ઓનલાઈન સટ્ટાબાજી માટેની મહાદેવ એપના કેસ મામલે શ્રદ્ધા કપૂરને સમન્સ, રણબીર કપૂરે માગ્યો સમય

અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂરને ઓનલાઈન સટ્ટાબાજી માટેની મહાદેવ એપના કેસ મામલે શુક્રવારના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ- ઈડી (ED) સમક્ષ હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ઓનલાઈન સટ્ટાબાજી માટેની મહાદેવ એપનો કેસ એવા ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ સાથે સંકળાયેલો છે જ્યાં કથિત રીતે ગેરકાયદેસર રીતે સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવામાં આવે છે.  ED એ શ્રદ્ધા કપૂરને મોકલ્યુ […]

Share:

અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂરને ઓનલાઈન સટ્ટાબાજી માટેની મહાદેવ એપના કેસ મામલે શુક્રવારના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ- ઈડી (ED) સમક્ષ હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ઓનલાઈન સટ્ટાબાજી માટેની મહાદેવ એપનો કેસ એવા ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ સાથે સંકળાયેલો છે જ્યાં કથિત રીતે ગેરકાયદેસર રીતે સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવામાં આવે છે. 

ED એ શ્રદ્ધા કપૂરને મોકલ્યુ સમન્સ

ઓનલાઈન સટ્ટાબાજી માટેની મહાદેવ એપના કેસ મામલે શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર સિવાય અન્ય કેટલાય કલાકારોને પણ વિવિધ તારીખના સમન્સ પાઠવવામાં આવેલા છે. જોકે અભિનેતા રણબીર કપૂર દ્વારા મહાદેવ એપ કેસ મામલે ઈડી સમક્ષ હાજર થવા માટે બે સપ્તાહના સમયની માગણી કરવામાં આવી છે. 

કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા અને અભિનેત્રી હુમા કુરેશીને પણ ઓનલાઈન સટ્ટાબાજી માટેની મહાદેવ એપના કેસ મામલે અલગ અલગ તારીખના સમન્સ મોકલવામાં આવેલા છે. જાણવા મળ્યા મુજબ તેઓએ પણ ઈડી સમક્ષ હાજર થવા માટે બે સપ્તાહના સમયની માગણી કરેલી છે. 

ઓનલાઈન સટ્ટાબાજી માટેની મહાદેવ એપના કેસમાં આ કલાકારોના નામ આરોપી તરીકે નથી જોડવામાં આવ્યા પરંતુ તેમને ગેમિંગ એપના પ્રમોટર્સ દ્વારા કથિત રીતે કરવામાં આવેલી ચુકવણીની પદ્ધતિઓ વિશે તેઓ શું જાણે છે તે પુછવા માટે બોલાવવામાં આવ્યા છે. 

ઈડી દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે અભિનેતા રણબીર કપૂરે મહાદેવ એપના પ્રમોશન માટે અનેક જાહેરાતો કરેલી છે. આ માટે તેને ઘણી મોટી રકમની ચુકવણી થઈ છે જે ગુનાની આવકમાંથી મળી હતી. 

મહાદેવ એપ સામે કયા ચાર્જ લાગ્યા?

ઈડી દ્વારા કરવામાં આવેલા આરોપ પ્રમાણે મહાદેવ એપ એક અમ્બ્રેલા સિન્ડિકેટ છે જે ગેરકાયદેસર રીતે ઓનલાઈન સટ્ટાબાજી કરવા માટેની વેબસાઈટ્સને નવા યુઝર્સની નોંધણી કરવા, યુઝર આઈડી બનાવવા, બેનામી બેંક એકાઉન્ટ્સ દ્વારા મની લોન્ડરિંગ કરવા પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. 

ઓનલાઈન ગેમિંગને લગતા વર્તમાન નિયમોમાં સટ્ટાબાજી પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે. તપાસ એજન્સી દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે મૂળે છત્તીસગઢના ભિલાઈના વતની સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દુબઈથી ઓનલાઈન સટ્ટાબાજી માટેનું આ ગેરકાયદેસર પ્લેટફોર્મ સંભાળી રહ્યા છે. 

સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ આ પ્રકારની 4-5 એપ્સનું સંચાલન કરે છે અને દરરોજ આશરે 200 કરોડ રૂપિયાની કમાણી કરે છે. તેઓ નવા વપરાશકર્તાઓ અને ફ્રેન્ચાઈઝી શોધનારાઓને આકર્ષવા માટે ઓનલાઈન સટ્ટાબાજીની વેબસાઈટ્સની જાહેરાતો માટે ભારતમાં રોકડમાં મોટા પાયે ખર્ચો કરે છે. 

ગત મહિને ઓનલાઈન સટ્ટાબાજી માટેની મહાદેવ એપના સંબંધમાં મુંબઈ, કોલકાતા અને ભોપાલમાં 39 સ્થળોએ દરોડા દરમિયાન 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં યુએઈ ખાતે ચંદ્રાકરના લગ્ન માટે 200 કરોડ રૂપિયાની ચુકવણી સંપૂર્ણ રીતે રોકડમાં કરવામાં આવી ત્યાર બાદ મહાદેવ એપ ઈડીના સ્કેનરમાં આવી હતી.