ઈટલી કાર અકસ્માત મામલે સ્વદેસ ફેમ ગાયત્રી જોશીના પતિ વિકાસ ઓબરોયને થઈ શકે છે 7 વર્ષની સજા

શાહરૂખ ખાનની ફિલ્મ સ્વદેસની અભિનેત્રી ગાયત્રી જોશી હાલ ઈટલી ખાતે થયેલા રોડ અકસ્માત કેસને લઈ ચર્ચામાં છે. ગાયત્રી જોશી અને તેના પતિ વિકાસ ઓબરોયનો દુર્ઘટનામાં આબાદ બચાવ થયો છે પરંતુ હવે તેઓ અકસ્માતના કેસમાં ફસાયા છે. રોડ અકસ્માત અંગેની તપાસ કરી રહેલા અધિકારીઓએ ગાયત્રી જોશીના પતિ વિકાસ ઓબરોય સામે તપાસ આરંભી છે. વિકાસ ઓબરોયની કારથી […]

Share:

શાહરૂખ ખાનની ફિલ્મ સ્વદેસની અભિનેત્રી ગાયત્રી જોશી હાલ ઈટલી ખાતે થયેલા રોડ અકસ્માત કેસને લઈ ચર્ચામાં છે. ગાયત્રી જોશી અને તેના પતિ વિકાસ ઓબરોયનો દુર્ઘટનામાં આબાદ બચાવ થયો છે પરંતુ હવે તેઓ અકસ્માતના કેસમાં ફસાયા છે. રોડ અકસ્માત અંગેની તપાસ કરી રહેલા અધિકારીઓએ ગાયત્રી જોશીના પતિ વિકાસ ઓબરોય સામે તપાસ આરંભી છે.

વિકાસ ઓબરોયની કારથી 1 કપલનું મોત થયું

કાર અકસ્માત સમયે ગાયત્રી જોશીની સાથે તેનો અબજોપતિ હસબન્ડ વિકાસ ઓબરોય પણ હતો. ગાયત્રી જોશી અને વિકાસ ઓબરોય સાથે જે રોડ અકસ્માત બન્યો તેમાં અન્ય કેટલીક ગાડીઓ પણ સામેલ હતી. દુર્ઘટનામાં ગાયત્રી જોશી અને વિકાસ ઓબરોય બચી ગયા હતા પરંતુ એક સ્વિસ કપલનું મોત થયું હતું. આ મામલે તપાસ શરૂ થયા બાદ તેમાં ગાયત્રી જોશીના પતિનું નામ પણ તપાસમાં આવી ગયું છે. 

અકસ્માત થયો તે સમયે વિકાસ ઓબરોય કાર ચલાવી રહ્યા હતા અને ગાયત્રી જોશી પેસેન્જર સીટ પર બેઠી હતી. ગાયત્રી જોશીની કાર સાથે જે અન્ય કાર અથડાઈ હતી તેમાં બેઠેલા સ્વિસ કપલનું મોત થયું હોવાથી આ મામલે વિકાસ ઓબરોયને આરોપી બનાવવામાં આવ્યો છે. જો વિકાસ ઓબરોય દોષી ઠેરવાશે તો તેમને 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. 

ગાયત્રી જોશીના પતિ વિકાસ ઓબરોય પર બેદરકારીથી ગાડી ચલાવવાનો આરોપ લાગ્યો છે. આ કારણે જ 2 લોકોના જીવ ગયા છે. ઈટાલિયન કાયદા પ્રમાણે જો આરોપ સાબિત થશે તો વિકાસ ઓબરોયને મહત્તમ 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. વિકાસ ઓબરોયની લીગલ ટીમ આ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે. 

જાણો કોણ છે વિકાસ ઓબરોય

ગાયત્રી જોશીના પતિ વિકાસ ઓબરોય એક પ્રખ્યાત બિઝનેસમેન છે. તેઓ મુંબઈ બેઝ્ડ રિયલ એસ્ટેટ કંપની ઓબેરોય રિયલ્ટીના માલિક છે. તેના અંતર્ગત વિકાસ ઓબરોયે મુંબઈમાં અનેક મોલ, હોટેલ અને ઓફિસ ટાવર બનાવ્યા છે. વિકાસ ઓબરોય મુંબઈની પ્રખ્યાત વેસ્ટિન હોટેલ પણ ચલાવે છે. વિકાસ ઓબરોય ટૂંક સમયમાં જ મુંબઈમાં પ્રથમ રિટ્જ કાર્લટન હોટેલ ખોલવા જઈ રહ્યા છે. 

કેવી રીતે થયો અકસ્માત

સાર્ડિનિયાના ગ્રામીણ વિસ્તારમાં એક સાંકડા રસ્તા પર લેમ્બોર્ગિની અને ફરારીના ડ્રાઈવરે એક કેમ્પર વાનને ઓવરટેક કરવા માટે પ્રયત્ન કર્યો હતો. તેમાં ત્રણેય ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી અને કેમ્પર વાન પલટી ગઈ હતી. જ્યારે અકસ્માત બાદ ફરારી કારમાં આગ લાગી ગઈ હતી જેથી તેમાં સવાર એક સ્વિસ કપલનું મોત થયું હતું. 

સોશિયલ મીડિયામાં આ અકસ્માતનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. અકસ્માત બાદ ગાયત્રી જોશીએ ઈટલીમાં તેમને નડેલા અકસ્માતની જાણ કરીને તેઓ સુરક્ષિત હોવાની માહિતી આપી હતી.