શાહરૂખ ખાનની પત્નીએ ફિલ્મ જવાનના વિશ્વભરમાંથી બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા કર્યા શેર

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન રીલિઝ થયાના 2 સપ્તાહ બાદ પણ બોક્સ ઓફિસ પર ખૂબ શાનદાર પ્રદર્શન કરી રહી છે. શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા આ ફિલ્મને સપોર્ટ પૂરો પાડ્યો હતો. ત્યારે ગૌરી ખાને શુક્રવારે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને શાહરૂખ ખાનની ફિલ્મ જવાનના વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા શેર કર્યા હતા. ગૌરી […]

Share:

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન રીલિઝ થયાના 2 સપ્તાહ બાદ પણ બોક્સ ઓફિસ પર ખૂબ શાનદાર પ્રદર્શન કરી રહી છે. શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા આ ફિલ્મને સપોર્ટ પૂરો પાડ્યો હતો. ત્યારે ગૌરી ખાને શુક્રવારે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને શાહરૂખ ખાનની ફિલ્મ જવાનના વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા શેર કર્યા હતા.

ગૌરી ખાને ફિલ્મ જવાનનું પોસ્ટર શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, “બોક્સ ઓફિસ રેકોર્ડ તોડીને વિશ્વભરમાંથી ગ્રોસ 937.61 કરોડની કમાણી.” ફિલ્મ જવાનના પ્રોડક્શન બેનરે ઈન્સ્ટાગ્રામ પર નંબરો પણ શેર કર્યા હતા અને કેપ્શનમાં લખ્યું હતું કે, “તે બોક્સ ઓફિસ પર ધમાકેદાર છે! અને તમે તેને ચૂકવા નથી માગતા…”

વિશ્વભરમાંથી જવાનની કમાણી

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન અઠવાડિયાની શરૂઆતમાં ફિલ્મ રીલિઝ થયાના 13 દિવસ બાદ વિશ્વભરમાં 900 કરોડની ક્લબમાં સામેલ થઈ હતી. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે બુધવારના રોજ ફિલ્મ જવાન દ્વારા વિશ્વભરના બોક્સ ઓફિસથી 907.54 કરોડ રૂપિયાની કમાણી થઈ હોવાનું જાહેર કર્યું હતું. જવાન ફિલ્મે રીલિઝ થયાના માત્ર 11 જ દિવસમાં વિશ્વભરમાંથી 800 કરોડની કમાણી કરી લીધી હતી. 

ભારતમાં જવાનનું બોક્સ ઓફિસ કલેક્શન

ગુરૂવારે ફિલ્મ રીલિઝ થયાના 15મા દિવસે જવાનની તમામ ભાષાઓની નેટ ઈન્કમ 8.1 કરોડ રૂપિયા હતી. જવાન ફિલ્મે રીલિઝ થયાના એક જ સપ્તાહમાં 389.88 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે બીજા સપ્તાહ દરમિયાન જવાન ફિલ્મે 136.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જવાન ફિલ્મે ભારતમાંથી અત્યાર સુધીમાં 525.98 કરોડથી પણ વધારે રૂપિયાની કમાણી કરી છે. 

એટલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી શાહરૂખ ખાનની ફિલ્મ જવાનમાં નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, પ્રિયમણી, સુનીલ ગ્રોવર, યોગી બાબુ અને રિદ્ધી ડોગરા સહિતના કલાકારો છે. ઉપરાંત ફિલ્મ જવાનમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ એક સ્પેશિયલ રોલમાં જોવા મળી હતી. ભારતીય થિયેટર્સમાં આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રીલિઝ કરવામાં આવી છે. 

તાજેતરમાં જ ફિલ્મ જવાનના ડિરેક્ટર એટલીએ પોતે ફિલ્મ દ્વારા વિશ્વભરના બોક્સ ઓફિસ પર રાજ કર્યા બાદ ઓસ્કારની આકાંક્ષા અંગે વાત કરી હતી. તેમણે પોતે ફિલ્મ જવાનને ઓસ્કાર માટે આગળ લઈ જવા ઈચ્છે છે તેમ જણાવ્યું હતું.

જવાન ફિલ્મ સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં ટોપ પર પહોંચવા માટે રેસમાં છે. શાહરૂખ ખાનની જવાન ફિલ્મે KGF 2ને માત આપી દીધી છે અને હવે તે ગદર 2, પઠાણ અને બાહુબલી 2નો રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે.