તમિલ એક્ટર વિશાલના સેન્સર બોર્ડ પર ભ્રષ્ટાચારના આરોપ બાદ સરકારે આપ્યા તપાસના આદેશ

તમિલ અભિનેતા-નિર્માતા વિશાલ કૃષ્ણ રેડ્ડીએ સેન્સર બોર્ડ (CBFC)ની મુંબઈ ઓફિસ પર તેની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘માર્ક એન્ટની’ના હિન્દી સેન્સર અધિકારો માટે રૂ. 6.5 લાખની લાંચ માગવાનો આરોપ મૂક્યો હતો. પોતાની વિડીયો નોટમાં તેણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પીએમ નરેન્દ્ર મોદી પાસે મદદની હાકલ કરી હતી. માહિતી અને પ્રસારણ મંત્રાલયે હવે X (અગાઉ ટ્વિટર) […]

Share:

તમિલ અભિનેતા-નિર્માતા વિશાલ કૃષ્ણ રેડ્ડીએ સેન્સર બોર્ડ (CBFC)ની મુંબઈ ઓફિસ પર તેની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘માર્ક એન્ટની’ના હિન્દી સેન્સર અધિકારો માટે રૂ. 6.5 લાખની લાંચ માગવાનો આરોપ મૂક્યો હતો. પોતાની વિડીયો નોટમાં તેણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પીએમ નરેન્દ્ર મોદી પાસે મદદની હાકલ કરી હતી. માહિતી અને પ્રસારણ મંત્રાલયે હવે X (અગાઉ ટ્વિટર) પર સત્તાવાર નિવેદન દ્વારા વિશાલના ભ્રષ્ટાચારના આરોપોના તપાસનો આદેશ આપ્યો છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે નોટિસ જાહેર કરી 

સેન્સર બોર્ડ (CBFC), મુંબઈ સામે વિશાલના ભ્રષ્ટાચારના આરોપો પછી, માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) એ સત્તાવાર નિવેદન બહાર પાડયું છે. નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે પણ આ મામલામાં સંડોવાયેલા જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ મામલે તપાસ કરવામાં આવશે.

સેન્સર બોર્ડ પર લાગાવેલા આરોપ દુર્ભાગ્યપૂર્ણ: I & B મંત્રાલય

માહિતી અને પ્રસારણ મંત્રાલના સત્તાવાર નિવેદનમાં લખ્યું હતું કે, “અભિનેતા વિશાલ દ્વારા સેન્સર બોર્ડ પર ઉઠાવવામાં આવેલ ભ્રષ્ટાચારનો મુદ્દો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર ભ્રષ્ટાચાર માટે શૂન્ય સહિષ્ણુતા ધરાવે છે અને તેમાં સામેલ કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. માહિતી મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીને તપાસ કરવા માટે મુંબઈમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

સૂચના અને પ્રસારણ મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું હતું કે અન્ય લોકો, જેમની સાથે સેન્સર બોર્ડ દ્વારા આવી ઘટનાઓ બની છે, તે ઘટનાઓની માહિતી [email protected] પર આપી શકે છે.

વિશાલ અને એસજે સૂર્યા દ્વારા અભિનીત તાજેતરમાં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ ‘માર્ક એન્ટની’ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ ફિલ્મને પ્રેક્ષકો અને વિવેચકો બંને તરફથી સકારાત્મક સમીક્ષાઓ મળી હતી અને તે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મની સફળતાને જોતા નિર્માતાઓ હિન્દી-ડબ વર્ઝન રિલીઝ કરવાનું વિચારી રહ્યા હતા.

6.5 લાખ રૂપિયાની લાંચ માગવાનો આરોપ

ત્યારબાદ અભિનેતા-નિર્માતા વિશાલે તાજેતરમાં એક વીડિયોમાં ચોંકાવનારો દાવો કર્યો હતો, જેમાં સેન્સર બોર્ડ (CBFC) મુંબઈ પર ફિલ્મના હિન્દી વર્ઝન માટે રૂ. 6.5 લાખની લાંચ માંગવાનો આરોપ લગાવ્યો હતો.

X પર તેણે વીડિયો મેસેજ દ્વારા આ મુદ્દો સમજાવ્યો અને એક નોટમાં લખ્યું, “સિલ્વર સ્ક્રીન પર ભ્રષ્ટાચાર બતાવવાનું ઠીક છે. પરંતુ વાસ્તવિક જીવનમાં નહીં. સરકારી કચેરીઓમાં ખાસ કરીને સેન્સર બોર્ડ (CBFC) ની મુંબઈ ઓફિસમાં તે થઈ રહ્યું છે. મારી ફિલ્મ માર્ક એન્ટનીના હિન્દી-ડબ વર્ઝન માટે મારે 6.5 લાખ ચૂકવવા પડયા હતા. મારે ફિલ્મની સ્ક્રીનીંગ માટે 3 લાખ અને ફિલ્મના સર્ટિફિકેટ માટે 3.5 લાખ ચૂકવવા પડયા. મેં મારી કારકિર્દીમાં ક્યારેય આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો નથી.”