સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં હજુ સોશિયલ મીડિયાના ડેટા આવવાના બાકી

એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) હજી પણ  ફેસબુક અને ગૂગલના જવાબોની રાહ જોઈ રહી છે.  આ સોશ્યિલ મીડિયા જાયન્ટ્સને વર્ષ 2021માં સીબીઆઇએ એક્ટરની ડિલીટ કરેલી ચેટ્સ, પોસ્ટ્સ અને ઈમેલ્સની વિગતો માંગતી ઔપચારિક વિનંતી મોકલી  છે. એજન્સી જૂન 2020માં ખરેખર શું થયું હશે તેની તપાસ કરવાની યોજના ધરાવે છે. જેમાં […]

Share:

એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) હજી પણ  ફેસબુક અને ગૂગલના જવાબોની રાહ જોઈ રહી છે. 

આ સોશ્યિલ મીડિયા જાયન્ટ્સને વર્ષ 2021માં સીબીઆઇએ એક્ટરની ડિલીટ કરેલી ચેટ્સ, પોસ્ટ્સ અને ઈમેલ્સની વિગતો માંગતી ઔપચારિક વિનંતી મોકલી  છે. એજન્સી જૂન 2020માં ખરેખર શું થયું હશે તેની તપાસ કરવાની યોજના ધરાવે છે. જેમાં સોશિયલ મીડિયાની ડીલિટ કરાયેલી માહિતી જાણવી જરૂરી છે.

સીબીઆઈના એક અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે, અમે હજી પણ આ તકનીકી પુરાવા મેળવવા અમેરિકા તરફથી પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છીએ, જે અમને કેસને તાર્કિક નિષ્કર્ષ પર લઈ જવામાં મદદ કરી શકે છે.  આ પૂરાવાના અભાવે કેસને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. 

કેસમાં પુરાવાઓની વિશ્વસનીયતાની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ હજુ પણ ચાલી રહી છે તેમ, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું તેના થોડા દિવસો બાદ જ આ વાત આવી છે. પ્રથમ, ઉપલબ્ધ માહિતી અફવા પર આધારિત હતી. જોકે, કેટલીક વ્યક્તિઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની પાસે આ કેસ અંગેના નોંધપાત્ર પૂરાવા છે. જવાબમાં, અમે તેમનો સંપર્ક કર્યો અને વિનંતી કરી કે તેઓ પોલીસને પૂરાવા જમા કરે. હાલમાં અમે રજૂ કરેલા પૂરાવાની વિશ્વસનીયતા તપાસી રહ્યા છે અને તપાસ હજુ પણ ચાલુ છે. તેમણે જણાવ્યું કે, કેસના અંતિમ પરિણામ પર કંઈ પણ કહેવું તે ઉતાવળ કહેવાશે. તેમ પણ ફડનવીસે જણાવ્યું હતું. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જૂન 2020માં  સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેના મુંબઈ એપાર્ટમેન્ટમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તે સમયે સોશિયલ મીડિયા પર સુશાંત સિંહના અંગત અને સામાજીક જીવનને લઈને અનેક વાતો સોશિયલ મીડિયા પર વહેતી થઈ હતી. તેની સાથે ખરેખર શું થયું તે અંગે પહેલા મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી હતી અને ત્યારબાદ આ કેસમાં દરેક એંગલથી તપાસ કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી જોકે, આ અંગે હજુ સુધી કોઈ દોષી પુરવાર થયું નથી. લોકો  આ અભિનેતાના મૃત્યુ સાથે સંકળાયેલી દરેક વાત જાહેર થાય તેમ ઈચ્છે છે. ત્યારે સીબીઆઇની  તાજેતરની અપડેટ આ કેસની તપાસમાં વિકાસ દર્શાવે છે. 

હજુ પણ લોકો તેના છેલ્લાં સમયમાં તેની હાલત દર્શાવતા વિડીયો વાયરલ કરી રહ્યા છે અને તેના દ્વારા આ કેસને પણ જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.