Same-Sex Marriage Verdict: સુપ્રીમ કોર્ટના ચુકાદાથી અભિનેત્રી સેલિના જેટલી થઈ હતાશ

Same-Sex Marriage Verdict: સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપવા માટેની અરજી મામલે સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે સમલૈંગિક લગ્ન મામલે ચુકાદો (Same-Sex Marriage Verdict) આપી દીધો છે. આ પીઠના ચારેય જજોએ વારાફરતી પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. ત્યાર બાદ એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રી સેલિના જેટલી (Celina Jaitly)એ પોતે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ચોક્કસપણે નિરાશ થઈ હોવાનું […]

Share:

Same-Sex Marriage Verdict: સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપવા માટેની અરજી મામલે સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે સમલૈંગિક લગ્ન મામલે ચુકાદો (Same-Sex Marriage Verdict) આપી દીધો છે. આ પીઠના ચારેય જજોએ વારાફરતી પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. ત્યાર બાદ એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રી સેલિના જેટલી (Celina Jaitly)એ પોતે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ચોક્કસપણે નિરાશ થઈ હોવાનું જણાવ્યું હતું. 

જાણો સેલિના જેટલીએ શું કહ્યું?

સેલિના જેટલીએ કહ્યું હતું કે, LGBT સમુદાય દ્વારા માત્ર એવો અધિકાર માગવામાં આવી રહ્યો છે જે ભારતના અન્ય દરેક નાગરિક પાસે છે. આ સાથે જ તેણે પોતે છેલ્લા 20 વર્ષથી LGBT કાર્યકર તરીકે કામ કરે છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપવા ઈનકાર કરવામાં આવ્યો તેનાથી પોતે નિરાશ થઈ હોવાનું જણાવ્યું હતું. 

વધુ વાંચો: સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની માંગને ફગાવી

સેલિના જેટલી (Celina Jaitly)એ જણાવ્યું હતું કે, લગ્ન કરવાનો અધિકાર એ સૌથી મહત્વનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટનો લગ્ન અંગેનો ચુકાદો ચોક્કસપણે નિરાશાજનક છે. મેં LGBT કાર્યકર તરીકેની મારી 20 વર્ષની કારકિર્દીમાં ઘણી વખત કહ્યું છે કે, LGBT સમુદાય દ્વારા અધિકારોના અલગ સબસેટની કોઈ માગણી નથી કરવામાં આવી. તેઓ માત્ર ભારતના અન્ય નાગરિકો પાસે છે તે જ અધિકારોની વાત કરી રહ્યા છે. 

સેલિના જેટલીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, લગ્ન અને પરિવારનો અધિકાર એ કોઈ મનુષ્યને મળતો સૌથી મહત્વનો અધિકાર છે. આ સાથે જ સેલિના જેટલીએ પોતે આશા રાખે છે કે, સંસદ દ્વારા સ્પેશિયલ મેરેજ એક્ટમાં અપગ્રેડ કરવામાં આવશે અને તેને જેન્ડર ન્યુટ્રલ બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.  

વધુ વાંચો: ગુજરાતમાં નવરાત્રીના પ્રથમ દિવસે હૃદયને લગતી સમસ્યાના 58 કેસ નોંધાયા

જાણો Same-Sex Marriage Verdict વિશે

સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોની પીઠે મંગળવારના રોજ સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપવાનો ઈનકાર કર્યો હતો. સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપવાની માગણી કરતી 21 અરજીઓ પર ચુકાદો આપનારી પીઠની અધ્યક્ષતા મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી વાય ચંદ્રચૂડે કરી હતી. સીજેઆઈ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે, કોર્ટ કાયદો ન બનાવી શકે પરંતુ તેની વ્યાખ્યા કરી શકે છે અને સ્પેશિયલ મેરેજ એક્ટમાં ફેરફાર કરવાનું કામ સંસદનું છે. 

નોંધનીય છે કે, અભિનેત્રી સેલિના જેટલી છેલ્લા અનેક વર્ષોથી LGBT (સમલૈંગિક, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર) સમુદાયના અધિકારો માટે અવાજ ઉઠાવી રહી છે. થોડા વર્ષો પહેલા સેલિના જેટલીએ પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું હતું કે, આ કોમ્યુનિટીના અધિકારો માટે લડવાના કારણે તેના સહકર્મીઓ, મિત્રો અને પરિવારે પણ તેનો સાથ છોડી દીધો હતો. જોકે પોતે આ વાતથી ડરી નહીં અને આગળ વધતી ગઈ.