જેનિફરની ફરિયાદ બાદ FIR નોંધાતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના પ્રોડ્યુસરએ પ્રતિક્રિયા આપી 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી સામે એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલે જાતીય સતામણીના ગંભીર આરોપ લગાવ્યા છે. જેનિફરે નોંધાવેલી ફરિયાદ બાદ પવઈ પોલીસે શો ના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી, પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ સામે 19 જૂને કેસ દાખલ કર્યો હતો. નોંધનીય છે કે પાછલા થોડાક સમયથી તારક […]

Share:

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી સામે એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલે જાતીય સતામણીના ગંભીર આરોપ લગાવ્યા છે. જેનિફરે નોંધાવેલી ફરિયાદ બાદ પવઈ પોલીસે શો ના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી, પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ સામે 19 જૂને કેસ દાખલ કર્યો હતો.

નોંધનીય છે કે પાછલા થોડાક સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી અને શોમાં રોશન ભાભીનું પાત્ર ભજવનારી જેનિફર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેનિફર મિસ્ત્રીએ આસિત કુમાર મોદી સામે જાતીય સતામણીનો આરોપો લગાવ્યા હતા. આ ઉપરાંત જેનિફરે સીરિયલના પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ પર માનસિક ત્રાસ આપવાના આક્ષેપ કર્યા હતા. પોલીસે તમામ આરોપીઓ સામે IPCની કલમ 354 અને 509 હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસે આસિત મોદી સામે ગુનો દાખલ કર્યા બાદ આસિત મોદીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે “અમે અમારા પર લગાવેલા બધા જ આરોપોને નકારીએ છીએ. અમે પોલીસ સમક્ષ અમારું નિવેદન નોંધાવી દીધું છે. આ કેસની હાલ તપાસ ચાલી રહી હોવાથી અમે આગળ કંઈ કહેવા માગતા નથી.”

આસિત મોદી, જતીન બજાજ અને સોહિલ રામાણી સામે એફઆઈઆર(FIR)  નોંધાતા જેનિફર મિસ્ત્રીએ પિંકવિલા સાથે વાત કરતાં જણાવ્યું કે, “19 જૂનની સાંજે મને પોલીસ સ્ટેશન ખાતે બોલાવામાં આવી હતી. હું સાજે 7.30 કલાકે ત્યાં પહોંચી અને રાત્રે 12.30 વાગ્યા સુધી ત્યાં જ હતી. પોલીસે એફઆઈઆર નોંધી હતી. તેમણે મને કહ્યું હતું કે, જ્યારે જરૂર પડશે ત્યારે પોલીસ મને પૂછપરછ માટે બોલાવી શકે છે. હવે કાયદો જ મને ન્યાય અપાવશે. છેલ્લા કેટલાય દિવસથી એફઆઈઆર પેન્ડિંગ હતી જે આખરે નોંધાઈ ગઈ છે.”

જેનિફર મિસ્ત્રીએ શોના મેકર્સ પર જાતીય સતામણી અને માનસિક ત્રાસના આરોપ લગાવી શો છોડ્યો ત્યારથી જ આ મુદ્દો ગરમાયો હતો. જેનિફરે લગાવેલા આક્ષેપો બાદ મોનિકા ભદોરિયા, માલવ રાજદા અને પ્રિયા આહુજા તેના સપોર્ટમાં આવ્યા હતા. તેમણે જેનિફર સાથે કામ કરવાનો અનુભવ જણાવ્યો હતો.