સલમાન ખાનની ફિલ્મ Tiger 3એ પ્રથમ દિવસે જ તોડ્યો આ મોટો રેકોર્ડ

તમામ ભાષાઓમાંથી 44.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું

Courtesy: Twitter

Share:

 

Tiger 3: 2023 ની બહુપ્રતિક્ષિત ફિલ્મ, સલમાન ખાન-કેટરિના કૈફ સ્ટારર 'ટાઈગર 3' આખરે દિવાળીના અવસરે 12 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ. લક્ષ્મી પૂજા હોવા છતાં, 'ટાઈગર 3' ને ( Tiger 3) શરૂઆતના દિવસે જ દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને તેની બોક્સ ઓફિસ પર સારી દિવાળી રહી છે. ફિલ્મે પહેલા દિવસે ટિકિટ બારી પર બોમ્બ ધડાકા કર્યા હતા. ચાલો જાણીએ કે સલમાન ખાનની એક્શન પેક્ડ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે કેટલા કરોડનો બિઝનેસ કર્યો?

સલમાનની કારકિર્દીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની

 

સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'ટાઈગર 3' રિલીઝ પહેલા જ ખૂબ ચર્ચામાં હતી. આ ફિલ્મમાં સલમાન ખાનને એજન્ટ ટાઈગરના રોલમાં અને કેટરિના કૈફને ઝોયાના રોલમાં જોવા માટે ચાહકો ખૂબ જ અધીરા હતા.ફિલ્મનું એડવાન્સ બુકિંગ ઘણું હતું. .સલમાનની કારકિર્દીની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની. બોક્સ ઓફિસના આંકડા આપતી સાઈટ Sacnilk અનુસાર, 'Tiger 3' એ ( Tiger 3) પહેલા દિવસે તમામ ભાષાઓમાંથી 44.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે રવિવારના રોજ સવારના શોમાં 36.55% ઓક્યુપન્સી હતી, ત્યારે બપોરના શોમાં વધુ દર્શકો ફિલ્મ જોવા આવ્યા હતા, જેના કારણે ઓક્યુપન્સી 42.73% પર પહોંચી ગઈ હતી. સાંજે તેમાં થોડો ઘટાડો થયો, પરંતુ નાઈટ શોમાં 'ટાઈગર 3'નો વધુ ક્રેઝ જોવા મળ્યો. નાઇટ શોમાં ફિલ્મની ઓક્યુપન્સી 46.18% હતી.

'ટાઈગર 3' એ પહેલા દિવસે 'ગદર 2' નો રેકોર્ડ તોડ્યો

 

'ટાઈગર 3'એ ( Tiger 3) તેની રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. આ સાથે આ ફિલ્મે ઓપનિંગ ડેની કમાણીના મામલે સની દેઓલ સ્ટારર 'ગદર 2'નો રેકોર્ડ તોડી નાખ્યો છે. જ્યારે 'ટાઈગર 3'એ તેની રિલીઝના પ્રથમ દિવસે 44.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, તો 'ગદર 2'ની શરૂઆતના દિવસે 40.10 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.

'ટાઈગર 3' તોડી શકી નથી 'પઠાણ' અને 'જવાન'ના રેકોર્ડ

 

શરૂઆતના દિવસે 'પઠાણ'એ દેશભરમાં 57 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે 'જવાન'એ તમામ ભાષાઓમાંથી 75 કરોડ રૂપિયા અને માત્ર હિન્દી ભાષામાંથી 65.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તદનુસાર, ભલે 'ટાઈગર 3'ની પ્રથમ દિવસની કમાણીનો આંકડો ઓછો હોય, પણ તે પૂરતો છે. કારણ કે 3 વાગ્યા સુધીમાં મોટી સંખ્યામાં લોકો ફિલ્મ જોવા માટે આવી ગયા હતા અને શો પણ હાઉસફુલ થઈ ગયા હતા. પરંતુ બપોરે 3 વાગ્યા પછી દિવાળીની ઉજવણી અને લક્ષ્મી પૂજાના કારણે દર્શકોની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો હતો. પૂજાના કારણે ઘણી જગ્યાએ થિયેટર વહેલા બંધ થઈ ગયા. સ્વાભાવિક છે કે આની અસર 'ટાઈગર 3'ની કમાણી પર પડી હશે. અને તેની અસર જોવા મળી છે.

Tags :