લગ્ન અંગેના સવાલથી પરેશાન થઈ ગઈ તમન્ના ભાટિયા, ચાહકને આપ્યો જડબાતોડ જવાબ

અભિનેત્રી તમન્ના ભાટિયા હાલ પોતાની ફિલ્મો કરતાં પણ તેની પર્સનલ લાઈફને લઈ ખૂબ ચર્ચામાં છે. તમન્ના ભાટિયા તાજેતરમાં જ રિલીઝ થયેલી રજનીકાંતની ફિલ્મ ‘જેલર’માં જોવા મળી હતી. તે સિવાય તમન્ના ભાટિયા અભિનેતા વિજય વર્મા સાથેના તેના સંબંધોને લઈ ઘણાં લાંબા સમયથી ચર્ચામાં છે.  અભિનેત્રી તમન્ના ભાટિયા અને વિજય વર્મા નેટફ્લિક્સની ‘લસ્ટ સ્ટોરીઝ 2’ સીરિઝમાં એક […]

Share:

અભિનેત્રી તમન્ના ભાટિયા હાલ પોતાની ફિલ્મો કરતાં પણ તેની પર્સનલ લાઈફને લઈ ખૂબ ચર્ચામાં છે. તમન્ના ભાટિયા તાજેતરમાં જ રિલીઝ થયેલી રજનીકાંતની ફિલ્મ ‘જેલર’માં જોવા મળી હતી. તે સિવાય તમન્ના ભાટિયા અભિનેતા વિજય વર્મા સાથેના તેના સંબંધોને લઈ ઘણાં લાંબા સમયથી ચર્ચામાં છે. 

અભિનેત્રી તમન્ના ભાટિયા અને વિજય વર્મા નેટફ્લિક્સની ‘લસ્ટ સ્ટોરીઝ 2’ સીરિઝમાં એક સાથે જોવા મળ્યા હતા. તમન્ના ભાટિયા તાજેતરમાં ચેન્નાઈ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થઈ હતી જ્યાં તેણે ચાહકો સાથે પણ વાતચીત કરી હતી. આ દરમિયાન એક ચાહકે તેને તેની અંગત જિંદગી અંગે સવાલ કરી દીધો હતો જેથી તમન્ના ભાટિયા ખૂબ પરેશાન થઈ ગઈ હતી. 

લગ્ન અંગેના સવાલથી તમન્ના ભાટિયા નારાજ

એક ચાહકે તમન્ના ભાટિયાને સવાલ કર્યો હતો કે, “તમે લગ્ન ક્યારે કરશો?” ચાહકના આ સવાલથી તમન્ના ભાટિયા ખૂબ પરેશાન થઈ ગઈ હતી. બાદમાં તેણે જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે, “આવો સવાલ મને મારા માતા-પિતા પણ નથી પુછતા.” આવી રીતે રોકડું પરખાવીને તમન્ના ભાટિયાએ પોતાની અંગત જિંદગી અંગે સવાલ કરનારા ચાહકની બોલતી બંધ કરી દીધી હતી. 

અન્ય એક ચાહકે તમન્ના ભાટિયાને “શું તેને કોઈ સારો છોકરો મળ્યો છે?” એવો સવાલ કર્યો હતો. જવાબમાં તેણે “હાલ હું મારી જિંદગીમાં ખૂબ ખુશ છું. હા, હું ખૂબ જ ખુશ છું.” તેમ કહ્યું હતું. 

અભિનેતા વિજય વર્મા પણ થોડા સમય પહેલા પાપારાઝી દ્વારા પુછવામાં આવેલા માલદીવમાં દરિયાની મજા માણીને આવ્યા તેવા સવાલથી નારાજ થઈ ગયા હતા અને આવી વાત ન કરી શકો તેમ કહી દીધું હતું.  

‘લસ્ટ સ્ટોરીઝ 2’ના સેટ પર થયો પ્રેમ

તમન્ના ભાટિયા અભિનેતા વિજય વર્મા સાથેના તેના રિલેશનશિપને લઈ ખૂબ જ ચર્ચામાં છે. કથિત રીતે બંનેને નેટફ્લિક્સની સીરિઝ ‘લસ્ટ સ્ટોરીઝ 2’ના સેટ પર એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેતાએ કહ્યું હતું કે, તેઓ કદી ઈન્ડસ્ટ્રીના કોઈ સાથે સંબંધ નહોતા બાંધવા ઈચ્છતા પણ તમન્ના ભાટિયા સાથેની મુલાકાત બાદ તેમના વિચાર બદલાયા છે. 

નોંધનીય છે કે, તમન્ના ભાટિયાએ ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં વિજય વર્મા સાથે ઈન્ટીમેટ સીન્સ પણ આપ્યા છે. આમ પ્રથમ વખત તેણી પડદા પર કોઈ સાથે રોમેન્ટિક થતી જોવા મળી છે. 

વર્કફ્રન્ટની વાત કરીએ તો તમન્ના ભાટિયા છેલ્લા રજનીકાંત સાથેની ફિલ્મ જેલરમાં એક કેમિયો રોલમાં જોવા મળી હતી. તમન્ના ભાટિયાએ ફિલ્મના ગીત ‘કાવલા’ પર પોતાનો ગ્લેમરસ ડાન્સ પર્ફોર્મ કરીને ખૂબ ચર્ચા જગાવી હતી. ટૂંક સમયમાં તે ‘અરનમનઈ 4’ અને ‘વીદા’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.