Dunki: શાહરૂખ ખાનની ડંકી ફિલ્મનું પહેલું ગીત ‘લુટ પુટ ગયા’ રિલીઝ થયું

ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થશે

Courtesy: Image: Twitter

Share:

Dunki: શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન અને જવાન પછી ફેન્સ આતુરતાથી ફિલ્મ ‘ડંકી’ (Dunki)ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ફિલ્મ ‘ડંકી’નું પહેલું ગીત લુટ પુટ ગયા રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં શાહરુખ ખાનનો રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. જયારે તાપસી એકદમ દેશી લુકમાં જોવા મળી રહી છે.

 

આ એક રોમેન્ટિક ટ્રેક છે, જ્યાં શાહરૂખ ખાનતાપસી પન્નુના પ્રેમમાં પડેલો જોવા મળે છે. ગીતમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ગીતમાં અરિજીત સિંહનો દિલને સ્પર્શી જાય એવો અવાજ છે. પ્રીતમે આ ગીતને કમ્પોઝ કર્યુ છે. ગીતના લીરિક્સ સ્વાનંદ કિરકિરે અને આઈપી સિંહ દ્વારા લખેલા છે. ગીતના મનમોહક ડાન્સ મૂવ્સ ગણેશ આચાર્ય દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યા છે.

 

તાજેતરમાં જ મેકર્સે ડંકી (Dunki) ફિલ્મનો પહેલો ડ્રોપ જાહેર કર્યો હતો, જેને દર્શકો તરફથી ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો. ફિલ્મના ટીઝરમાં 4 મિત્રોની કહાની બતાવવામાં આવી છે, જે ઈંગ્લેન્ડ જવાનું સપનું જોવે છે. પોતાના તમામ મિત્રોની જવાબદારી હાર્ડી એટલે કે શાહરુખ ખાનના ખભે હોય છે. 

 

આ દિવસોમાં શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ 'ડંકી' (Dunki)ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક રાજકુમાર હિરાની કરશે. રાજુ હિરાની સાથે ઘણા સફળ કલાકારોએ કામ કર્યું છે.શાહરુખ ઉપરાંત તાપસી પન્નુ, વિકી કૌશલ અને બોમન ઈરાની જેવા અનુભવી કલાકારો 'ડંકી'માં જોવા મળશે.

 

શાહરૂખ  ખાનના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ડંકી (Dunki) ફિલ્મ 21 ડિસેમ્બર, 2023ના રોજ રિલીઝ થશે.​​​​​​ સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'સાલાર' 22 ડિસેમ્બર 2023ના રોજ રીલિઝ થશે. બંને ફિલ્મો વચ્ચે ટક્કર થવાની ખાતરી છે.

 

વર્ષ 2023માં શાહરૂખ ખાનની આ ત્રીજી મોટી ફિલ્મ બનવા જઈ રહી છે. આ પહેલા તે ‘પઠાણ’ અને ‘જવાન’માં જોવા મળ્યો હતો. બંને ફિલ્મોએ રેકોર્ડબ્રેક કમાણી કરી હતી અને સુપરહિટ રહી હતી. શાહરૂખ ખાને આ વર્ષની શરૂઆતમાં ‘પઠાણ’ સાથે ચાર વર્ષ પછી મોટા પડદા પર પુનરાગમન કર્યું હતું.

Dunki ફિલ્મને રાજકુમાર હિરાનીએ ડાયરેક્ટ કરી

ડંકી (Dunki) ફિલ્મને રાજકુમાર હિરાનીએ ડાયરેક્ટ કરી છે. તેમણે પોતાના 20 વર્ષના કરિયરમાં એક પણ ફ્લોપ ફિલ્મ ડાયરેક્ટ કરી નથી. એવામાં ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

 

આ વાર્તા પોતાના સપનાને સાકાર કરવા માટે શરૂ થતી મુશ્કેલ પરંતુ જીવન બદલી નાખનાર યાત્રાને દર્શાવે છે. એક અલગ જીવનથી ઈન્સ્પિરેશન લેતા ડંકી પ્યાર અને દોસ્તીની એક કહાની છે જે અનેક પ્રકારની અલગ-અલગ કહાનીઓને એક સાથે જોડે છે અને અસંખ્ય ભાવનાઓને જગાડવા માટે હિલેરિયસ અને દિલને ગમી જાય એવા જવાબ આપે છે.