Shah Rukh Khanએ ફેન્સ સાથે મન્નતની બહાર 58મો જન્મદિવસ ઉજવ્યો

Shah Rukh Khan: બોલીવડના અભિનેતા શાહરૂખ ખાનનો આજે જન્મદિવસ (birthday) છે. વિશ્વભરમાં શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ છે. હંમેશની જેમ કિંગ ખાને મધ્યરાત્રિએ તેના મુંબઈના નિવાસસ્થાન મન્નતની બહાર ઉભેલા તેના ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. SRKને તેના 58માં જન્મદિવસની શુભેચ્છા આપવા માટે મન્નતની બહાર ચાહકો એકઠા થયા હતા. શાહરૂખ ખાને તેની બાલ્કનીમાંથી બહાર નીકળીને ચાહકોનો આભાર માન્યો […]

Share:

Shah Rukh Khan: બોલીવડના અભિનેતા શાહરૂખ ખાનનો આજે જન્મદિવસ (birthday) છે. વિશ્વભરમાં શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ છે. હંમેશની જેમ કિંગ ખાને મધ્યરાત્રિએ તેના મુંબઈના નિવાસસ્થાન મન્નતની બહાર ઉભેલા તેના ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. SRKને તેના 58માં જન્મદિવસની શુભેચ્છા આપવા માટે મન્નતની બહાર ચાહકો એકઠા થયા હતા. શાહરૂખ ખાને તેની બાલ્કનીમાંથી બહાર નીકળીને ચાહકોનો આભાર માન્યો હતો.

વધુ વાંચો: Dunki: શાહરૂખ ખાને જન્મ દિવસ પર આપી ચાહકોને ભેટ

શાહરૂખ ખાનને જોઈને ફેન્સ પાગલ થઈ ગયા હતા. તેના જન્મદિવસ (birthday) પર વિવિધ શહેરોમાંથી ચાહકો તેને શુભેચ્છા પાઠવવા આવ્યા હતા. તેમના બંગલાની બહાર ચાહકો મિઠાઈ, કોઈ ગિફ્ટ અને કોઈ ટી-શર્ટ અને મોટા પોસ્ટર લઈને ઊભેલા જોવા મળ્યા હતા. આ ઉપરાંત, તેના ઘરની બહાર જોરદાર આતીશબાજી કરવામાં આવી હતી અને ચાહકોની ભીડે તેમના પ્રિય સ્ટારના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરી હતી. શાહરૂખ ખાને ઘરની બહાર નીકળીને તેનો આઈકોનિક પોઝ આપ્યો હતો. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

શાહરૂખ ખાને X પર પણ તેના ચાહકોનો આભાર માન્યો હતો અને લખ્યું હતું કે, “આ અવિશ્વસનીય છે કે તમારામાંથી ઘણા લોકો મોડી રાત્રે આવે છે અને મને શુભેચ્છા આપે છે. હું માત્ર એક અભિનેતા છું. મને આનાથી વધુ કંઈપણ ખુશ કરતું નથી. હકીકત એ છે કે હું તમારું થોડું મનોરંજન કરી શકું છું. હું તમારા પ્રેમના સ્વપ્નમાં જીવું છું. મને તમારા બધાનું મનોરંજન કરવાની મંજૂરી આપવા બદલ આભાર..”

શાહરૂખ ખાને (Shah Rukh Khan) મિલિટરી પ્રિન્ટ કાર્ગો પેન્ટ અને બ્લેક ટી-શર્ટ પહેરી હતી અને બ્લેક કેપ પણ પહેરી હતી. આ લૂકમાં શાહરૂખ ખાન ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. 

વધુ વાંચો: Koffee With Karan બાદ દીપવીર ટ્રોલ થતાં કરણ જોહરે આપ્યો જવાબ

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને પણ તેના પિતાને જન્મદિવસ (birthday)ની શુભેચ્છા પાઠવી હતી. પિતા સાથેનો ફોટો શેર કરતી વખતે સુહાનાએ લખ્યું, ‘લવ યુ ધ મોસ્ટ.’

વર્ક ફ્રન્ટ પર, લગભગ 4 વર્ષથી ફિલ્મોથી દૂર રહેલા શાહરૂખ ખાન (Shah Rukh Khan) માટે પ્રોફેશનલ રીતે આ એક શાનદાર વર્ષ રહ્યું છે. તેણે 2023 માં ધમાકેદાર કમબેક કર્યું. આ વર્ષે તેણે દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સાથે જોરદાર હિટ ફિલ્મ ‘પઠાણ’માં કામ કર્યું હતું.

ત્યારબાદ અભિનેતા (Shah Rukh Khan)એ નયનથારા, સાન્યા મલ્હોત્રા અને વિજય સેતુપતિ સાથે એટલીની ફિલ્મ જવાનમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મ ઘણી હિટ રહી હતી. તે તાપસી પન્નુ સાથે રાજકુમાર હિરાનીની ફિલ્મ ડંકીમાં પણ જોવા મળશે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે અને તેની ટક્કર પ્રભાસની સાલાર સાથે થશે.