શાહરૂખ ખાનની ‘જવાન’ની કમાણી 2 દિવસમાં 200 કરોડના આંકડાને પારઃ બનાવ્યો જોરદાર રેકોર્ડ

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કરી રહી છે. રિલીઝના પ્રથમ દિવસે જ જવાન ફિલ્મે દેશભરમાંથી 125.05 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે જવાન ફિલ્મે વિશ્વભરમાંથી 109.24 કરોડ રૂપિયાની કમાણી કરી લધી હતી. આમ માત્ર 2 જ દિવસમાં શાહરૂખ ખાન, નયનતારા અને વિજય સેતુપતિની ફિલ્મ જવાનના બોક્સ ઓફિસ કલેક્શનનો આંકડો […]

Share:

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કરી રહી છે. રિલીઝના પ્રથમ દિવસે જ જવાન ફિલ્મે દેશભરમાંથી 125.05 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે જવાન ફિલ્મે વિશ્વભરમાંથી 109.24 કરોડ રૂપિયાની કમાણી કરી લધી હતી. આમ માત્ર 2 જ દિવસમાં શાહરૂખ ખાન, નયનતારા અને વિજય સેતુપતિની ફિલ્મ જવાનના બોક્સ ઓફિસ કલેક્શનનો આંકડો 234 કરોડને પાર જતો રહ્યો હતો.

2 દિવસમાં 200 કરોડની કમાણી 

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીમાં અન્ય કોઈ ફિલ્મે આવો ઈતિહાસ નથી રચ્યો અને જવાન ફિલ્મના રેકોર્ડને તોડવામાં અન્ય કોઈ ફિલ્મને 7 જનમ લાગી જશે તેમ કહી શકાય. જવાન હિન્દી સિનેમાની પ્રથમ એવી ફિલ્મ છે જેણે માત્ર 2 જ દિવસમાં 200 કરોડ રૂપિયા કરતા પણ વધારેની કમાણી કરી છે.

ત્રીજા દિવસની વાત કરીએ તો બોક્સ ઓફિસ ટ્રેકરના આંકડાઓ પ્રમાણે જવાન ભારતમાંથી ત્રીજા દિવસે 74.5 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી હતી. આ સાથે જ ફિલ્મનો ભારતીય કલેક્શનનો આંકડો 202.73 કરોડ રૂપિયા થયો હતો અને શાહરૂખ ખાનની ફિલ્મ વિશ્વભરમાંથી 300 કરોડનું કલેક્શન મેળવવામાં સફળ રહી હતી. આમ જવાન ફિલ્મ રિલીઝ થયાના ગણતરીના દિવસોમાં જ પોતાનું બજેટ વસૂલ કરવામાં સફળ રહેશે તેમ જણાઈ રહ્યું છે.

ડબલ રોલમાં શાહરૂખ ખાન

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન ગત તારીખ 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ડબલ રોલમાં જોવા મળી રહ્યો છે. જવાન ફિલ્મમાં શાહરૂખ ખાન પિતા અને પુત્રના ડબલ રોલમાં જોવા મળે છે. તે સિવાય નયનતારા અને વિજય સેતુપતિ પણ મહત્વના પાત્રમાં છે. જ્યારે દીપિકા પાદુકોણ જવાન ફિલ્મમાં કેમિયો રોલમાં જોવા મળી. જવાનમાં સાન્યા મલ્હોત્રા અને રિદ્ધિ ડોગરા જેવા કલાકારો પણ જોવા મળ્યા છે.

ક્રિટિક્સે આપ્યા પોઝિટીવ રિવ્યુ

ક્રિટિક્સ જવાન ફિલ્મને મસાલેદાર ગણાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપરાંત રિયલ લાઈફમાં પણ દર્શકો જવાન ફિલ્મને ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. ફિલ્મ જવાનમાં શાહરૂખ ખાનના એક પાત્રનું નામ આઝાદ છે અને બીજા પાત્રનું નામ વિક્રમ રાઠોડ છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણને વિક્રમની પત્ની અને આઝાદની માતા તરીકે બતાવી છે. નયનતારા આ ફિલ્મમાં એક પોલીસના રોલમાં જોવા મળી છે અને સાથે જ આઝાદની પત્ની પણ બની છે.

ડાયલોગ્સ દમદાર પણ મ્યુઝિકથી દર્શકો નારાજ 

ફિલ્મના ડાયલોગ્સ, એક્શન સીન્સ અને સિનેમેટોગ્રાફીના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. જોકે સ્ક્રીપ્ટ થોડી નબળી હોવાની ચર્ચા થઈ રહી છે અને દર્શકોને જવાન ફિલ્મનું મ્યુઝિક પણ ખાસ પસંદ નથી આવ્યું. 

અત્યાર સુધી સની દેઓલની મોસ્ટ અવેઈટેડ સિક્વલ ફિલ્મ ગદર 2 બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સર્જી રહી હતી. જોકે હવે શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની રિલીઝ બાદ ગદર 2ની કમાણી પર ખાસ અસર જોવા મળી છે.