KBC 15: સુહાના ખાને પિતા શાહરુખ ખાન વિશે આપ્યો ખોટો જવાબ, અમિતાભ બચ્ચન પણ ચોંક્યા

Kaun Banega Crorepati 15: સુહાના ખાને જોયા અખ્તરની તાજેરમાં જ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ ધ આર્ચીઝથી અભિનયની દુનિયામાં પગ મૂક્યો છે. ત્યારે સુહાના ખાન સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચનના શો કેબીસી 15માં પ્રમોશન માટે પહોંચી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • સુહાના ખાને કેબીસીમાં માર્યો મોટો લોચો
  • પિતા શાહરુખ ખાન વિશે સવાલનો જવાબ ન આપી શકી
  • બીગ બીએ પણ મજાકમાં ટિપ્પણી કરીને હસાવ્યા

નવી દિલ્હીઃ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાને ધ આર્ચીઝ ફિલ્મથી અભિનયની દુનિયામાં પગ મૂક્યો છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. જોયા અખ્તરની આ ફિલ્મમાં સુહાના ખાન સાથે ખુશી કપૂર, અગત્સ્ય નંદા, વેદાંગ રૈના, મિહીર આહુજા, યુવરાજ મેંડા અને ડોટે પણ એક્ટર તરીકે કરિયરની શરુઆત કરી છે. જો કે, ફિલ્મને જોઈએ એવા સારા વ્યૂ મળ્યા નથી. અગત્સ્ય નંદાની એક્ટિંગ ફેન્સ વખાણી રહ્યા છે. તો કોઈએ ખુશી કપૂરની એક્ટિંગની પ્રશંસા કરી હતી. ત્યારે ફિલ્મના પ્રમોશન માટે સુહાના ખાન કેબીસી 15માં પહોંચી હતી. આ સમયે અમિતાભ બચ્ચને એક સવાલ કર્યો હતો ત્યારે પિતા શાહરુખ ખાન અંગે સુહાનાએ ખોટો જવાબ આપતા બીગ બી પણ ચોંકી ગયા હતા. એ પછી બીગ બીએ તેને જોરદાર ટોન્ટ પણ સંભાળાવ્યો હતો. 

સુહાના અજાણ
પોતાની આ ફિલ્મના પ્રમોશન માટે આખી ટીમ કેબીસી 15ના સેટ પર પહોંચી હતી. આ સમયે બીગ બીએ સુહાના ખાનને પિતા શાહરુખ ખાન સાથે સંકળાયેલો એક પ્રશ્ન પૂછ્યો હતો. જેના વિશે કિંગ ખાનની લાડલીને જરાય આઈડિયા નહોતો. જો કે, એ સમયે બીગ બીએ પણ સુહાના ખાનને જોરદાર ટોન્ટ માર્યો હતો અને થોડીવાર માટે વાતાવરણ હાસ્યમય બન્યું હતું. 

આ સવાલ પૂછ્યો હતો 
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમિતાભ બચ્ચને સુહાના ખાન, અગત્સ્ય નંદા અને જોયાને સુપર સંદૂક રાઉન્ડમાં સવાલ કરતા પૂછ્યું હતું કે, શાહરુખ ખાનને અત્યાર સુધીમાં આમાંથી કયો અવોર્ડ મળ્યો નથી. બીગ બીએ ઓપ્શનમાં પદ્મશ્રી, લિઝન ઓફ ઓનર, એલએટોઈલ, વોલ્પી કપ. જો કે, સવાલ સાંભળતા જ સુહાના તરત બોલી પડી કે, પદ્મશ્રી. સુહાનાનો આ જવાબ સાંભળીને તેની સાથેની ટીમ અને અમિતાભ બચ્ચન પણ ચોંકી ગયા હતા. કારણ કે સુહાના ખાનનો જવાબ ખોટો હતો. 

બીગ બીએ આ ટિપ્પણી કરી 
સુહાના ખાનનો જવાબ સાંભળી બીગ બી પણ ચોંકી ગયા અને ટિપ્પણી કર્યા વગર રહી ન શક્યા. બીગ બીએ મજાકમાં કહ્યું કે, દીકરીને એ પણ ખબર નથી કે પિતાને કયુ સન્માન મળ્યું છે. પપ્પાએ માત્ર એટલું જ કહીને મોકલી છે કે, સામે જે બેઠા છે તેઓએ તારા પિતાના પિતાનો રોલ ભજવ્યો છે. એ પછી આખુ વાતાવરણ મજાકમય બન્યુ હતુ.