Video: Dunkiની રિલીઝ પહેલાં મા વૈષ્ણો દેવી પહોંચ્યો શાહરુખ, એક વર્ષમાં ત્રીજીવાર કર્યા દર્શન

Shahrukh Khan: શાહરુખ ખાન પોતાની આગામી ફિલ્મ ડંકી રિલીઝ થાય એ પહેલાં કટરામાં માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા માટે પહોંચ્યો હતો. આ વર્ષે સતત ત્રીજીવાર શાહરુખ ખાન મા વૈષ્ણો દેવી પહોંચ્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • શાહરુખ ખાન માતા વૈષ્ણો દેવી ધામમાં પહોંચ્યો
  • ડંકીની રિલીઝ પહેલાં દર્શન કરવા માટે પહોંચ્યો હતો
  • આ વર્ષે ત્રીજીવાર મા વૈષ્ણો દેવીના દર્શન કરવા પહોંચ્યો હતો

જમ્મુઃ શાહરુખ ખાનની આગામી ફિલ્મ ડંકી રિલીઝ થવા માટે તૈયાર છે. ત્યારે ફિલ્મના રિલીઝ પહેલાં શાહરુખ ખાન મા વૈષ્ણો દેવી ધામ પહોંચ્યો હતો. આ વર્ષે એટલે કે 2023માં શાહરુખ ખાન ત્રીજી વખત માતાના ધામમાં દર્શન કરવા માટે પહોંચ્યો હતો. આ પહેલાં પઠાણ અને જવાન ફિલ્મના રિલીઝ પહેલાં તે દર્શન કરવા માટે વૈષ્ણો દેવી પહોંચ્યો હતો. માતાના ધામમાં દર્શન કરવા જતા પહેલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

ત્રીજી વખત દર્શન કરવા આવ્યો 
શાહરુખ ખાનની નવી ફિલ્મ ડંકી રિલીઝ થવા તૈયાર છે. ત્યારે આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં શાહરુખ ખાન ફરી એકવાર માતા વૈષ્ણો દેવીના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યો હતો. માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચીને શાહરુખ ખાને માતાના આશીર્વાદ પણ લીધા હતા. સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ ખૂબ વાયરલ થયો છે અને તેમાં તે મેનેજર પૂજા દદલાની સાથે નજરે પડી રહ્યો છે. 

હૂડીમાં ચહેરો છૂપાવ્યો 
જ્યારે શાહરુખ ખાન માતા વૈષ્ણો દેવી ધામ પહોંચ્યો ત્યારે તેણે પોતાનો ચહેરો હૂડીમાં સંતાડી દીધો હતો. ચુસ્ત બંદોબસ્ત અને સિક્યોરિટી ગાર્ડ્સ સાથે તેને ભવન તરફ લઈ જવામાં આવ્યો હતો. શાહરુખ ખાનને ફેન્સ ઓળખી ના જાય એટલા માટે તેણે તેના જેકેટના હૂડીમાં પોતાનો ચહેરો સંતાડી દીધો હતો.