Tamannaah Bhatia: સોશિયલ મીડિયા ટ્રોલિંગ પર તમન્ના ભાટિયાએ આપી પ્રતિક્રિયા, કહ્યું- હું ખૂબ જ અસ્વસ્થ

Tamannaah Bhatia: લોકપ્રિય અભિનેત્રી તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) વિજય વર્મા સાથેના તેના સંબંધોને કારણે સતત ચર્ચામાં રહી છે અને તાજેતરમાં તેની કિશોરાવસ્થાના એક થ્રોબેક વીડિયોએ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. તમન્ના ભાટિયા (Tamannaah Bhatia)એ તાજેતરમાં નફરત અને સોશિયલ મીડિયા ટ્રોલિંગ (Trolling) પર પ્રતિક્રિયા આપી છે. તેણે લેખક લ્યુક કોટિન્હો સાથે ચર્ચા કરી કે તે લોકો સાથે […]

Share:

Tamannaah Bhatia: લોકપ્રિય અભિનેત્રી તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) વિજય વર્મા સાથેના તેના સંબંધોને કારણે સતત ચર્ચામાં રહી છે અને તાજેતરમાં તેની કિશોરાવસ્થાના એક થ્રોબેક વીડિયોએ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. તમન્ના ભાટિયા (Tamannaah Bhatia)એ તાજેતરમાં નફરત અને સોશિયલ મીડિયા ટ્રોલિંગ (Trolling) પર પ્રતિક્રિયા આપી છે. તેણે લેખક લ્યુક કોટિન્હો સાથે ચર્ચા કરી કે તે લોકો સાથે કેવી રીતે વર્તે છે જેઓ ‘તેના વિશે ગમે તે લખે છે.’ તેણે લ્યુક કોટિન્હો સાથે બેક ટુ ધ રૂટ્સ: સેલિબ્રેટિંગ ઈન્ડિયન વિઝડમ એન્ડ વેલનેસ (2021) નામનું પુસ્તક લખ્યું છે. 

તમન્ના ભાટિયાની પ્રતિક્રિયા

તમન્ના ભાટિયાએ કહ્યું, “આ સફરમાં (ફિલ્મોમાં), દરેક માટે એક એવો સમય આવે છે, જ્યારે તમારા પ્રત્યે અને સોશિયલ મીડિયા પર ખુબ જ નફરત (Trolling) હોય છે કારણ કે સોશિયલ મીડિયા મોટે ભાગે એવા લોકો હોય છે જે તમારા વિશે જે કંઈપણ અનુભવે છે અને તે લખે છે, જે ખરેખર બીભત્સ હોઈ શકે છે. મારી સાથે પ્રથમ વખત બન્યું, ત્યારે મને આઘાત લાગ્યો અને હું તેનાથી ખૂબ જ અસ્વસ્થ હતી કારણ કે મને લાગ્યું કે શું થઈ રહ્યું છે? શું મેં જે કર્યું છે તે ખોટું કર્યું છે?”

વધુ વાંચો: તમન્ના ભાટિયા સાથે રિલેશન જાહેર કર્યા બાદ પાપારાઝીથી અકળાયેલા વિજય વર્માએ કહ્યું, તેમનું મગજ…

તમન્ના ભાટિયા (Tamannaah Bhatia)એ વધુમાં કહ્યું, “જ્યારે મેં મારી જાત સાથે થોડો સમય વિતાવ્યો, ત્યારે મેં મારી જાતને પૂછ્યું કે આ શા માટે થાય છે? કેટલીકવાર ઘણા લોકો એવું વર્તન કરતા હોય છે, તે જાણ્યા વિના કે તમે એક અભિનેતા છો, તમે એક કલાકાર છો અને તેઓ અપેક્ષા રાખે છે કે તમે એક એવી વ્યક્તિ બનો કે જે તેમના મનમાં આદર્શ હોય.”

તમન્ના ભાટિયાએ કહ્યું કે તે જે બનવા માંગે છે તે બનવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને લોકો તેના વિશે શું વિચારે છે તેની ચિંતા ન કરતી નથી. તેણે કહ્યું કે જે લોકો તેને ટ્રોલ કરે છે તેમણે ક્યારેય તેનું જીવન જીવ્યું નથી.

વધુ વાંચો: લગ્ન અંગેના સવાલથી પરેશાન થઈ ગઈ તમન્ના ભાટિયા, ચાહકને આપ્યો જડબાતોડ જવાબ

આ વર્ષની શરૂઆતમાં, તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) અને વિજય વર્માનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં બંને ગોવામાં ન્યૂ યર પાર્ટીમાં કિસ કરતા જોવા મળ્યા હતા. ત્યારથી બંનેએ તેમના સંબંધોની પુષ્ટિ કરી છે, અને ઘણીવાર ઈવેન્ટ્સમાં એકબીજા સાથે જોવા મળે છે.લગ્ન અંગેના સવાલથી પરેશાન થઈ ગઈ તમન્ના ભાટિયા, ચાહકને આપ્યો જડબાતોડ જવાબ

વિજય વર્માએ તે વિશે પણ વાત કરી હતી કે તાજેતરના સમયમાં તેના અંગત જીવનમાં લોકોની રુચિ કેવી રીતે વધી છે. આ વર્ષની શરૂઆતમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી લસ્ટ સ્ટોરીઝ 2ના સેટ પર તમન્ના ભાટિયા (Tamannaah Bhatia) અને વિજય વર્માની મુલાકાત થઈ હતી.