દીકરીને જન્મ આપ્યા બાદ સ્વરા ભાસ્કરે શેર કર્યો અનુભવ

અભિનેત્રી સ્વરા ભાસ્કરે થોડા દિવસો પહેલા જ એક દીકરીને જન્મ આપ્યો છે. સ્વરા ભાસ્કરે ગત 30 સપ્ટેમ્બરના રોજ પતિ ફહદ અહમદ સાથે દીકરીની છઠ્ઠીની વિધિ ઉજવી હતી. દીકરીના છઠ્ઠીના પ્રસંગે સ્વરા ભાસ્કર લોકગીત ગાતી પણ જોવા મળી હતી. ત્યારે હવે નવી નવી માતા બનેલી સ્વરા ભાસ્કરે એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાનો આ અનુભવ શેર કર્યો છે.  […]

Share:

અભિનેત્રી સ્વરા ભાસ્કરે થોડા દિવસો પહેલા જ એક દીકરીને જન્મ આપ્યો છે. સ્વરા ભાસ્કરે ગત 30 સપ્ટેમ્બરના રોજ પતિ ફહદ અહમદ સાથે દીકરીની છઠ્ઠીની વિધિ ઉજવી હતી. દીકરીના છઠ્ઠીના પ્રસંગે સ્વરા ભાસ્કર લોકગીત ગાતી પણ જોવા મળી હતી. ત્યારે હવે નવી નવી માતા બનેલી સ્વરા ભાસ્કરે એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાનો આ અનુભવ શેર કર્યો છે. 

દીકરીને જન્મ આપવો બ્લેસિંગ – સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કરે દીકરીને જન્મ આપવા અંગેનો પોતાનો અનુભવ શેર કરતા કહ્યું હતું કે, “આ એક બ્લેસિંગ છે. આ મારા દ્વારા કરવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી કઠિન કામ છે. હું વિશ્વાસ નથી કરી શકતી કે મહિલાઓ સદીઓથી એપિડ્યુરલ વગર અને અનેક વખત આ કરી ચુકી છે.”

સ્વરા ભાસ્કર બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી હોવાની સાથે જ તે પોતાના બેબાક મંતવ્યોને લઈને પણ ચર્ચામાં રહે છે. તેણે આ વર્ષે જ 16મી ફેબ્રુઆરીના રોજ પોતાના લોન્ગટાઈમ બોયફ્રેન્ડ અને સોશિયલ એક્ટિવિસ્ટ ફહદ અહમદ સાથે શાદી કરી હતી. સ્વરા ભાસ્કર અને ફહદ અહમદે 23મી સપ્ટેમ્બરના રોજ તેમની દીકરી રાબિયાના વેલકમની જાહેરાત કરી હતી. 

સ્વરા ભાસ્કરે શેર કર્યો અનુભવ

ત્યારે તાજેતરના એક ઈન્ટરવ્યુ દરમિયાન સ્વરા ભાસ્કરે બાળકને જન્મ આપવો તેના માટેનું અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ કામ હોવાનો અનુભવ શેર કર્યો હતો. સ્વરા ભાસ્કરના મતે બાળકનો જન્મ પાર્કમાં ફરવા જેવી વાત નથી. તેના મતે બાળકને જન્મ આપવો એ એક બ્લેસિંગ છે. આ સાથે જ સ્વરા ભાસ્કરે મહિલાઓ સદીઓથી એપિડ્યુરલની મદદ વગર બાળકોને જન્મ આપી રહી હોવા અંગે અહોભાવ દર્શાવ્યો હતો. 

સ્વરા ભાસ્કરે મેડિકલ ટીમનો આભાર માન્યો

સ્વરા ભાસ્કરે પોતાની પ્રેગ્નેન્સી અને બાળકને જન્મ આપવા દરમિયાન તેનો સાથ આપવા બદલ મેડિકલ ટીમ અને પોતાના પરિવારના સદસ્યોનો આભાર માન્યો હતો. આ સાથે જ સ્વરા ભાસ્કરે એમ પણ કહ્યું હતું કે, બાળકને જન્મ આપવાનો અનુભવ વાસ્તવમાં આપણને એ અનુભવ કરાવે છે કે, આપણે આપણી માતાઓનો આભાર નથી માનતા. 

જાણો શું છે એપિડ્યુરલ

સ્વરા ભાસ્કરે દીકરી રાબિયાને જન્મ આપ્યા બાદ એક ઈન્ટરવ્યુ દરમિયાન મહિલાઓ સદીઓથી એપિડ્યુરલની મદદ વગર અને અનેક વખત બાળકોને જન્મ આપી રહી છે તે અંગે અહોભાવ વ્યક્ત કર્યો હતો. હકીકતે એપિડ્યુરલ સામાન્ય રીતે પ્રસવ પીડા દરમિયાન પ્રભાવી અને દીર્ઘકાલીન પેઈન કિલર તરીકે આપવામાં આવે છે. 

એપિડ્યુરલમાં પેઈન કિલર દવાઓને સતત એક પાતળી નળી દ્વારા શરીરમાં પહોંચાડવામાં આવે છે જેથી શરીરના નીચેના હિસ્સામાં પીડા નથી અનુભવાતી અને પ્રસવ દરમિયાન મહિલા સંપૂર્ણપણે હોંશમાં રહે છે. એપિડ્યુરલ એક રિજનલ કે લોકલ એનેસ્થીસિયા છે જેનાથી શરીરનો નીચેનો હિસ્સો સુન્ન થાય છે અને સમગ્ર શરીર પ્રભાવિત નથી થતું.