સાઉથની જાણીતી અભિનેત્રી સામંથા રુથ પ્રભુએ એક વર્ષ માટે બ્રેક લેવાની જાહેરાત કરી 

સાઉથની અભિનેત્રી સામંથા રુથ પ્રભુ તેની સુંદરતા અને અભિનયથી લોકોમાં  છવાઈ ગઈ છે અને તેના ચાહકોમાં પુષ્પા ફિલ્મના આઈટમ સોન્ગ બાદ ઘણો વધારો પણ થયો છે. પરંતુ હાલમાં જ તેણે તેના ચાહકોને તેના નિર્ણયથી ચોંકાવી દીધા છે. તેને જાહેરાત કરી કે તે એકાદ વર્ષ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લેશે. સામંથા રૂથ પ્રભુ દક્ષિણમાં ઘણી જાણીતી […]

Share:

સાઉથની અભિનેત્રી સામંથા રુથ પ્રભુ તેની સુંદરતા અને અભિનયથી લોકોમાં 

છવાઈ ગઈ છે અને તેના ચાહકોમાં પુષ્પા ફિલ્મના આઈટમ સોન્ગ બાદ ઘણો વધારો પણ થયો છે. પરંતુ હાલમાં જ તેણે તેના ચાહકોને તેના નિર્ણયથી ચોંકાવી દીધા છે. તેને જાહેરાત કરી કે તે એકાદ વર્ષ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લેશે.

સામંથા રૂથ પ્રભુ દક્ષિણમાં ઘણી જાણીતી છે અને હવે દેશભરમાં તેના ચાહકો પુષ્પા ફિલ્મ પછી વધ્યા છે. પુષ્પામાં તેના આઈટમ સોન્ગથી પોતાની ઈમેજ ખૂબ બદલી નાખી છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ હાલમાં સામંથા છેલ્લા એક વર્ષથી પોતાના અંગત પ્રશ્નો અને  સ્વાસ્થ્યને કારણે ઝઝૂમી રહી છે. આમ છતાં તે તેના પ્રોજેક્ટ પૂરા કરી રહી હતી. ત્યારે હાલમાં જ સામંથા હવે લગભગ એક વર્ષનો બ્રેક લેવા ઈચ્છે છે. જેમાં તે પોતાનાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખશે, સાથે જ માયોસિટિસની સારવાર પણ કરાવશે. 

છેલ્લા ઘણા સમયથી તેની કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી નથી. જેના કારણે તેના ચાહકો ખૂબ નારાજ છે. હવે સામંથાએ એક્ટિંગથી લાંબો બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.OTT શૉ સિટાડેલ અને તેલુગુ ડ્રામા કુશી બ્રેક પહેલાંના તેના અંતિમ પ્રોજેક્ટ છે.

સામંથાનો કોઈ પણ નવી બોલીવુડ કે સાઉથની ફિલ્મ સાઈન કરવાનો પ્લાન નથી. એટલુ જ નહીં જે પ્રોજેક્ટ પર તે કુશી બાદ કામ કરવાની હતી તેનું એડવાન્સ પેમેન્ટ પણ તેણે પ્રોડ્યુસર્સને પરત કર્યુ છે. સિટાડેલનું વરુણ ધવન સાથે સર્બિયામાં શૂટિંગ કર્યા બાદ સામંથા અત્યારે વિજય દેવરકોંડા સાથે કુશીનું શૂટિંગ કરી રહી છે. હાલમાં જ કુશીનો છેલ્લો સીન શુટ કર્યો છે અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  ફિલ્મનું શૂટિંગ થોડા દિવસમાં પુરુ થઈ જશે. ત્યારબાદ સામંથાએ એક વર્ષનો એક્ટિંગમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે જેથી તે પોતાની હેલ્થ પર ફોકસ કરી શકે.

ગયા વર્ષે તેણે તેની બીમારી વિશે જણાવ્યું હતું કે, માયોસિટિસની એક બિમારી છે જે મગજ ને અસર કરે છે અને નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. 

 થોડા સમય પહેલાં સામંથા બોલિવુડમાં ડેબ્યૂ કરશે તેવી વાતો વહેતી થઈ હતી.

હાલમાં જ સામંથાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે કે, બધુ જ આપણે ઈચ્છીએ તેમ ચાલતું નથી. છેલ્લાં એક વર્ષમાં મારા રોગના નિદાન થયા પછી મેં ઘણી લડત આપી છે.  હાલમાં હું શુભેચ્છા અને આશીર્વાદ  મળે તે માટે નહીં પણ મને તાકાત અને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી રહી છું.