‘શેરશાહ’ના અભિનેતા બિજય જે આનંદના મતે યોગથી તેમને ઝીરો પ્રેશર લાઈફ જીવવામાં મળી મદદ

શેરશાહ ફિલ્મના અભિનેતા બિજય જે આનંદ એક કલાકાર હોવાની સાથે જ કુંડલિની યોગ ટીચર પણ છે. તાજેતરમાં તેમણે યોગના તેમના જીવન પરના પ્રભાવ અંગે વાત કરી હતી. અભિનેતા બિજય જે આનંદે ખૂબ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમણે ખૂબ જ નાની ઉંમરે સફળતા જોઈ છે ત્યારે કારકિર્દીના આ પડાવ પર તેમને ખ્યાતિ પ્રાપ્ત કરવાની કોઈ જ […]

Share:

શેરશાહ ફિલ્મના અભિનેતા બિજય જે આનંદ એક કલાકાર હોવાની સાથે જ કુંડલિની યોગ ટીચર પણ છે. તાજેતરમાં તેમણે યોગના તેમના જીવન પરના પ્રભાવ અંગે વાત કરી હતી. અભિનેતા બિજય જે આનંદે ખૂબ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમણે ખૂબ જ નાની ઉંમરે સફળતા જોઈ છે ત્યારે કારકિર્દીના આ પડાવ પર તેમને ખ્યાતિ પ્રાપ્ત કરવાની કોઈ જ ચાહના નથી રહી.

IB71 ફિલ્મના કલાકાર બિજય જે આનંદે પોતાની કારકિર્દી અને કળાની સફર વિશે વાત કરતા કહ્યું હતું કે, “જ્યારે મેં મારી કારકિર્દીની શરૂઆત કરી ત્યારે હું મારી ઉંમરના 20ના દાયકામાં હતો અને મેં ત્યારે જ ‘યશ’ (1996) તથા સુપરહિટ ફિલ્મ ‘પ્યાર તો હોના હી થા’ દ્વારા ખ્યાતિ અને પ્રશંસાનો સ્વાદ ચાખી લીધો હતો. હવે 2 દાયકા કરતાં પણ વધારે સમય બાદ અને 53 વર્ષની ઉંમરે મારૂં ધ્યાન એવી ભૂમિકાઓ સ્વીકારવાનું છે જે મને ઉત્સાહ આપે અને મારી કળાને એક નવા સ્તરે લઈ જાય.” 

બિજય જે આનંદના મતે તેઓ જે ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે તે અભિનેતાઓ અને નિર્માતાઓ પર દબાણ લાવવા માટે જાણીતી છે પરંતુ તેમણે અપ્રભાવિત રહેવાની કળા શીખી લીધી છે. વધુમાં બિજય જે આનંદે જણાવ્યું હતું કે, “ઘણાં લાંબા સમયથી યોગ અને ધ્યાનના સંસર્ગમાં રહેવાથી અને હું તે શીખવી પણ રહ્યો છું ત્યારે હું જાણું છું અને શીખવું પણ છું કે, આપણાં જીવનમાં તે ચોક્કસ સમય માટે બધું શ્રેષ્ઠ જ બની રહ્યું છે અને જીવનને ઝીરો પ્રેશર સાથે કઈ રીતે જીવી શકાય.”

આ ઉપરાંત બિજય જે આનંદે કર્મને પણ ખૂબ જ મહત્વનું દર્શાવ્યું હતું અને તેમના મતે જો આપણે આપણાં કર્મ સંતુલિત રાખીએ તો જીવનમાં કોઈ તણાવનો અવકાશ જ નથી રહેતો. ફિલ્મ આદિપુરૂષમાં (2023) જોવા મળેલા બિજય જે આનંદ હાલ શહેરની જિંદગી અને પોતાના ફાર્મ હાઉસ ખાતે શાંત જીવન વચ્ચે સંતુલન સાધી રહ્યા છે. તેઓ કામ સિવાયનો સમય ખેતરમાં વિતાવે છે જે પ્રકૃત્તિની વધુ નજીક જવા મદદરૂપ બને છે.
 
બિજય જે આનંદ પોતાના ફાર્મને હીલિંગ સેન્ટર અથવા તો આશ્રમ તરીકે વિકસાવવા માટે ખૂબ જ કમર કસી રહ્યા છે. બિજય જે આનંદના મતે પ્રકૃત્તિ વચ્ચે રહેવાથી કાયાકલ્પ કરવામાં અને હંમેશા સકારાત્મક રહેવામાં મદદ મળે છે. ટૂંક સમયમાં જ તેઓ બડે મિયાં છોટે મિયાં અને ક્રેકમાં જોવા મળશે. 

બિજય જે આનંદ ધીમેધીમે પોતાની અભિનય પ્રતિબદ્ધતા ઘટાડવા ઈચ્છે છે અને પોતાના સેન્ટરને વધારે સમય આપવા તૈયારી કરી રહ્યા છે. નોંધનીય છે કે, કોરોના કાળ દરમિયાન બિજય જે આનંદે કોરોના વેક્સિનને એક રાજકીય વસ્તુ ગણાવીને વેક્સિન લેવાનો ઈનકાર કર્યો હતો.