શૂટિંગમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા શરદ કેલકરને, એ જ બન્યો જીવનનો ટર્નિંગ પોઈન્ટ

શરદ કેલકર એક પ્રખ્યાત કલાકાર છે અને તેમણે અનેક ટીવી શો, રિયાલિટી શો અને કેટલીક વેબ સીરિઝમાં પોતાના શાનદાર પર્ફોર્મન્સ દ્વારા દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. શરદ કેલકરે સંજય લીલા ભંસાલીની ગોલીયો કી રાસલીલા રામ લીલા દ્વારા પોતાના પ્રથમ મોટા બ્રેક સાથે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગરવ માંડ્યો હતો. ત્યાંથી શરદ કેલકરની બોલિવુડ કરિયરની શરૂઆત […]

Share:

શરદ કેલકર એક પ્રખ્યાત કલાકાર છે અને તેમણે અનેક ટીવી શો, રિયાલિટી શો અને કેટલીક વેબ સીરિઝમાં પોતાના શાનદાર પર્ફોર્મન્સ દ્વારા દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. શરદ કેલકરે સંજય લીલા ભંસાલીની ગોલીયો કી રાસલીલા રામ લીલા દ્વારા પોતાના પ્રથમ મોટા બ્રેક સાથે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગરવ માંડ્યો હતો. ત્યાંથી શરદ કેલકરની બોલિવુડ કરિયરની શરૂઆત થઈ હતી.

જોકે ઘણાં ઓછા લોકોને ખબર છે કે, શરદ કેલકરને તેમની કરિયરના શરૂઆતના તબક્કામાં ખરાબ એક્ટિંગના કારણે પ્રથમ દિવસે જ શોમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. નાના પડદેથી પોતાની કરિયરની શરૂઆત કરનારા શરદ કેલકરે બોલિવુડની ફિલ્મો ઉપરાંત ઓટીટી પર પોતાની દમદાર એક્ટિંગ દ્વારા અનેક ચાહકો ઉભા કર્યા છે. શરદ કેલકર એક એવા કલાકર છે જે કોઈ પણ રોલમાં ફિટ બેસી જાય છે. 

શરદ કેલકરને પોતાની એક્ટિંગ કરિયરના શરૂઆતના દિવસોમાં ભારે સ્ટ્રગલ કરવી પડી હતી. તાજેતરમાં શરદ કેલકરે પોતાની સ્ટ્રગલ વિશે ખુલીને વાત કરી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન શરદ કેલકરે જણાવ્યું હતું કે, શરૂના 2-3 વર્ષ તેમણે ભારે સ્ટ્રગલ કરી હતી. 

2003ના વર્ષમાં શરદ કેલકરને પોતાના પ્રથમ શોમાં કામ મળ્યું હતું. એક ખૂબ મોટા પ્રોડક્શન હાઉસ સાથે મળીને કામ કરવાની વાતને લઈ શરદ કેલકર ખૂબ જ ઉત્સાહિત હતા. તેમને એ શો મળવાની પણ ખૂબ ખુશી હતી. શરદ કેલકરે એ દિવસો યાદ કરતા કહ્યું હતું કે, “મેં જેમને ટીવી પર જોયેલા તેમના સાથે કામ કરવાની તક મળી રહી હતી. તે સમયે મને એક્ટિંગ નહોતી આવડતી. હું હાલ એમ કહી શકું કે એ સમયે મને એક્ટિંગ નહોતી આવડતી. જ્યારે મારો સીન આવ્યો તો શોના ડાયરેક્ટરે મને 30થી 40 ટેક આપ્યા હતા પણ છતાં હું પર્ફોર્મ નહોતો કરી શક્યો.”

પહેલા દિવસે જ શોમાંથી બહાર

શરદ કેલકરનું પર્ફોર્મન્સ ખૂબ જ ખરાબ હોવાથી ડાયરેક્ટરે તેમને અનેક ટેક આપ્યા હતા પણ શરદ કેલકર જ્યારે ડાયલોગ બોલે ત્યારે હકલાવા લાગતા હતા અને ડાયલોગ નહોતા બોલી શકતા. આ કારણે શોમાં અડચણ આવી રહી હતી અને ડાયરેક્ટરે તેમને પ્રથમ દિવસે જ શોમાંથી બહાર કરી દીધા હતા.

એ દિવસ યાદ કરતા શરદ કેલકરે કહ્યું કે, “હું ખૂબ હેલ્પલેસ હોવાનું અનુભવી રહ્યો હતો. હું હકલાઈ રહ્યો હતો અને ડાયલોગ નહોતો બોલી શકતો અને રાત સુધીમાં ડાયરેક્ટરે કહી દીધું કે ચાલો આને રિપ્લેસ કરીએ.”

શરદ કેલકરનું ધમાકેદાર કમબેક

શરદ કેલકરની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેમણે અનેક મોટા શોમાં પોતાની એક્ટિંગનો દમ સાબિત કર્યો છે. તેમણે ટીવી શો ક્ષેત્રે મેં સિન્દૂર તેરે નામ કા, સાત ફેરે, કોઈ લૌટકર આયા હૈ જેવા અનેક શોમાં કામ કરેલું છે.