પેલેસ્ટાઈનના સમર્થનમાં ઉતરી સ્વરા ભાસ્કર, ઈઝરાયલનું સમર્થન કરનારાઓને ગણાવ્યા પાખંડી

પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસે શનિવારે ઈઝરાયલ પર આશરે 5,000 જેટલા રોકેટ છોડીને અચાનક જ હુમલો કરી દીધો હતો અને ત્યાર બાદ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ છેડાયું છે. ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 1,000થી પણ વધારે લોકોના મોત થયા છે. ત્યારે સ્વરા ભાસ્કરે આ મામલે ચોંકાવનારો મત જાહેર કર્યો છે. ઈઝરાયલ અને પેલેસ્ટાઈન […]

Share:

પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસે શનિવારે ઈઝરાયલ પર આશરે 5,000 જેટલા રોકેટ છોડીને અચાનક જ હુમલો કરી દીધો હતો અને ત્યાર બાદ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ છેડાયું છે. ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 1,000થી પણ વધારે લોકોના મોત થયા છે. ત્યારે સ્વરા ભાસ્કરે આ મામલે ચોંકાવનારો મત જાહેર કર્યો છે.

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધમાં જે રીતે નરસંહાર થઈ રહ્યો છે તે જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે ત્યારે હવે બોલિવુડથી પણ આ યુદ્ધ અંગેના રિએક્શન આવવાના શરૂ થઈ ગયા છે. અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધ મામલે પોતાની પ્રતિક્રિયા જાહેર કરી છે. 

સ્વરા ભાસ્કરની પ્રતિક્રિયા

અભિનેત્રી સ્વરા ભાસ્કરે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ મામલે પોતાનું રિએક્શન દર્શાવતી એક પોસ્ટ શેર કરી છે. સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે, “તમને લોકોને ત્યારે શોક નહોતો લાગ્યો જ્યારે ઈઝરાયલ દ્વારા પેલેસ્ટાઈન પર હુમલો કરવામાં આવ્યો હતો. 

એટલું જ નહીં, જ્યારે ઈઝરાયલ દ્વારા પેલેસ્ટાઈનના લોકોના ઘરોને સંપૂર્ણપણે બરબાદ કરી દેવામાં આવ્યા ત્યારે તમને કેમ ખોટું ન લાગ્યું. તેમના ઘરો પર બળજબરીથી કબજો કરી લેવાયો, પેલેસ્ટાઈનના બાળકો અને સગીરોને પણ ન છોડવામાં આવ્યા અને તેમની પણ હત્યા કરી દેવાઈ. આશરે 10 વર્ષ સુધી સતત ગાઝા પર હુમલો અને બોમ્બમારો કરવામાં આવ્યો જેમાં શાળા, હોસ્પિટલ બધું તબાહ કરી દેવાયું. તો હવે મને ઈઝરાયલ પર થયેલા હુમલાનો શોક મનાવી રહેલા લોકોનું આ કૃત્યુ થોડું પાખંડથી ભરેલું લાગે છે.”

ઈઝરાયલ પર હુમલાથી કંગના રનૌત વ્યથિત

સ્વરા ભાસ્કર ઉપરાંત અભિનેત્રી ગૌહર ખાને પણ પેલેસ્ટાઈનના સપોર્ટમાં પોસ્ટ શેર કરી છે. ગૌહર ખાને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “દમન કરનારા પીડિત ક્યારથી થઈ ગયા?” જોકે અભિનેત્રી કંગના રનૌતે ઈઝરાયલ પર થયેલા હુમલાની આકરી નિંદા કરી છે. 

કંગના રનૌતે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ઈઝરાયલની મહિલાઓની તસવીરો જોઈને પરેશાન ન થઈએ કે ડર ન લાગે એ અસંભવ છે. એટલે સુધી કે તેમની લાશો સાથે પણ રેપ કરવામાં આવી રહ્યો છે અને આતંકવાદીઓ તેમના સાથે ખરાબ વ્યવહાર કરી રહ્યા છે. 

ઈઝરાયલની મહિલા સૈનિકની લાશને ટ્રકમાં ફેરવવાના વાયરલ વીડિયો મુદ્દે કંગના રનૌતે તે જોઈને તે લાખો ટુકડામાં ભાંગી પડી અને તેનું દિલ ઈHઝરાયલ અને ત્યાંની મહિલાઓ, દીકરીઓ માટે છે તેમ જણાવ્યું હતું. આ સાથે જ કંગના રનૌતે પ્રત્યેક શહીદ સન્માનજનક મૃત્યુનો હકદાર હોવાનું પણ જણાવ્યું હતું.