સલમાન ખાન એક એવોર્ડ સેરેમનીમાં નહોતો કરવાનો ડાન્સ, કારણ જાણી ચૌંકી જશો

સલમાન ખાનને તેના ફેન્સ ‘ભાઈજાન’ કહે છે અને તેનું સૌથી મોટું કારણ સલમાન ખાનની સ્ટાઈલ છે. સલમાન એવો સ્ટાર છે જે ખુલીને પોતાના દિલની વાત કરે છે. આવું જ કંઈક સલમાન ખાને 68મા ફિલ્મફેર એવોર્ડ 2023ની પ્રેસ કોન્ફરન્સમાં કર્યું હતું. સલમાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કેવી રીતે વર્ષો પહેલા એવોર્ડ ફંક્શનમાં એવોર્ડ ન મળવાથી નારાજ […]

Share:

સલમાન ખાનને તેના ફેન્સ ‘ભાઈજાન’ કહે છે અને તેનું સૌથી મોટું કારણ સલમાન ખાનની સ્ટાઈલ છે. સલમાન એવો સ્ટાર છે જે ખુલીને પોતાના દિલની વાત કરે છે. આવું જ કંઈક સલમાન ખાને 68મા ફિલ્મફેર એવોર્ડ 2023ની પ્રેસ કોન્ફરન્સમાં કર્યું હતું. સલમાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કેવી રીતે વર્ષો પહેલા એવોર્ડ ફંક્શનમાં એવોર્ડ ન મળવાથી નારાજ અભિનેતાએ પૈસા લઈને પરફોર્મ કરવાનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો.

એક જૂના કિસ્સાનો ઉલ્લેખ કરતા સલમાન ખાને કહ્યું કે,’આ વાત ‘મૈંને પ્યાર કિયા’ની રિલીઝ પછીની છે. મને કહેવામાં આવ્યું કે મને એવોર્ડ મળશે. જેથી હું મારા પરિવાર સાથે સૂટ-બૂટ પહેરીને ફંક્શનમાં આવ્યો. જ્યાં જાહેરાત થઈ કે,’ બેસ્ટ એક્ટર સલમાન ખાનને જાય છે, પછી બીજા એક્ટર, પછી ત્રીજા એક્ટરનું નામ અને છેલ્લે જેકી શ્રોફને એવોર્ડ મળે છે. મને એ સમયે ખૂબ જ ખરાબ લાગ્યું હતું. કારણ કે તેમણે મને પહેલેથી જ કહ્યું હતું કે મને એવોર્ડ મેળવાનો છે.’ આ વાત વર્ષ 1990ના ફિલ્મફેર એવોર્ડની છે, જ્યારે આ ફંક્શનમાં સલમાન ખાન પણ પહેલીવાર પરફોર્મ કરવાનો હતો. મહત્વનું છેકે, વર્ષ 1989માં ‘મૈંને પ્યાર કિયા’ રિલીઝ થયા બાદ સલમાન ખાન જબરદસ્ત સ્ટાર બની ગયો હતો.

ગુસ્સાથી ભરેલ સલમાને આયોજકોને હવે પરફોર્મ કરવાની ના કહી દીધી. આ સાંભળીને તે સમયના ઓર્ગેનાઈઝરે સલમાનને મનાવી લીધો અને તેને પરફોર્મન્સ કરવા બદલ પૈસા આપવાની વાત કરી. સલમાને કહ્યું,’મેં પૂછ્યું કે કેટલા પૈસા તો તેણે મને એક આંકડો કહ્યો, મેં કહ્યું, ‘ઈતને મેં તો નહીં હોગા.’ પછી તેણે આંકડો વધાર્યો અને તે સમયે મેં તેની પાસેથી ઘણી મોટી રકમ લીધી. એ સમયે સલમાન 5 ગણી કિંમત લઈને પરર્ફોમ કરવા માટે રાજી થયો હતો. બાદમાં એડિટરે કહ્યું કે,’કૃપા કરીને આ વાત કોઈને ન કહેતા કે તમે પૈસા લઈને પર્ફોમ કરો છો. જેના પર સલમાને કહ્યું, ‘તમે ખોટા વ્યક્તિને આ વાત કહી રહ્યા છો.’

સલમાન ખાને વધુમાં જણાવ્યું કે, ‘તે સમયે અક્ષય કુમાર અને જૂહી ચાવલા પાછળ હતા. મેં તેમને કહ્યું કે મને આટલા પૈસા મળી રહ્યા છે. તમે લોકો પણ વાત કરો.’ એ બાદથી હોસ્ટિંગ અને પર્ફોર્મ માટે પૈસા લેવાનો ટ્રેન્ડ શરૂ થયો. કારણ કે પહેલા અમે માત્ર એટલા માટે પરફોર્મ કરતા હતા કે એવોર્ડ મળવાનો છે.