Sunny Leone: થર્ડ પાર્ટીના પ્રમોશન માટે વારાણસી પહોંચેલી અભિનેત્રીએ કરી ગંગા આરતી

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સની લિયોનીએ ધાર્મિક ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

Courtesy: Image: Twitter

Share:

 

Sunny Leone: બોલિવુડની બેબી ડોલ સની લિયોની (Sunny Leone) ગુરુવારે વારાણસી પહોંચી હતી. પોતાના નવા મ્યુઝિક આલ્બમ 'થર્ડ પાર્ટી'ના પ્રમોશન માટે વારાણસી પહોંચેલી અભિનેત્રી કપાળ પર તિલક કરીને ગળામાં માળા સાથે ગંગા આરતી કરતી જોવા મળી હતી. 

 

આ ઉપરાંત સસ્પેન્ડેડ IAS અભિષેક સિંહ પણ સની સાથે ગંગા આરતીમાં જોવા મળ્યા હતા. અભિષેક સિંહ ઉત્તર પ્રદેશના IAS ઓફિસર હતા અને ફેબ્રુઆરી 2023માં સરકારી વાહનની સામે ફોટો પડાવી તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અભિષેક સિંહ હવે સંગીતની દુનિયામાં પોતાની કરિયર બનાવવા ઈચ્છે છે.

ધાર્મિક ફિલ્મો કરવા ઈચ્છે છે Sunny Leone

વારાણસીમાં સની લિયોની સંપૂર્ણપણે ધાર્મિક અવતારમાં જોવા મળી હતી અને તેને જોવા માટે ચાહકોએ પડાપડી કરી હતી. આ ઉપરાંત સનીની પ્રેસ કોન્ફરન્સમાં પણ ભીડ બેકાબૂ બનવાના કારણે પોલીસ બોલાવવી પડી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સની લિયોનીએ ધાર્મિક ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 

 

સનીએ કહ્યું હતું કે, દરેક કામ કરવા માટે પેશન હોવું જોઈએ. હૃદયથી કરેલું દરેક કામ સારું હોય છે. સની લિયોની (Sunny Leone)એ કહ્યું હતું કે, જો મને તક મળશે તો હું ચોક્કસપણે ધાર્મિક ફિલ્મો કરીશ, પરંતુ આવી ફિલ્મો ખૂબ સમજી વિચારીને કરવી જોઈએ.

સનીના ધાર્મિક લુકની પ્રશંસા

સનીનો  દશાશ્વમેઘ ઘાટ પર આરતી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મ્યુઝિક આલ્બમ થર્ડ પાર્ટીના પ્રમોશન માટે વારાણસી પહોંચેલી સનીનું આધ્યાત્મિક રૂપ જોવા મળ્યું હતું. સની લિયોનીએ ગંગા નદીના ઘાટ પર ગુલાબી રંગનો ફુલ સ્લીવનો ડ્રેસ પહેર્યો હતો અને માથે દુપટ્ટો ઓઢી રાખ્યો હતો. આ ઉપરાંત તેણે ગળામાં પીળા ફૂલોની માળા પહેરેલી હતી અને કપાળે ત્રિપુંડ કરેલું હતું. 

 

સની લિયોનીના ચાહકોને તેનો આ સાદગીભર્યો અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે અને એક ચાહકે લખ્યું હતું કે, ધાર્મિક સ્થળોની મુલાકાત કેવી રીતે લેવી જોઈએ તે સની લિયોની (Sunny Leone) પાસેથી શીખો. આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ યુવતીઓ લોકપ્રિય થવા માટે મંદિરો અને ઘાટની સામે અશ્લીલતા ફેલાવી રહી છે. 

 

જોકે અમુક લોકો હજુ પણ સનીનો ભૂતકાળ ભૂલ્યા નથી કારણ કે તે એક પ્રખ્યાત પોર્ન સ્ટાર હતી અને ત્યાર બાદ બોલિવુડમાં તહેલકો મચાવ્યો હતો. આ કારણે એક યુઝરે રામ તેરી ગંગા મેલી હો ગઈ એવી કોમેન્ટ કરી હતી. 16 નવેમ્બરની રાત્રિએ વારાણસી ઘાટ પર ગંગા આરતી કરતા જોવા મળેલી સનીએ તે પહેલા બાબા વિશ્વનાથના દર્શન કર્યા હતા અને પૂજા-અર્ચના કરી હતી.