47 વર્ષીય એક્ટર શ્રેયસ તલપડેને આવ્યો Heart Attack, અક્ષય સાથે કરી રહ્યો હતો શૂટિંગ

શ્રેયસ તલપડે અક્ષય કુમાર સાથે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. એ સમયે તે અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાર્ટ એટેક આવતા તે બેભાન થઈ ગયો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • 47 વર્ષીય મરાઠી એક્ટર શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટ એટેક
  • અક્ષય કુમાર સાથે શૂટિંગ કરી રહ્યો હતો એ સમયે બની ઘટના
  • હાલ તે સારવાર હેઠળ છે અને તેની તબિયત સારી છે

મુંબઈઃ પ્રખ્યાત એક્ટર અને પુષ્પા તથા અલ્લુ અર્જુન માટે પોતાનો અવાજ આપનારા શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો હતો. મુંબઈમાં તે અક્ષય કુાર સાથે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. શૂટિંગ પૂરુ થયા બાદ તેને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તે બેભાન થઈ ગયો હતો. તલપડેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન તેનું બીપી પણ વધી ગયુ હતુ. જો કે, તે હાલ સારવાર હેઠળ છે અને તેની તબિયત પણ સારી છે. 

શૂટિંગ બાદ બની ઘટના
શ્રેયસ તલપડેની તબિયત હાલ સારી છે અને તે અક્ષય કુમાર સાથે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. એ સમયે તેને હાર્ટ એટેક આવ્યો હતો. શૂટિંગ પૂરુ કરીને તે ઘરે જવા માટે નીકળ્યો હતો અને અચાનક તબિયત લથડી હતી. જ્યારે તેની પત્ની તેને દવાખાને લઈ જઈ રહી હતી એ જ સમયે તે બેભાન થઈ ગયો હતો. તેને ગઈ મોડી સાંજે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
હાલ તેની તબિયત સારી હોવાના રિપોર્ટ પણ સામે આવ્યા છે. 

હાલ તબિયત સારી
હાલ તેને અંધેરી પશ્ચિમમાં બેલેવ્યૂ હોસ્પિટલમા રાખવામાં આવ્યો છે. સાથે જ હોસ્પિટલમાં તેની એન્જીયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે, આમ તો શ્રેયસ ખૂબ જ મજાકીયો છે. તેણે ખૂબ મજાક કરી અને પછી એક્શનસીન પણ કર્યા હતા. તો બીજી તરફ, તેના ફેન્સ તેના માટે દુઆ માગી રહ્યા છે. અચાનક શ્રેયસને હાર્ટ એટેક આવતા ફેન્સમાં પણ ચિંતા જોવા મળી હતી. 

વેલકમ ટુ ધ જંગલનું શૂટિંગ 
એક સૂત્રએ જણાવ્યું કે, આખો દિવસ સારો રહ્યો હતો. આખો દિવસ શૂટિંગ કર્યુ હતુ. સેટ પર તે બધા સાથે મજાક પણ કરી રહ્યો હતો. તેણે એક્શન સીન પણ શૂટ કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, તે અક્ષય કુમાર સાથે વેલકમ ટૂ ધ જંગલનું શૂટિંગ કરી રહ્યો હતો. જેમાં અક્ષય કુમાર, શ્રેયસ તલપડે, જેકલીન ફર્નાન્ડિસ, દીશા પાટની, સંજય દત્ત, અરશદ વારસી, સુનિલ શેઠ્ઠી, લારા દત્તા, જ્હોની લીવર સહિતના કેટલાંક કલાકારો છે.