ઓસરી રહ્યો છે કંગના રનૌતની ચંદ્રમુખી 2નો જાદુ, રીલિઝના 8મા દિવસે માત્ર 1.6 કરોડની કમાણી

અભિનેત્રી કંગના રનૌત હાલ પોતાની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ચંદ્રમુખી 2ના કારણે ચર્ચામાં છે. કંગના રનૌતની ફિલ્મ ચંદ્રમુખી 2 રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મની સિક્વલ છે. સાઉથમાં ચંદ્રમુખી 2 ખૂબ સારો બિઝનેસ કરી રહી છે પરંતુ હિન્દી બેલ્ટમાં આ ફિલ્મ પાછી પડી રહી છે.  પી વાસુ દ્વારા નિર્દેશિત ફિલ્મ ચંદ્રમુખી 2માં કંગના રનૌતની સાથે રાઘવ લોરેન્સ પણ […]

Share:

અભિનેત્રી કંગના રનૌત હાલ પોતાની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ચંદ્રમુખી 2ના કારણે ચર્ચામાં છે. કંગના રનૌતની ફિલ્મ ચંદ્રમુખી 2 રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મની સિક્વલ છે. સાઉથમાં ચંદ્રમુખી 2 ખૂબ સારો બિઝનેસ કરી રહી છે પરંતુ હિન્દી બેલ્ટમાં આ ફિલ્મ પાછી પડી રહી છે. 

પી વાસુ દ્વારા નિર્દેશિત ફિલ્મ ચંદ્રમુખી 2માં કંગના રનૌતની સાથે રાઘવ લોરેન્સ પણ છે અને આ ફિલ્મે રીલિઝના એક સપ્તાહની અંદર 34 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 

ચંદ્રમુખી 2નું બોક્સ ઓફિસ કલેક્શન

કંગના રનૌતની ચંદ્રમુખી 2એ રીલિઝના 8મા દિવસે ભારતભરમાંથી તમામ ભાષાઓમાં થઈ આશરે 1.60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ચંદ્રમુખી 2એ રીલિઝના પ્રથમ દિવસે 8.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જેમાં તમિલ બેલ્ટમાંથી 5.58 કરોડ, તેલુગુ બેલ્ટમાંથી 2.5 કરોડ અને હિન્દી બેલ્ટમાંથી 17 લાખ રૂપિયાની કમાણી કરી હતી. 

રીલિઝના બીજા દિવસે ચંદ્રમુખી 2એ 4.35 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને ત્રીજા દિવસે બિઝનેસમાં થોડા સુધારા સાથે 5.05 કરોડ રૂપિયાનું કલેક્શન મેળવ્યું હતું. રવિવારના રોજ વધુ સારા પ્રદર્શન સાથે 6.8 કરોડ રૂપિયાનું કલેક્શન મેળવ્યું હતું. જોકે બીજા વીકેન્ડ દરમિયાન ચંદ્રમુખી 2 ફરી એક વખત તેજી પકડે તેવી શક્યતા છે. 

ગત 5 ઓક્ટોબરના રોજ ચંદ્રમુખી 2એ 1.60 કરોડનો નેટ બિઝનેસ કર્યો હતો. આ સાથે જ કંગના રનૌતની ફિલ્મે 8 દિવસમાં ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પરથી આશરે 34.55 કરોડનું નેટ લાઈફટાઈમ કલેક્શન મેળવ્યું હતું. 

ચંદ્રમુખી 2 વિશે 

ગત 28 સપ્ટેમ્બરના રોજ કંગના રનૌતની ફિલ્મ ચંદ્રમુખી 2 તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ ભાષામાં સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ તમિલ હોરર કોમેડી ફિલ્મ ચંદ્રમુખીની સિક્વલ છે જેમાં રજનીકાંત અને જ્યોતિકા મુખ્ય ભૂમિકામાં હતા. ચંદ્રમુખી 2માં કંગના રનૌતે રાજાના દરબારમાં નૃત્યાંગનાની ભૂમિકા ભજવી છે જે તેની સુંદરતા અને નૃત્ય કુશળતા માટે જાણીતી હતી.

ચંદ્રમુખી 2નું નિર્માણ લાયકા પ્રોડક્શન્સ અને સુબાસ્કરન દ્વારા કરવામાં આવ્યું છે. ચંદ્રમુખી 2 અગાઉ 15 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થવાની હતી પરંતુ ટેક્નિકલ વિલંબના કારણે તેને 28 સપ્ટેમ્બર સુધી ધકેલી દેવામાં આવી હતી. ફિલ્મના ટ્રેલરમાં એક પરિવાર હવેલીમાં જાય છે જ્યાં તેમને સાઉથ બ્લોકમાં ન જવા માટે ખાસ ચેતવણી આપવામાં આવે છે. તે હિસ્સો ચંદ્રમુખીના નિવાસ તરીકે ઓળખાય છે.

ચંદ્રમુખી 2એ બોક્સ ઓફિસ પર એક સપ્તાહની સફર પૂરી કરી લીધી છે. જોકે ચંદ્રમુખી 2નો બિઝનેસ રિપોર્ટ ખાસ ઉત્સાહજનક નથી. હકીકતે ચંદ્રમુખી 2 સાઉથની ફિલ્મ છે અને તેને હિન્દી બેલ્ટમાં પણ રીલિઝ કરવામાં આવી છે. તેવામાં હિન્દી દર્શકોમાં આ ફિલ્મ ખાસ પકડ નથી મેળવી શકી પરંતુ સાઉથમાં ઠીકઠાક બિઝનેસ કરી રહી છે.