હાર્ટએટેકને માત આપ્યા બાદ સુષ્મિતા સેન પુન: કામ પર પાછી ફરી 

જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેન હાર્ટ એટેકમાંથી બહાર આવ્યા બાદ ફરી કામે ચઢી છે અને તે માટે તે જયપુર આવી હતી. અહીં તે  ડિઝની પ્લસ હોટસ્ટાર  પર આવતી સિરીઝ આર્યાની સીઝન 3 નું શૂટ ફરી શરૂ કરશે.  ફેબ્રુઆરીમાં સુષ્મિતાને કાર્ડિયાક અરેસ્ટ થવાના કારણે આ સિરિઝનું શૂટિંગ અટક્યું હતું. તેની આ શ્રેણી લોકોમાં ઘણી લોકપ્રિય તહી હતી.   […]

Share:

જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેન હાર્ટ એટેકમાંથી બહાર આવ્યા બાદ ફરી કામે ચઢી છે અને તે માટે તે જયપુર આવી હતી. અહીં તે  ડિઝની પ્લસ હોટસ્ટાર  પર આવતી સિરીઝ આર્યાની સીઝન 3 નું શૂટ ફરી શરૂ કરશે.  ફેબ્રુઆરીમાં સુષ્મિતાને કાર્ડિયાક અરેસ્ટ થવાના કારણે આ સિરિઝનું શૂટિંગ અટક્યું હતું. તેની આ શ્રેણી લોકોમાં ઘણી લોકપ્રિય તહી હતી.  

જયપુર આવતા સમયે તેની સાથે ફ્લાઇટમાં પંકજ ઉધાસ હતા અને તેણીએ  તેનાં અનુભવ રજૂ કરતાં જણાવ્યું કે, તેઓ ઊર્જાથી ભરેલા હતા. તેમનામાં કેટલી ઉર્જા છે અને મેં શરમ રાખ્યા વિના તેઓને બે લાઇન ગાવા જણાવ્યું હતું. આથી મને લાગ્યું કે, હું સારા અને ઉર્જાથી  ભરેલા લોકોથી ઘેરાયેલી છું. 

બંગાળી નવવર્ષનો વિડિયો શેર કરતાં, સુષ્મિતાએ તેને કૅપ્શન આપ્યું, “શુભ નોબોબોર્શો. અહીં અનંત શક્યતાઓ સાથે નવી શરૂઆત છે! હું તમને લોકોને  પ્રેમ કરું છું! #duggadugga #yourstruly”

અત્રે ઉલ્લેખનીય છે કે સુષ્મિતાને ફેબ્રુઆરીમાં કાર્ડિયાક અરેસ્ટ થયો હતો અને ત્યાર બાદ તેણે એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. આર્યા સિરીઝની અભિનેત્રીએ તેની સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને જાણ કરી હતી કે તેની  મુખ્ય ધમનીમાં 95 ટકા બ્લૉકેજ  હોવાનું નિદાન થયું છે. ત્યારબાદ અવારનવાર તેનાં  સ્વાસ્થ્ય અંગેની વિગતો  ઇન્સ્ટાગ્રામ પર આપતી હતી. 

વળી, અભિનેત્રીએ જણાવ્યું કે એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેણીએ સત્રમાં જોડાયેલા લોકો સાથે શુભેચ્છાઓનું વિનિમય કર્યું. અભિનેતાએ તેના તમામ દર્શકોને તેમની જાતિ, સંપ્રદાય અને ભાષાને ધ્યાનમાં લીધા વિના બંગાળી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

“જીવનમાં પાછાં… પાછા આવવું સારું છે”, સુષ્મિતાએ સહર્ષ જણાવ્યું. તેને એક દર્શકના કહેવા પર  શાયરી પણ સંભળાવી.  સુષ્મિતાને જીવન પ્રત્યેના તેના પ્રેરણાદાયી અને સકારાત્મક વલણ સાથે આગળ વધી રહી છે. અને તેની અનેકવાર તેનાં પોસ્ટમાં જણાવ્યું છે કે, તેનાં મુશ્કેલ સમયમાં હંમેશા તેનાં ચાહકો તેને શુભેચ્છા મોકલાવતા રહે છે.  

હાલમાં જ સુષ્મિતા સેને તાલી ફિલ્મનું ડબિંગ કામ પૂરું કર્યું છે. ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને બોલીવુડ એકટ્રેસ સુષ્મિતા સેને ખુદે ઈન્સ્ટાગ્રામ પર ખબર આપી હતી કે તાજેતરમાં તેને હાર્ટ એટેક આવ્યો હતો. પોતાની વધતી ઉંમરે પણ ફિટનેસ જાળવી રાખનાર એકટ્રેસે જણાવ્યું હતું કે તેણે એન્જીયો પ્લાસ્ટી કરાવી છે. તેમ છતાં હાલ તેની તબિયત સારી છે.