તારા સિંહની બોક્સ ઓફિસ પર કમાલ, ગદર-2 ફિલ્મ 300 કરોડના ક્લબમાં સામેલ થશે

સની દેઓલ અને અમીષા પટેલની ગદર-2 ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. અઠવાડિયાની અંદર જ 200 કરોડના ક્લબમાં સામેલ થયા બાદ હવે ફિલ્મ ઈતિહાસ રચવા જઈ રહી છે. આજની કમાણી બાદ ફિલ્મ 300 કરોડના ક્લબમાં સામેલ થશે.  ગુરુવારે સાતમા દિવસે ફિલ્મે કુલ 22 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ અત્યાર સુધી ફિલ્મે કુલ 283 […]

Share:

સની દેઓલ અને અમીષા પટેલની ગદર-2 ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. અઠવાડિયાની અંદર જ 200 કરોડના ક્લબમાં સામેલ થયા બાદ હવે ફિલ્મ ઈતિહાસ રચવા જઈ રહી છે. આજની કમાણી બાદ ફિલ્મ 300 કરોડના ક્લબમાં સામેલ થશે. 

ગુરુવારે સાતમા દિવસે ફિલ્મે કુલ 22 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ અત્યાર સુધી ફિલ્મે કુલ 283 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આજની કમાણી સાથે આ આંકડો 300 કરોડને પાર થઈ જશે.  આઠમા-નવમા દિવસે આ આંકડો વધવાની સંભાવના છે. 

ગદર-2 ફિલ્મની કમાણી

  • પ્રથમ દિવસ: 40.10 કરોડ
  • બીજો દિવસ: 43.08 કરોડ
  • ત્રીજો દિવસ: 51.70 કરોડ
  • ચોથો દિવસ: 38.70 કરોડ
  • પાંચમો દિવસ: 55.40 કરોડ
  • છઠ્ઠો દિવસ: 32.37 કરોડ
  • સાતમો દિવસ: 22 કરોડ

15મી ઓગસ્ટે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની

ગદર 2એ 15મી ઓગસ્ટના રોજ સૌથી વધુ કલેક્શન કરીને 55.40 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે અત્યાર સુધીમાં ઘણા રેકોર્ડ તોડ્યા છે. ગદર 2થી શાહરૂખ ખાનની પઠાણ પણ પાછળ રહી ગઈ છે.

ગદર 2 વિશેની માહિતી 

ગદર 2માં, સની દેઓલે તારા સિંહના તેના આઈકોનિક પાત્રને ફરીથી રજૂ કર્યું જ્યારે અમીષા પટેલ સકીના તરીકે પરત ફરી છે. ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત આ ફિલ્મમાં ચરણજીત તરીકે ઉકર્ષ શર્મા પણ છે. ગદર 2 1971માં આધારિત છે અને તેના પુત્ર ચરણજીત સિંહને પાકિસ્તાની આર્મીથી બચાવવા માટે તારા સિંહની પાકિસ્તાનની યાત્રાને અનુસરે છે.

ગદર: એક પ્રેમ કથા (2001)ની માહિતી 

ગદર 2 એ ગદર: એક પ્રેમ કથાની સિક્વલ છે, જેનું નિર્દેશન પણ અનિલ શર્માએ કર્યું હતું. એક રોમેન્ટિક-એક્શન ડ્રામા, ગદર: એક પ્રેમ કથા ભારત-પાકિસ્તાનના ભાગલા પર આધારિત હતી. ફિલ્મમાં, સની દેઓલે નાયક તારા સિંહની ભૂમિકા ભજવી હતી, જે અમૃતસરના શીખ ટ્રક ડ્રાઈવર છે જે લાહોરમાં પાકિસ્તાની રાજકીય પરિવારની મુસ્લિમ છોકરી સકીના (અમીષા પટેલ) ના પ્રેમમાં પડે છે. આ ફિલ્મમાં અમરીશ પુરી અને લિલેટ દુબેએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. 

દેશભરમાં ચાહકો ગદર 2ની પ્રંશસા કરી રહ્યા છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ગામના લોકોએ ફિલ્મ જોવા માટે તેમના ટ્રેક્ટર પર સવાર થઈને એક મૂવી થિયેટરમાં પહોંચ્યા હતા. થિયેટરમાં પહોંચતા પહેલા ગ્રામજનોએ ભીલવાડાના મુખ્ય બજારમાંથી ટ્રેક્ટર રેલી કાઢી હતી.

તેમના ટ્રેક્ટર પર ગદર 2 ના પોસ્ટરો સાથે, ગામલોકોએ “ભારત માતા કી જય” ના નારા લગાવ્યા હતા. ભીલવાડા જિલ્લાના અગરપુરાના રહેવાસી નારાયણ લાલ ભડાલાએ જણાવ્યું હતું કે આ ફિલ્મ પહેલાથી જ દેશભરમાં ધૂમ મચાવી રહી છે અને તેના અગાઉના ફિલ્મની જેમ જ ગદર 2 બ્લોકબસ્ટર બનવાની તૈયારીમાં છે.