એસએસ રાજામૌલીએ ‘મેડ ઈન ઈન્ડિયા’ ફિલ્મનું ટીઝર શેર કર્યું

એસએસ રાજામૌલીએ મંગળવારે તેમની નવી ફિલ્મનું ટીઝર શેર કર્યું, જે ભારતીય સિનેમાની અવિશ્વસનીય બાયોપિક ફિલ્મ છે. મેડ ઈન ઈન્ડિયા નામની આ ફિલ્મ ‘ભારતીય સિનેમાના પિતા’ દાદાસાહેબ ફાળકે પર આધારિત હોવાનું કહેવાય છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા નીતિન કક્કર કરશે અને તે છ ભાષાઓ – મરાઠી, તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડમાં […]

Share:

એસએસ રાજામૌલીએ મંગળવારે તેમની નવી ફિલ્મનું ટીઝર શેર કર્યું, જે ભારતીય સિનેમાની અવિશ્વસનીય બાયોપિક ફિલ્મ છે. મેડ ઈન ઈન્ડિયા નામની આ ફિલ્મ ‘ભારતીય સિનેમાના પિતા’ દાદાસાહેબ ફાળકે પર આધારિત હોવાનું કહેવાય છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા નીતિન કક્કર કરશે અને તે છ ભાષાઓ – મરાઠી, તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે. 

ફિલ્મના ટીઝરનો વીડિયો શેર કરતાં, એસએસ રાજામૌલીએ મંગળવારે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, “જ્યારે મેં પહેલીવાર વર્ણન સાંભળ્યું, ત્યારે હું ભાવુક થઈ ગયો હતો. બાયોપિક બનાવવી એ અઘરું છે, પરંતુ ફાધર ઓફ ઈન્ડિયન સિનેમા વિશે કલ્પના કરવી એ વધુ પડકારજનક છે. 

અમારા છોકરાઓ તેના માટે તૈયાર છે અને અત્યંત ગર્વ સાથે, મેડ ઈન ઈન્ડિયા પ્રસ્તુત કરી રહ્યાં છીએ. આ ફિલ્મનું નિર્માણ મેક્સ સ્ટુડિયોના વરુણગુપ્તા અને શોઈંગ બિઝનેસના એસએસ કાર્તિકેય દ્વારા કરવામાં આવશે.”

આ જાહેરાત પર પ્રતિક્રિયા આપતા કેટલાક લોકોએ એસએસ રાજામૌલીને તેમની બીજી ફિલ્મ મહાભારત વિશે પણ પૂછ્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક યુઝરે કહ્યું, “અમે મહાભારત ફિલ્મ પણ ઈચ્છીએ છીએ.” 

બીજા યુઝરે પૂછ્યું, “મહાભારત ક્યારે ફિલ્મ ક્યારે રિલીઝ થશે?” કેટલાકે એવું પણ પૂછ્યું કે શું તે ખરેખર ‘ભારતીય સિનેમાના પિતા’ તરીકે ઓળખાતા દાદાસાહેબ ફાળકેની બાયોપિક છે. કેટલાકે એવું પણ સૂચન કર્યું કે ફિલ્મનું નામ ‘મેડ ઈન ભારત’ રાખી શકાય.

એસએસ રાજામૌલીની RRR એ વધુ એવોર્ડ જીત્યા

આ સપ્તાહના અંતે, એસએસ રાજામૌલીએ RRR માટે SIIMA 2023માં શ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ જીત્યો હતો. આ ફિલ્મે તાજેતરમાં જ શ્રેષ્ઠ મનોરંજન પુરૂ પાડતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ જીત્યો હતો. તેમણે એમએમ કીરવાણી માટે શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શન, કાલભૈરવ માટે શ્રેષ્ઠ મેલ પ્લેબેક સિંગર, શ્રેષ્ઠ એક્શન ડિરેક્ટર અને શ્રેષ્ઠ કોરિયોગ્રાફી એવોર્ડ જેવી શ્રેણીઓમાં વધુ પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા હતા.

એસએસ રાજામૌલીએ મહાભારત ફિલ્મ પર પ્રતિક્રિયા આપી 

એસએસ રાજામૌલીએ વર્ષોથી મહાભારત પરના તેમના ડ્રીમ પ્રોજેક્ટ વિશે પણ વાત કરી છે. તેમણે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે જો તે ફિલ્મ બનાવશે, તો તેની સાથે સંપૂર્ણ ન્યાય કરવા માટે તે તેને 10 ભાગોમાં બનાવશે. તેમણે કહ્યું, “જો હું મહાભારત બનાવીશ, તો દેશમાં ઉપલબ્ધ મહાભારતની આવૃત્તિઓ વાંચવામાં મને એક વર્ષ લાગશે. હાલમાં, હું માની શકું છું કે તે 10 ભાગની ફિલ્મ હશે.” 

એસએસ રાજામૌલીએ કહ્યું, “મને લાગે છે કે હું મહાભારત બનાવવા માટે કંઈક શીખી રહ્યો છું. તેથી તે મારું સ્વપ્ન છે અને મારુ દરેક પગલું તે તરફ જ છે.”