સોનાલી બેન્દ્રેએ સરોજ ખાન સાથે કરેલા કામની મેમરી શેર કરી

સોનાલી બેન્દ્રે હાલમાં ટેરેન્સ લુઈસ અને ગીતા કપૂર સાથે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 3 નાં જજ તરીકે આપણને જોવા મળે છે. હાલમાં જ સ્પર્ધક અંજલિ મમગાઈએ, કોરિયોગ્રાફર આકાશ થાપા સાથે, ‘ઢોલી તારો ઢોલ બાજે’ ગીત પર તેમના પાવર-પેક્ડ ગરબાના પર્ફોર્મન્સથી દરેકને પ્રભાવિત કર્યા ત્યારે તેમનું નૃત્ય જોઈને સોનાલી બેન્દ્રે  ભૂતકાળમાં સરી ગઈ હતી અને તેણે કહ્યું […]

Share:

સોનાલી બેન્દ્રે હાલમાં ટેરેન્સ લુઈસ અને ગીતા કપૂર સાથે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 3 નાં જજ તરીકે આપણને જોવા મળે છે. હાલમાં જ સ્પર્ધક અંજલિ મમગાઈએ, કોરિયોગ્રાફર આકાશ થાપા સાથે, ‘ઢોલી તારો ઢોલ બાજે’ ગીત પર તેમના પાવર-પેક્ડ ગરબાના પર્ફોર્મન્સથી દરેકને પ્રભાવિત કર્યા ત્યારે તેમનું નૃત્ય જોઈને સોનાલી બેન્દ્રે  ભૂતકાળમાં સરી ગઈ હતી અને તેણે કહ્યું કે, હું પણ એક ગીત જાણું છું કે જેમાં મને પ્રથમવાર ગરબા કરવાનો મોકો મળ્યો હતો અને તે ગીત પર ડાન્સ કરતાં  મને સરોજ ખાન દ્વારા શીખવવામાં આવ્યું હતું.  

સોનાલી બેન્દ્રે સરોજ ખાન સાથે ‘દિલ હી દિલ મેં’ ગીત માટે કામ કરવાનું યાદ કરતાં કહે છે કે, મને ડર હતો કે સરોજ ખાન મારા પર દાંડિયા ફેંકશે. 

અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ દિવંગત કોરિયોગ્રાફર સરોજ ખાન સાથે વર્ષ 1999ની ફિલ્મ દિલ હી દિલ મેંના ગીત ચાંદ આયા હૈ માટે શૂટિંગ કરવાનું યાદ કર્યું. તેણીએ કહ્યું, “જો કે મેં ખરેખર ક્યારેય ગરબા રમ્યા નથી, મારી પાસે એક પ્રિય ગરબા ગીત છે જે દિલ હી દિલ મેનું ચાંદ આયા હૈ છે.” 

સોનાલી બેન્દ્રે સરોજ ખાન યાદ કરતાં કહે છે કે, આ ગીતમાં મેં પ્રથમવાર ગરબા અને રાસ નૃત્ય શૈલી રજૂ કરી હતી. સરોજ જીએ  તેને કોરિયોગ્રાફ કરી રહી હતી, તેઓ  મારી સાથે પ્રથમ વખત કામ કરી રહ્યા હતા. મને હજી યાદ છે કે મને ડર લાગતો હતો કે જો હું કઈક ખોટું કરીશ તો તે મારી પર તેમનાં  દાંડિયા ફેંકશે. 

ગીત વિશે વાત કરતાં સોનાલીએ જણાવ્યું કે, ગીત સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું અને મેં જ્યારે સરોજજીને  જોયા ત્યારે મને ખબર હતી કે, હું જો કોઈ પણ ડાન્સ સ્ટેપ લેવામાં ભૂલ કરીશ તો  તેમના ગુસ્સાનો સામનો કરવો પડશે. તેઓ કડક સ્વભાવના હતા તેમ છતાં તેઓ અદભૂત શિક્ષક હતા. હું તેમને  પ્રેમ કરું છું. સોનાલી હાલમાં ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 3 પર ટેરેન્સ લુઈસ અને ગીતા કપૂર સાથે જજની પેનલમાં જોવા મળે છે. સોનાલીએ 1994 માં આગ મૂવી સાથે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે અનેક યાદગાર ફિલ્મો આપી છે અને તેનું `હમ્મા હમ્મા એક હો ગયે હમ’ ગીત  હજુ પણ લોકો યાદ કરે છે. સોનાલીને કેન્સર થયું હતું અને તેની સામે એક્ટ્રેસ બહાદુરીથી લડત આપી પાછી ફરી છે. એક્ટ્રેસનું આ રીતે થયેલું કમબેક પ્રેરણાદાયી છે. જે અનુક સ્ત્રીઓને હિંમત આપે છે.