સની દેઓલની ગદર 2એ રેકોર્ડ તોડ્યો- દુનિયાભરમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરી

સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત ફિલ્મ ગદર 2નો બોક્સ ઓફિસ પર દબદબો જળવાઈ રહ્યો છે. આ ફિલ્મે સમગ્ર વિશ્વમાં રિલીઝ થયાના માત્ર 11 દિવસમાં 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.  ‘ગદર 2: ધ કથા કન્ટીન્યુસ’ ભારતીય તેમજ વિદેશી બોક્સ ઓફિસ પર સનસનાટીપૂર્ણ સાબિત થઈ છે. સની દેઓલની ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર […]

Share:

સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત ફિલ્મ ગદર 2નો બોક્સ ઓફિસ પર દબદબો જળવાઈ રહ્યો છે. આ ફિલ્મે સમગ્ર વિશ્વમાં રિલીઝ થયાના માત્ર 11 દિવસમાં 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.

 ‘ગદર 2: ધ કથા કન્ટીન્યુસ’ ભારતીય તેમજ વિદેશી બોક્સ ઓફિસ પર સનસનાટીપૂર્ણ સાબિત થઈ છે. સની દેઓલની ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 499 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને વિદેશી બજારોમાંથી 48 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ, મૂવીનું ગ્રોસ કલેક્શન રૂ. 507 કરોડ થયું છે. 

12મા દિવેસ ગદર 2નું બોક્સ ઓફિસ કલેક્શન 

ઈન્ડસ્ટ્રી ટ્રેકર, સેકનિલ્કના જણાવ્યા અનુસાર, ગદર 2એ રિલીઝના 11મા દિવસે 13 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. જોકે આ આંકડો મૂવીના દૈનિક કલેક્શનનો સૌથી ઓછો આંકડો કહી શકાય. ટ્રેકર દ્વારા આગાહી કરવમાં આવી હતી કે, ફિલ્મ તેના 12મા દિવસે અથવા બીજા મંગળવારે લગભગ 11 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે.

ગદર 2ના જાદુએ રિલીઝના બીજા સપ્તાહના અંત સુધીમાં બોક્સ ઓફિસ કમાણીની દૃષ્ટિએ પઠાણ સહિત અનેક બ્લોકબસ્ટર્સ ફિલ્મને પાછળ છોડી દીધી છે. ગદર 2એ રિલીઝના બીજા વિકેન્ડ દરમિયાન રૂ. 90.47 કરોડની કમાણી કરી હતી. આમ આ ફિલ્મે પ્રભાસની બાહુબલી-2નો રેકોર્ડ તોડ્યો છે. બાહુબલી-2એ બીજા વિકેન્ડ દરમિયાન રૂ. 80.75 કરોડની કમાણી કરી હતી.

ગદર-2ના  કુલ કલેક્શને વિશ્વભરમાં 500 કરોડનો આંકડો વટાવી દીધો છે અને રિલીઝના ત્રીજા વિકેન્ડ સુધીમાં તે માત્ર ભારતમાં જ 500 કરોડથી વધુની કમાણી કરી લે તેવી શક્યતા જણાઈ રહી છે. 

ગદર 2ની OTT રિલીઝ

સની દેઓલ અને ગદરના ચાહકો ગદર 2 જોવા માટે મોટી સંખ્યામાં થિએટર્સની મુલાકાત લઈ રહ્યા છે. જોકે અનેક લોકો OTT પ્લેટફોર્મ પર પણ આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ડિરેક્ટરે તેની OTT રિલીઝ અંગે તાજેતરમાં જ એક મહત્વની અપડેટ આપી હતી. તેમણે ફિલ્મ 2 મહિના બાદ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે તેમ જણાવ્યું હતું. તેમણે ચોક્કસ તારીખ આપવાનું ટાળ્યું હતું પરંતુ ગદર 2ની OTT રિલીઝ દિવાળી આસપાસ થઈ શકે છે તેવી શક્યતા જણાવી હતી. 

સની દેઓલે તાજેતરમાં જ લંડન ખાતે ગદર 2નું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજ્યું હતું. ગદર 2 તારાસિંહની વાર્તા છે જે પોતાના દીકરાને બચાવવા માટે પાકિસ્તાનમાં એન્ટ્રી કરે છે અને દુશ્મનોના છક્કા છોડાવી નાખે છે. સની દેઓલના મતે દરેક પુરૂષ એમ ઈચ્છે છે કે તેની પત્ની સકીના જેવી હોય અને દરેક મહિલા તેનો પતિ તારાસિંહ જેવો હોય એમ ઈચ્છે છે.”