડ્સમાં એસએસ રાજામૌલીની RRR, સંજય લીલા ભંસાલીની ગંગુબાઈ કાઠિયાવાડી અને શૂજિત સરકારની સરદાર ઉધમ સિંહ છવાઈ ગઈ હતી. તે સિવાય અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ પુષ્પાનો પણ જલવો જોવા મળ્યો હતો. 

69મા નેશનલ એવોર્ડમાં RRRના નામે 6 એવોર્ડ

ફિલ્મ અને ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો માટે નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત કરી દેવાઈ છે. વર્ષ 2021માં આવેલી દેશની તમામ ભાષાઓમાં બનેલી ફિલ્મો પૈકીની કેટલીક પસંદગીની ફિલ્મો અને કલાકારો 69મા નેશનલ એવોર્ડ્સમાં છવાયા હતા. ફીચર ફિલ્મની 31 કેટેગરી, નોન ફીચર ફિલ્મની 24 કેટેગરી અને બેસ્ટ રાઈટિંગની 3 કેટેગરીમાં એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. વિક્કી કૌશલની ફિલ્મ સરદાર ઉધમને બેસ્ટ હિંદી ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. કાશ્મીર ફાઈલ્સની પલ્લવી જોશીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ જાહેર કરાયો હતો. 

પાછલા નેશનલ એવોર્ડ્સમાં દક્ષિણનો દબદબો જોવા મળ્યો હતો પરંતુ આ વખતે હિંદી સિનેમાએ પણ કાઠું કાઢ્યું છે. 2 ઓસ્કાર પુરસ્કાર જીતનારી એસએસ રાજામૌલીની RRRએ આ વખતે 6 એવોર્ડ પોતાના નામે કર્યા છે જેમાં સર્વશ્રેષ્ઠ મનોરંજન પ્રદાન કરનારી સર્વશ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ, સર્વશ્રેષ્ઠ બેકગ્રાઉન્ડ સ્કોર અને સર્વશ્રેષ્ઠ પુરૂષ ગાયક (કાલા ભૈરવ) સામેલ છે. 

સરદાર ઉધમ અને ગંગુબાઈ કાઠિયાવાડીને 5-5 કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવ્યા છે. 

RRRને બેસ્ટ કોરિયોગ્રાફર, બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર, બેસ્ટ એક્શન ડાયરેક્શન, બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટ્સ, બેસ્ટ પોપ્યુલર ફિલ્મ અને બેસ્ટ પ્લેબેક સિંગર શ્રેણીઓમાં પુરસ્કાર આપવામાં આવશે. 

ગંગુબાઈ કાઠિયાવાડીના નામે 5 એવોર્ડ

સરદાર ઉધમને બેસ્ટ હિંદી ફિલ્મ, બેસ્ટ સિનેમેટોગ્રાફીસ બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનર, બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનર અને બેસ્ટ ઓડિયોગ્રાફીમાં એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. જ્યારે ગંગુબાઈ કાઠિયાવાડીને બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ એડિટર, બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ, બેસ્ટ સ્ક્રી પ્લે અને બેસ્ટ ડાયલોગ કેટેગરીઝમાં એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. 

આલિયા ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 2 તસવીરો શેર કરીને બેસ્ટ એક્ટ્રેસ તરીકે પસંદગી પામવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તે પૈકીની એક તસવીરમાં તે ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મના સિગ્નેચર પોઝમાં જોવા મળી રહી છે. આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, “સંજય સરને… સમગ્ર ટીમને… મારા પરિવાર માટે… મારી ટીમને અને મારા દર્શકો માટે… આ રાષ્ટ્રીય પુરસ્કાર તમારો છે… કારણ કે તમારા વગર આ કશું જ સંભવ ન થઈ શકે… ખરેખર!! હું ખૂબ જ આભારી છું… હું આવી ક્ષણોને હળવાશથી નથી લેતી… મને આશા છે કે હું જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી મનોરંજન કરતી રહીશ… પ્રેમ અને પ્રકાશ… ગંગુ (જે આલિયા તરીકે પણ ઓળખાય છે)”