યશ અને રણબીર કપૂર સ્ટારર સાઈ પલ્લવીની બોલિવુડ ડેબ્યુ ફિલ્મ રામાયણનું શૂટિંગ શિડ્યુલ જાહેર

અભિનેતા વરૂણ ધવન અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘બવાલ’ ડિરેક્ટ કર્યા બાદ ફિલ્મ મેકર નિતેશ તિવારી હવે તેમના આગામી પ્રોજેક્ટ ‘રામાયણ’ને ફેબ્રુઆરી 2024 આસપાસ ફ્લોર પર લાવવા માટે તૈયાર છે. રામાયણમાં બોલિવુડ સ્ટાર રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે જ્યારે દક્ષિણની અભિનેત્રી સાઈ પલલ્વી આ ફિલ્મમાં સીતાના પાત્ર દ્વારા બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. […]

Share:

અભિનેતા વરૂણ ધવન અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘બવાલ’ ડિરેક્ટ કર્યા બાદ ફિલ્મ મેકર નિતેશ તિવારી હવે તેમના આગામી પ્રોજેક્ટ ‘રામાયણ’ને ફેબ્રુઆરી 2024 આસપાસ ફ્લોર પર લાવવા માટે તૈયાર છે. રામાયણમાં બોલિવુડ સ્ટાર રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે જ્યારે દક્ષિણની અભિનેત્રી સાઈ પલલ્વી આ ફિલ્મમાં સીતાના પાત્ર દ્વારા બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આ સમાચાર સામે આવતાં જ સાઈના ફેન્સમાં ખુશીની લહેર જોવા મળી.

રણબીર કપૂરને લીડ રોલમાં રાખતી આ ફિલ્મમાં અન્ય એક દિગ્ગજ કલાકાર, KGF 2 સ્ટાર યશ પણ હશે. રામાયણમાં કન્નડ અભિનેતા યશ રાવણના પાત્રમાં જોવા મળશે. આ ત્રણેય કલાકારોએ નિતેશ તિવારી અને રવિ ઉદ્યાવરની રામાયણ માટે પોતપોતાના લુક ટેસ્ટ કર્યા છે. 

જુલાઈથી શરૂ થશે યશનું શૂટિંગ

ફિલ્મ રામાયણ માટે રણબીર કપૂર અને સાઈ પલ્લવી ફેબ્રુઆરી 2024 આસપાસ પોતાના ભાગનું શૂટિંગ શરૂ કરશે. ટ્રાયોલોજીના પ્રથમ ભાગમાં ભગવાન રામ અને સીતા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને ધીમે ધીમે વાર્તાને સીતા હરણના સંઘર્ષ સુધી દોરી જવામાં આવશે.  

રામાયણ ભાગ એક માટે રણબીર કપૂર અને સાઈ પલ્લવી ફેબ્રુઆરીથી ઓગષ્ટ 2024 દરમિયાન શૂટિંગ કરશે. કન્નડ અભિનેતા યશ દ્વારા ફિલ્મ રામાયણના પ્રથમ ભાગના શૂટિંગ માટે 15 દિવસ ફાળવવામાં આવ્યા છે અને તે જુલાઈ 2024 આસપાસ પોતાના ભાગનું શૂટિંગ શરૂ કરશે. જ્યારે રામાયણના બીજા ભાગનું શૂટિંગ શ્રીલંકામાં કરવામાં આવશે. 

ફિલ્મ રામાયણ માટે VFX દ્વારા એક અલગ જ દુનિયા તૈયાર કરવામાં આવેલી છે. રામાયણની દુનિયા તૈયાર કરવા માટે નિતેશ તિવારી અને તેમની ટીમ સતત સક્રિય છે અને આ માટેની બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે. ઓસ્કાર વિનિંગ કંપની DNEG દ્વારા ફિલ્મ રામાયણ માટેની VFX પ્લેટ્સ તૈયાર કરવામાં આવી છે અને તે દુનિયા દર્શકોના હોંશ ઉડાવી દેનારી હશે. જોકે રામાયણ ફિલ્મની સરળ વાર્તા જ તેની સાચી શક્તિ સાબિત થશે. 

રામાયણમાં નહીં જોવા મળે આલિયા ભટ્ટ 

જૂન મહિનામાં એવા અહેવાલ વહેતા થયા હતા કે, નિતેશ તિવારીની રામાયણમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને યશ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જોકે તાજેતરના અહેવાલો પ્રમાણે અભિનેત્રી આલિયા ભટ્ટે ફિલ્મ રામાયણના પ્રોજેક્ટમાંથી પીછેહઠ કરી છે. રામાયણમાં ભગવાન શ્રી રામના પાત્ર તરીકે રણબીર કપૂરની સામે સીતાની ભૂમિકા માટે આલિયા ભટ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે ઓગષ્ટ મહિનામાં જ આલિયા ભટ્ટે રામાયણ ફિલ્મ છોડી દીધી હોવાનું જાહેર કરાયું હતું. 

રામાયણ જેવી કૃતિ તૈયાર કરવા માટે ઝીણામાં ઝીણી વસ્તુઓ પર કામ કરવું પડતું હોય છે જે સમય માગી લે છે પંરતુ તારીખની સમસ્યાઓના કારણે આલિયા ભટ્ટ આ પ્રોજેક્ટમાંથી પીછેહઠ કરી છે.