મારે પણ સ્ટીરોઈડ શોટ લેવા પડ્યા… સાઉથની ક્વિન સમન્થા રૂથ પ્રભુએ કેમ કહ્યું આવું?

સાઉથની અભિનેત્રી સમન્થા રૂથ પ્રભુની ત્વચાના લોકો મનભરીને વખાણ કરી રહ્યા છે એવામાં સમન્થા રૂથ પ્રભુએ તેની સ્કીન વિશે એક ખુલાસો કર્યો છે. સમન્થા રૂથ પ્રભુએ કહ્યું કે, મારે પણ સ્ટીરોઈડ શોટ લેવા પડ્યા. સમન્થા પ્રભુએ કહ્યું કે, માયોસાઈટિસની સારવાર દરમિયાન મારી સ્કીન પણ ખરાબ થઈ ગઈ હતી. આટલું જ નહીં સમન્થા રુથ પ્રભુએ કઈ […]

Share:

સાઉથની અભિનેત્રી સમન્થા રૂથ પ્રભુની ત્વચાના લોકો મનભરીને વખાણ કરી રહ્યા છે એવામાં સમન્થા રૂથ પ્રભુએ તેની સ્કીન વિશે એક ખુલાસો કર્યો છે. સમન્થા રૂથ પ્રભુએ કહ્યું કે, મારે પણ સ્ટીરોઈડ શોટ લેવા પડ્યા. સમન્થા પ્રભુએ કહ્યું કે, માયોસાઈટિસની સારવાર દરમિયાન મારી સ્કીન પણ ખરાબ થઈ ગઈ હતી. આટલું જ નહીં સમન્થા રુથ પ્રભુએ કઈ વસ્તુઓથી જીવે છે એની પણ વાત કરી.

કેમ સમન્થા રુથ પ્રભુની ત્વચા ખરાબ થઈ હતી?

એક રેસ્ટોરન્ટમાં બેસીને જ્યારે સમન્થા રૂથ પ્રભુ તેના ઈન્સ્ટાગ્રામ ચાહકો સાથે વાત કરી રહી હતી ત્યારે તેણે તેમની સ્કીન  વિશે ખુલાસો કર્યો અને કહ્યું કે, હું ફિલ્ટરનો ઉપયોગ કરી રહી છું કારણ કે માયોસાઈટિસની સારવાર વખતે તેમણે જે દવા લીધી હતી તેનાથી તેમની સ્કીન ખરાબ થઈ ગઈ છે.આ સાથે તે કેવી રીતે જીવી રહી છે તેનો પણ ઉલ્લેખ ચર્ચા દરમિયાન કર્યો હતો.

જાણો સમન્થા રૂથ પ્રભુએ ચાહકોને કેવા આપ્યા જવાબ?  

સમન્થા રૂથ પ્રભુએ ચાહકોને પોતાની પર્સનલ લાઈફ અંગે ઘણા જવાબ આપ્યા છે. સમન્થાને એક ચાહકે પુછ્યું કે, ‘તમે સ્કીન આટલી ચમકીલી કેવી રીતે છે?’ જેના જવાબમાં સમન્થા રૂથ પ્રભુએ કહ્યું કે, ના આ સાચું નથી. ચિન્મયી શ્રીપદાએ વચન આપ્યું છે કે એ મારી સ્કીન ઠીક કરી દેશે.મારી સ્કીનને ચમકદાર બનાવશે. આ સમસ્યાને કારણે મારે ઘણા બધા સ્ટેરોઈડ લેવા પડ્યા હતા. જેના લીધે મારી સ્કીન ખરેખર બગડી ગઈ અને મને ઘણી તકલીફ પડી હતી. દોસ્તો મારો આ ચમકીલો ચહેરો તો માત્રને માત્ર ફિલ્ટરના લીધે છે.

સમન્થા રૂથ પ્રભુ કઈ ત્રણ વસ્તુઓ પર જીવે છે

સમન્થા રૂથ પ્રભુને એક એવો પ્રશ્ન પુછવામાં આવ્યો કે તે પણ વિચારમાં પડી ગઈ હતી. આ પ્રશ્નમાં હતું કે તમે જીવો છો તે ટોચની ત્રણ વસ્તુઓ કઈ છે? વાસ્તવિકતા સાથે જોડાયેલા રહેવા માટે તમે શું કરો છો?. જેના જવાબમાં સમન્થાએ કહ્યું કે,  “હું ખૂબ જ ધીરજવાન, મજબૂત બની ગઈ છું અને મારી ઇચ્છાશક્તિ અનંત સુધી પહોંચી ગઈ છે.” તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લખ્યું, “1. હું આને માત આપીશ 2.વાસ્તવિકતા પર પ્રશ્ન કરવાનું બંધ કરો…તે જે છે તે છે. 3. પ્રામાણિકતા અને સત્ય સાથે આગળ વધો.

યુવાનોને સમન્થાની સલાહ

સમન્થાએ ‘યુવાનો અને કિશોરોને જીવનમાં ખોટા નિર્ણયો લેવા વિશે’ સલાહ આપવા માટે પૂછવામાં આવતાં પણ સમજદાર જવાબ આપ્યો. તેણીએ કહ્યું કે તેઓએ એવું ન વિચારવું જોઈએ કે તેમનું જીવન પુરુ થઈ ગયું છે જ્યારે કે તે તેમના જીવનનો શ્રેષ્ઠ સમય છે.પોતાનું ઉદાહરણ આપતા સમન્થા રૂથ પ્રભુએ કહ્યું, જીવન આટલી જલ્દી પુરુ થતું નથી કારણ કે તેમને ભવિષ્યમાં ઘણી સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

સમન્થા રૂથ પ્રભુ હાલમાં હેલ્થ પર ધ્યાન આપવા માટે કામમાંથી રજા પર છે. તે Myosits થી પીડાઈ રહી છે અને સારવાર હેઠળ છે. ચાહકોની વાતચીત દરમિયાન કહ્યું કે તે સારી રીતે સ્વસ્થ થઈ રહી છે અને ઘણું સારું અનુભવી રહી છે.