પતિની ધરપકડ બાદ દેશ છોડવા તૈયાર હતી અભિનેત્રી Shilpa Shetty

Shilpa Shetty: બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra) હવે ફિલ્મ UT69 દ્વારા પોતાની અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ડાયરેક્ટર શાહનવાજ અલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મની વાર્તા રાજ કુન્દ્રાએ આર્થર રોડ જેલમાં વિતાવેલા દિવસો પર આધારીત છે. આગામી નવેમ્બર મહિનામાં રાજ કુન્દ્રાની આ ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ […]

Share:

Shilpa Shetty: બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra) હવે ફિલ્મ UT69 દ્વારા પોતાની અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ડાયરેક્ટર શાહનવાજ અલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મની વાર્તા રાજ કુન્દ્રાએ આર્થર રોડ જેલમાં વિતાવેલા દિવસો પર આધારીત છે. આગામી નવેમ્બર મહિનામાં રાજ કુન્દ્રાની આ ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે. 

Shilpa Shettyએ કહ્યું દેશ છોડી દઈએ

આગામી મહિને ફિલ્મ UT69 રીલિઝ થવા જઈ રહી છે ત્યારે એ પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજ કુન્દ્રાએ પોતાની જિંદગીના સૌથી મુશ્કેલ તબક્કા વિશે ખુલીને વાત કરી હતી. રાજ કુન્દ્રા (Raj Kundra)એ પોતે એ ઘટનાથી ખૂબ જ ભાંગી પડ્યો હોવાનું સ્વીકાર્યું હતું. 

આ સાથે જ રાજ કુન્દ્રાએ જણાવ્યું હતું કે, તેમને જ્યારે પોર્નોગ્રાફી કેસમાં જેલની સજા થઈ ત્યારે શિલ્પા શેટ્ટીએ તેમને ભારત છોડવા માટે સલાહ આપી હતી. શિલ્પાએ ભારતમાં તેમનું ખૂબ અપમાન થયું હોવાનું જણાવ્યું હતું. રાજ કુન્દ્રાએ પોર્ન ફિલ્મો મામલે તેમની ધરપકડ કરાઈ ત્યારે પરિવાર જોડે રહ્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

વધુ વાંચો: શિલ્પા શેટ્ટીની ફિલ્મ ‘સુખી’ એ બે દિવસમાં ₹70 લાખનું કલેક્શન કર્યું

Raj Kundra વિદેશથી ભારત આવેલા

રાજ કુન્દ્રાએ જણાવ્યું હતું કે, તેમની પત્ની એવું કહેનારી પ્રથમ વ્યક્તિ હતી કે, ‘શું તમે વિદેશમાં રહેવા ઈચ્છો છો? તમે લંડનમાં જન્મ્યા અને ત્યાં જ મોટા થયા. હું અહીં રહેવા માગતી હતી એટલે તમે બધું જ છોડીને અહીં આવી ગયા. જો તમે ઈચ્છો તો હું અહીં મારૂં કામ ઘટાડી દઉં. આપણે દેશ છોડીને વિદેશ જતા રહીએ.’

વધુ વાંચો: પગરખાં પહેરીને રાષ્ટ્રધ્વજ ફરકાવવા બદલ ટ્રોલ થયા બાદ શિલ્પા શેટ્ટીએ આપી આ પ્રતિક્રિયા

રાજ કુન્દ્રાએ પત્નીને શું જવાબ આપ્યો?

શિલ્પા શેટ્ટીએ જ્યારે વિદેશ જવા માટે સલાહ આપી ત્યારે રાજ કુન્દ્રાએ કહ્યું હતું કે, તેઓ ભારતને પ્રેમ કરે છે અને દેશ નહીં છોડે. રાજ કુન્દ્રાએ એમ પણ કહ્યું હતું કે, લોકો મોટા મોટા કાંડ કરીને, હજારો-કરોડ લૂંટીને દેશમાંથી નીકળી જાય છે પણ મેં એવું કશું નથી કર્યું. 

રાજ કુન્દ્રાએ જણાવ્યું કે, પોર્નોગ્રાફી કેસમાં તેમનું અપમાન થયું, તેમની પ્રતિષ્ઠાને એટલું નુકસાન પહોંચાડવામાં આવ્યું કે, તેઓ અંદરથી ભાંગી પડ્યા હતા. તેમના કારણે મીડિયા તેમની પત્ની અને પરિવારની પાછળ પડી ગયું હતું. નોંધનીય છે કે, જુલાઈ 2021માં ધરપકડ બાદ રાજ કુન્દ્રા આશરે 2 મહિના જેલમાં રહ્યા હતા. જામીન મળ્યા બાદ તેઓ જાહેરમાં માસ્ક વડે પોતાનો ચહેરો ઢાંકી રાખતા હતા. 

તાજેતરમાં 18 ઓક્ટોબરના રોજ પોતાની ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ પર તેમણે આશરે 1.5 વર્ષ બાદ મીડિયા સામે પોતાનો ચહેરો દેખાડ્યો હતો.