સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘આદિપુરુષ’નાં CBFC સર્ટિફિકેશનને રદ કરવાની માંગ કરતી અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફિલ્મ “આદિપુરુષ”ના નિર્માતાઓ વિરુદ્ધ હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ વિવિધ કાર્યવાહી પર સ્ટે લગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈલ્હાબાદ હાઈકોર્ટના આદેશ સામે ફિલ્મના નિર્માતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર પણ નોટિસ જાહેર કરી છે, જેમાં તેમને 27 જુલાઈ પહેલાં હાજર રહેવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ઈલાહાબાદ હાઈકોર્ટ સમક્ષ ફિલ્મ ‘આદિપુરુષ’માં રામાયણના નિરૂપણને પડકારતી અરજીઓની […]

Share:

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફિલ્મ “આદિપુરુષ”ના નિર્માતાઓ વિરુદ્ધ હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ વિવિધ કાર્યવાહી પર સ્ટે લગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈલ્હાબાદ હાઈકોર્ટના આદેશ સામે ફિલ્મના નિર્માતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર પણ નોટિસ જાહેર કરી છે, જેમાં તેમને 27 જુલાઈ પહેલાં હાજર રહેવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ઈલાહાબાદ હાઈકોર્ટ સમક્ષ ફિલ્મ ‘આદિપુરુષ’માં રામાયણના નિરૂપણને પડકારતી અરજીઓની સુનાવણી કરતા પહેલા કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.

હિન્દુ પૌરાણિક મહાકાવ્ય રામાયણથી પ્રેરિત, આ ફિલ્મ ભગવાન રામના ગુણોને દર્શાવે છે જેમાં ધર્મ, હિંમત અને બલિદાનનો સમાવેશ થાય છે જે ભવ્ય પોસ્ટરમાં યોગ્ય રીતે જોવા મળે છે. આદિપુરુષમાં પ્રભાસ રાઘવ, કૃતિ સેનન જાનકી મુખ્ય ભૂમિકામાં જયારે સૈફ અલી ખાન રાવણની ભૂમિકા ભજવે છે. સની સિંહ અને દેવદત્ત નાગે સહાયક કલાકારો તરીકે છે. પ્રાચીન ભારતીય મહાકાવ્ય રામાયણની મજાક ઉડાવવા બદલ આ ફિલ્મને પ્રેક્ષકો તરફથી સંપૂર્ણ અસ્વીકારનો સામનો કરવો પડયો. ઉપરાંત, આ ફિલ્મ તેના ડાયલોગ્સ અને VFX માટે અનેક વિવાદોનો શિકાર બની હતી. ઘણા હિન્દુ સંગઠનોએ આ ફિલ્મના પ્રતિબંધની હાકલ કરી છે.

સુપ્રીમ કોર્ટે ફિલ્મ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) સર્ટિફિકેશન રદ કરવાની અરજી પર વિચાર કરવાનો ઈનકાર કર્યો હતો. જસ્ટિસ એસકે કૌલે ફિલ્મો અને પુસ્તકો પ્રત્યે વધતી જતી સંવેદનશીલતા અને ઘટતી સહનશીલતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ન્યાયાધીશ સુધાંશુ ધુલિયાનો સમાવેશ કરતી બેંચે આ કેસમાં પક્ષકારોને નોટિસ જાહેર કરી હતી. ઈલ્હાબાદ હાઈકોર્ટે 30 જૂને ફિલ્મના નિર્માતાઓને 27 જુલાઈ સુધીમાં તેમની સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો અને કેન્દ્ર સરકારને ફિલ્મ પર પોતાનો અભિપ્રાય આપવા માટે એક સમિતિની રચના કરવા જણાવ્યું હતું.

હાઈકોર્ટે કુલદીપ તિવારી અને નવીન ધવનની અલગ-અલગ અરજીઓ પર સુનાવણી કરી રહી હતી જેમાં ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી. હાઈકોર્ટે નિર્દેશક ઓમ રાઉત, નિર્માતા ભૂષણ કુમાર અને ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરને 27 જુલાઈના રોજ હાજર થવાનો આદેશ આપ્યો હતો. તેમજ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પણ નિર્દેશ આપ્યો છે કે તે ફિલ્મ પર પોતાનો અભિપ્રાય આપવા માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરે અને જણાવે કે શું આ ફિલ્મે લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી છે કે કેમ.

એક આદેશમાં, હાઈકોર્ટે સરકારને ફિલ્મને સર્ટિફિકેટ આપવાના નિર્ણયની સમીક્ષા કરવાનો પણ નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના અધ્યક્ષ તેમના વ્યક્તિગત સોગંદનામા દાખલ કરશે અને તે જણાવશે કે સર્ટિફિકેશન માટેની ગાઈડલાઇનમાં ફિલ્મના જાહેર પ્રદર્શન માટે લોકોની ભાવનાનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે નહિ.