સ્વદેશ ફેમ અભિનેત્રી ગાયત્રી જોશીનો ઈટલીમાં કાર અકસ્માત, સ્વિસ કપલનું મોત

શાહરૂખ ખાન સાથેની ફિલ્મ સ્વદેશમાં જોવા મળેલી અભિનેત્રી ગાયત્રી જોશી એક રોડ અકસ્માતનો ભોગ બની છે. ગાયત્રી જોશી તેના પતિ વિકાસ ઓબેરોય સાથે ઈટલીમાં પ્રવાસ કરી રહી હતી તે સમયે એક ગમખ્વાર અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માતમાં એક સ્વિસ કપલનું મોત થયું છે. ગાયત્રી જોશીના કાર અકસ્માતથી કપલનું મોત થયું ગાયત્રી જોશીની કાર અન્ય […]

Share:

શાહરૂખ ખાન સાથેની ફિલ્મ સ્વદેશમાં જોવા મળેલી અભિનેત્રી ગાયત્રી જોશી એક રોડ અકસ્માતનો ભોગ બની છે. ગાયત્રી જોશી તેના પતિ વિકાસ ઓબેરોય સાથે ઈટલીમાં પ્રવાસ કરી રહી હતી તે સમયે એક ગમખ્વાર અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માતમાં એક સ્વિસ કપલનું મોત થયું છે.

ગાયત્રી જોશીના કાર અકસ્માતથી કપલનું મોત થયું

ગાયત્રી જોશીની કાર અન્ય વાહનો અને કેમ્પર વાન સાથે અથડાઈ હતી અને અકસ્માતમાં એક સ્વિસ કપલનું મોત થયું હતું. સાર્ડિનિયાના ગ્રામીણ વિસ્તારમાં લેમ્બોર્ગિની અને ફરારી સહિતની કાર કેમ્પર વાનને ઓવરટેક કરવા પ્રયત્ન કરી રહી હતી તે સમયે આ અકસ્માત બન્યો હતો. 

ફિલ્મ સ્વદેશ દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કરનારી ગાયત્રી જોશીના કાર એક્સિડેન્ટનો એક લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે જેમાં મિની ટ્રક હવામાં ઉછળતી દેખાય છે. ગાયત્રી જોશી પોતાના પતિ વિકાસ ઓબેરોય સાથે તેમની લેમ્બોર્ગિની કારમાં હતી. અકસ્માત સમયે પાછળ ચાલી રહેલી એક કાર વડે વીડિયો શૂટ થઈ રહ્યો હતો. 

વાઈરલ વીડિયો પ્રમાણે મિની ટ્રક પાછળ એક પછી એક લક્ઝરી કાર ઝડપથી જઈ રહી છે. ગાયત્રી પણ પોતાના પતિ સાથે લેમ્બોર્ગિની કારમાં જઈ રહી હતી અને તેમની આગળ-પાછળ રહેલી લક્ઝરી કાર એકબીજાને ચેઝ કરવાની રેસમાં હતી. અચાનક ઓવરટેક કરવાના ચક્કરમાં ગાયત્રી જોશીની લેમ્બોર્ગિની કાર વડે ફરારીને ટક્કર વાગી જાય છે અને ટ્રક હવામાં ઉછળે છે. ત્યાર બાદ મિની ટ્રક પલટી ગઈ હતી અને ફરારી કારમાં પણ આગ લાગી હતી. ફરારી કારમાં આગ લાગવાના કારણે તેમાં સવાર સ્વિસ કપલનું મોત થયું હતું. 

મૃતક દંપતીની ઓળખ સ્વિત્ઝરલેન્ડના 63 વર્ષીય મેલિસા ક્રૌટલી અને 67 વર્ષીય માર્ક્સ ક્રૌટલી તરીકેની સામે આવી છે. ગાયત્રી જોશીએ પોતે જ આ અકસ્માત અંગે જાણ કરી હતી. ગાયત્રી જોશીએ જણાવ્યું હતું કે, “વિકાસ અને હું ઈટલીમાં છીએ. અમે અહીં અનેક કારની એક ટક્કરની દુર્ઘટનાનો શિકાર બન્યા છીએ. ભગવાનની દયાથી અમે બંને બિલકુલ ઠીક છીએ.”

માત્ર એક જ ફિલ્મ કરીને બોલિવુડને બાય બાય કહ્યું

ગાયત્રી જોશીએ 2000ની સાલમાં ફેમિના મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ 2004માં ગાયત્રી જોશીએ શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ સ્વદેશ દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. આશુતોષ ગોવારીકરની ખૂબ જ વખણાયેલી ફિલ્મ સ્વદેશમાં તેણે ગીતાનું પાત્ર ભજવ્યું હતું. 

ગાયત્રી જોશીને તેની ડેબ્યુ ફિલ્મ માટે અનેક પુરસ્કારો મળ્યા હતા પરંતુ તેમ છતાં તેણે તરત જ ફિલ્મ ઉદ્યોગને ગુડ બાય કહી દીધું હતું. 2005માં ગાયત્રી જોશીએ ઉદ્યોગપતિ વિકાસ ઓબેરોય સાથે લગ્ન કર્યા હતા અને તેમને 2 બાળકો છે.