શાહરૂખ ખાનની ફિલ્મ જવાનના પ્રથમ દિવસ માટે 5 લાખ ટિકિટ વેચાઈ

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. એડવાન્સ બુકિંગમાં ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. એડવાન્સ બુકિંગની વાત કરીએ તો આ ફિલ્મ ટૂંક સમયમાં પઠાણનો રેકોર્ડ તોડી શકે છે. ફિલ્મને નેશનલ ચેન અને સિંગલ સ્ક્રીન બંનેમાં બમ્પર બુકિંગ મળી રહ્યું છે. હિન્દી બેલ્ટ ઉપરાંત દક્ષિણ અને વિદેશમાં ખાસ કરીને અમેરિકામાં ચાહકો […]

Share:

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. એડવાન્સ બુકિંગમાં ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. એડવાન્સ બુકિંગની વાત કરીએ તો આ ફિલ્મ ટૂંક સમયમાં પઠાણનો રેકોર્ડ તોડી શકે છે. ફિલ્મને નેશનલ ચેન અને સિંગલ સ્ક્રીન બંનેમાં બમ્પર બુકિંગ મળી રહ્યું છે. હિન્દી બેલ્ટ ઉપરાંત દક્ષિણ અને વિદેશમાં ખાસ કરીને અમેરિકામાં ચાહકો એડવાન્સ બુકિંગ કરીને ટિકિટ બુક કરાવી રહ્યા છે. જે બાદ કહી શકાય કે આ ફિલ્મ ઓપનિંગ ડે પર જ ધમાકેદાર થવા જઈ રહી છે.

જ્યારથી શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી ચાહકો રાહ જોઈ રહ્યા નથી. વિદેશમાં જવાનનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું હતું. આ ફિલ્મ વિદેશમાં પણ ઘણા રેકોર્ડ તોડવા જઈ રહી છે. વિદેશમાં પણ ફિલ્મ ‘જવાન’નું એડવાન્સ બુકિંગ જબરદસ્ત રહ્યું છે. અહીં લગભગ એક મહિના પહેલા એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું હતું. અહેવાલો અનુસાર, યુએસમાં 25 હજારથી વધુ ટિકિટ બુક કરવામાં આવી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ‘જવાન’એ આ બુકિંગથી યુએસએમાં 4 લાખ ડોલરથી વધુનું ગ્રોસ કલેક્શન કર્યું છે. યુકેમાં ફિલ્મની ટિકિટ બુકિંગની વાત કરીએ તો એડવાન્સ ગ્રોસ કલેક્શન 1 લાખ 15 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 1.19 કરોડ રૂપિયાથી વધુ છે. તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન સિવાય દીપિકા પાદુકોણ, નયનથારા અને વિજય, સેતુપતિ પણ  ‘જવાન’માં છે. 

ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલનના જણાવ્યા અનુસાર, જવાન ભારતમાં પાંચ લાખ ટિકિટ વેચી છે. સિંગલ સ્ક્રીન, મલ્ટીપ્લેક્સ અને નેશનલ ચેન સહિત કુલ પાંચ લાખ 17 હજાર, 700 ટિકિટો ફિલ્મની વેચાઈ છે. એડવાન્સ બુકિંગ દ્વારા ફિલ્મે 14.47 કરોડ રૂપિયાની કમાણી કરી છે. દિલ્હી NCRમાં 39,535 ટિકિટ વેચાઈ છે. મુંબઈમાં 39,600, બેંગ્લોરમાં 39,325, હૈદરાબાદમાં 58,898 અને કોલકાતામાં 40,035 ટિકિટ વેચાઈ છે.

શાહરૂખ ખાનની જવાન ફિલ્મ ગદર 2 નો રેકોર્ડ રિલીઝ પહેલા જ તોડી ચુકી છે. ગદર 2 એ પહેલા દિવસે એડવાન્સ બુકિંગથી 18.5 કરોડનું કલેક્શન કર્યું હતું. બીજી બાજુ, જવાન ચોક્કસપણે 21.14 કરોડ કમાશે. જેમાં હજુ પણ વધારો થઇ શકે છે. જવાનની વાત કરીએ તો આ વખતે શાહરૂખ ખાન પોતાની સ્ટાઈલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ઈન્ટરવ્યુ આપવાને બદલે તે સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે વાતચીત કરી રહ્યો છે. તેમના પ્રશ્નોના જવાબ રમુજી રીતે આપે છે.